Home> Entertainment
Advertisement
Prev
Next

Defamation case: જાવેદ અખ્તરે વધારી Kangana Ranautની મુશ્કેલીઓ, 16 જાન્યુઆરી સુધીમાં રજૂ કરશે રિપોર્ટ

જાવેદ અખ્તર (Javed Akhtar) ના વકીલ નિરંજન મુંદાર્ગીએ જણાવ્યું હતું કે શનિવારે મેજિસ્ટ્રેટ કોર્ટે જુહુ પોલીસને આ કેસની તપાસ કરવા અને 16 જાન્યુઆરી સુધીમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.

Defamation case: જાવેદ અખ્તરે વધારી Kangana Ranautની મુશ્કેલીઓ, 16 જાન્યુઆરી સુધીમાં રજૂ કરશે રિપોર્ટ

મુંબઈ: મુંબઈ (Mumbai)ની એક અદાલતે શનિવારે પોલીસને આદેશ આપ્યો કે તે અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) વિરુદ્ધ ગીતકાર જાવેદ અખ્તરની માનહાનિની ​​ફરિયાદની તપાસ કરે અને 16 જાન્યુઆરી સુધીમાં રિપોર્ટ રજૂ કરે.

આ પણ વાંચો:- Remo D'Souza હોસ્પિટલથી પહોંચ્યા ઘરે, આ રીતે થયું વેલકમ- VIDEO VIRAL

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (અંધેરી) કોર્ટમાં કેસ
ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરે ટીવી ઇન્ટરવ્યુમાં તેમના વિશે અપમાનજનક અને નિરાધાર આક્ષેપો કરવા માટે ગત મહિને અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (Metropolitan Magistrate Court, Andheri) ની કોર્ટમાં કંગના રનૌત સામે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. તેમણે કાયદાની સંબંધિત કલમો હેઠળ અભિનેત્રી સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

આ પણ વાંચો:- સુશાંતને યાદ કરી ભરાઇ ગઇ Ankita Lokhande ની આંખો, કહ્યું- પવિત્ર નહી, અમર સંબંધ છે અમારો

જાવેદ અખ્તર (Javed Akhtar) ના વકીલ નિરંજન મુંદાર્ગીએ જણાવ્યું હતું કે શનિવારે મેજિસ્ટ્રેટ કોર્ટે જુહુ પોલીસને આ કેસની તપાસ કરવા અને 16 જાન્યુઆરી સુધીમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More