Home> Entertainment
Advertisement
Prev
Next

'મિરઝાપુર-2'ને ટક્કર આપવા આવી રહી છે ઇશાન ખટ્ટર-તબ્બુની ફિલ્મ, જાણો ક્યારે થશે રિલીઝ

નેટફ્લિક્સે આખરે મીરા નાયરની વેબ સિરીઝ 'અ સુટેબલ બોય' (A Suitable Boy)ની રિલીઝ તારીખ જાહેર કરી છે. વિક્રમ શેઠની નવલકથા પર આધારિત આ ફિલ્મ ચાર લોકોના પરિવારની એક રોમાંચક સ્ટોરી છે. તેની સ્ક્રિપ્ટ ભારતીય સ્વતંત્રતાના કેટલાક વર્ષો બાદના બેકગ્રાઉન્ડ પર આધારિત છે. સિરીઝનું સ્ટ્રીમિંગ 23 ઓક્ટોબરથી શરૂ થશે.

'મિરઝાપુર-2'ને ટક્કર આપવા આવી રહી છે ઇશાન ખટ્ટર-તબ્બુની ફિલ્મ, જાણો ક્યારે થશે રિલીઝ

નવી દિલ્હી: નેટફ્લિક્સે આખરે મીરા નાયરની વેબ સિરીઝ 'અ સુટેબલ બોય' (A Suitable Boy)ની રિલીઝ તારીખ જાહેર કરી છે. વિક્રમ શેઠની નવલકથા પર આધારિત આ ફિલ્મ ચાર લોકોના પરિવારની એક રોમાંચક સ્ટોરી છે. તેની સ્ક્રિપ્ટ ભારતીય સ્વતંત્રતાના કેટલાક વર્ષો બાદના બેકગ્રાઉન્ડ પર આધારિત છે. સિરીઝનું સ્ટ્રીમિંગ 23 ઓક્ટોબરથી શરૂ થશે.

આ પણ વાંચો:- નેહા કક્કડ અને રોહનપ્રીતની થયેલી અટકી સેરેમની! તસવીરો વાયરલ

મિરઝાપુરને ટક્કર આપશે આ ફિલ્મ
આ એમેઝોન પ્રાઈમ વીડિયોની ક્રાઇમ-થ્રિલર મિરઝાપુરના અપકમિંગ સીઝનને ટક્કર આપવા માટે રિલીઝ કરવામાં આવી રહી છે. નવલકથામાં 1300થી વધુ પાનામાં લખેલી A Suitable Boyની સ્ટોરી, આધુનિકતા અને પરંપરાઓ, પારિવારિક મૂલ્યો, કૌટુંબિક સતામણી, જનરેશનલ કોન્ફ્લિક્ટ્સ, ધર્મ વગેરે મુદ્દાઓ પર પ્રકાશ પાડશે. આ મીની-સિરીઝમાં તબ્બુ, ઇશાન ખટ્ટર, તાન્યા મણિકટલા, રસિકા દુગલ અને રામ કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિરીઝ પહેલાથી જ યુકે અને આયર્લેન્ડમાં BBC પર બ્રોડકાસ્ટ કરવામાં આવી છે.

આ પણ વાંચો:- VIDEO: દિશા પટણીએ લગાવી બટરફ્લાઇ કિક, ટાઇગર શ્રોફએ આપ્યું આ રિએક્શન

ઇશાન ખટ્ટર-તબ્બુની રસપ્રદ કેમિસ્ટ્રી
આ સિરીઝમાં તબ્બુ એક વેશ્યા સઈદા બાઇની ભૂમિકા નિભાવી રહી છે, જેને માન કપૂર (ઇશાન ખટ્ટર)ને પ્રેમ થઈ જાય છે. સિરીઝના ટ્રેલરમાં ઇશાન ખટ્ટર અને તબ્બુ રોમાન્સ કરતા જોવા મળે છે અને કેટલાક દ્રશ્યોમાં જોઇ શકાય છે કે માન કપૂરનો પરિવાર આને લઈને નારાજ છે પરંતુ ઇશાનને તેમ છતાં આ વાતથી કોઈ ફરક પડતો નથી. તે જ સમયે, તાન્યા મણિક્તાલાને એક મુસ્લિમ છોકરા સાથે પ્રેમ થાય છે, જે તેના પરિવારનો નાગવરા હોય છે.

આ પણ વાંચો:- સલમાન ખાનથી કંગના રનૌત સુધી, PM મોદીના 'જન આંદોલન'ને સિતારાઓનું સમર્થન

ફિલ્મને લઇ ઉત્સાહિત છુ: ઇશાન ખટ્ટર
તેના અને તબ્બુના રોમાન્સ વિશે વાત કરતાં ઇશાને અગાઉ કહ્યું હતું કે 'મેં આ પહેલા પણ કહ્યું હતું અને મેં ધડકમાં એમ પણ કહ્યું હતું કે મારા માટે પાગલ પ્રેમીની ભૂમિકા નિભાવવી હંમેશાં સહેલી રહી છે અને કારણ કે તે (તબ્બુ) રસપ્રદ લાગે છે, ખાસ કરીને પાત્રમાં, હું ખરેખર ઉત્સાહિત છું કે લોકો સઈદા બાઈનું આ પાત્ર જોશે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More