Home> Entertainment
Advertisement
Prev
Next

ગિરીશ કર્નાડનું નિધન, જાણો દિગ્ગજ અભિનેતાની જીવન ઝરમર

બોલીવુડના જાણિતા એક્ટર ગિરીશ કર્નાડ (Girish Karnad )નું સોમવારે 81 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું છે. તમને જણાવી દઇએ કે ગિરીશ કર્નાડ (Girish Karnad ) ગત ઘણા દિવસોથી બિમાર હતા. પીએમ નરેંદ્ર મોદી (PM Narendra Modi)એ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ગિરીશ કર્નાડએ સલમાન ખાન (Salman Khan) ની ફિલ્મ 'એક થા ટાઇગર' અને 'ટાઇગર જિંદા હૈ'માં કામ કર્યું હતું.

ગિરીશ કર્નાડનું નિધન, જાણો દિગ્ગજ અભિનેતાની જીવન ઝરમર

નવી દિલ્હી: બોલીવુડના જાણિતા એક્ટર ગિરીશ કર્નાડ (Girish Karnad )નું સોમવારે 81 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું છે. તમને જણાવી દઇએ કે ગિરીશ કર્નાડ (Girish Karnad ) ગત ઘણા દિવસોથી બિમાર હતા. પીએમ નરેંદ્ર મોદી (PM Narendra Modi)એ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ગિરીશ કર્નાડએ સલમાન ખાન (Salman Khan) ની ફિલ્મ 'એક થા ટાઇગર' અને 'ટાઇગર જિંદા હૈ'માં કામ કર્યું હતું.
 

ગિરીશ કર્નાડ (Girish Karnad) નો જન્મ 19 મે 1938ના રોજ મહારાષ્ટ્રના માથેરાનમાં થયો હતો. તેમને ભારતના જાણિતા સમકાલીન લેખક, અભિનેતા, ફિલ્મ નિર્દેશક અને નાટકકાર તરીકે પણ ઓળખવામાં આવતા હતા. ગિરીશ કર્નાડ (Girish Karnad)ના નિધનથી બોલીવુડમાં શોકનો માહોલ છે. ગિરીશ કર્નાડ (Girish Karnad)ની હિંદીની સાથે-સાથે કન્નડ અને અંગ્રેજી ભાષા પર સારી એવી પકડ હતી.

1970 માં કન્નડ ફિલ્મ 'સંસ્કાર'થી પોતાની ફિલ્મી સફર શરૂ કર્યું. તેમની પ્રથમ ફિલ્મને જ કન્નડ સિનેમા માટે રાષ્ટ્રપતિનો ગોલ્ડન લોટસ પુરસ્કાર મળ્યો. આર કે નારાયણના પુસ્તક પર આધરિત ટીવી સીરિયાલ માલગુડી ડેઝમાં તેમણે સ્વામીના પિતાની ભૂમિકા ભજવી હતી. 1990ની શરૂઆતમાં વિજ્ઞાન આધારિત એક ટીવી કાર્યક્રમ ટર્નિંગ પોઇન્ટમાં તેમણે હોસ્ટની ભૂમિકા ભજવી છે. 

તેમની અંતિમ ફિલ્મ કન્નડ ભાષામાં બનેલી અપના દેશ હતી, જે 26 ઓગસ્ટના રોજ રિલીઝ થઇ. બોલીવુડની તેમની અંતિમ ફિલ્મ 'ટાઇગર જિંદા હૈ (2017)માં ડો. શેનોયનું પાત્ર ભજવ્યું હતું. તેમની મશહૂર કન્નડ ફિલ્મોમાંથી તબ્બાલિયૂ મગાને, ઓંદાનોંદૂ કલાદાલી, ચેલુવી, કાદુ અને કન્નુડુ હેગાદિતી રહી છે. 

હિંદીમાં તેમણે 'નિશાંત' (1975), 'મંથન' (1976) અને 'પુકાર' (2000) જેવી ફિલ્મો કરી. નાગેશ કુકુનૂરની ફિલ્મો 'ઇકબાલ' (2005), 'ડોર' (2006), '8x10 તસવીર' (2009) અને 'આશાઓ' (2010)માં પણ તેમણે કામ કર્યું. આ ઉપરાંત સલમાન ખાનની સાથે તે 'એક થા ટાઇગર' (2012) અને 'ટાઇગર જિંદા હૈ' (2017)માં મહત્વપૂર્ણમાં જોવા મળ્યા.

ગુજરાતના મિલ્કમેનને ફિલ્મી પડદે ચમકાવનાર બોલિવુડના દિગ્ગજ કલાકાર ગિરીશ કર્નાડનું નિધન

ગિરીશ કર્નાડ (Girish Karnad)એ પ્રમુખ ભારતીયો નિર્દેશકો- ઇબ્રાહીમ અલકાઝી, પ્રસન્ના, અરવિંદ ગૌડ અને બી.વી. કારંતે તેનું અલગ-અલગ રીતે પ્રભાવશાળી તથા યાદગાર નિર્દેશન કર્યું હતું. એક કોંકણી ભાષા પરિવારમાં જન્મેલા ગિરીશ કર્નાડ (Girish Karnad)એ 1958માં ધારવાડ સ્થિત કર્ણાટક યૂનિવર્સિટીમાં સ્નાતકની ઉપાધિ લીધી હતી. ત્યારબાદ તે એક રોડ્સ સ્કોલરના રૂપમાં ઇગ્લેંડ જતા રહ્યા જ્યાં તેમણે ઓક્સફોર્ડના લિંકોન તથા મેગડેલન યૂનિવર્સિટીમાંથી દર્શનશાસ્ત્ર, રાજશાસ્ત્ર તથા અર્થશાસ્ત્રમાં માસ્ટરની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. તે શિકાગો યૂનિવર્સિટીના ફૂલબ્રાઇટ યૂનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર પણ રહી ચૂક્યા છે. 

ગિરીશ કર્નાડ (Girish Karnad) ની પ્રસિદ્ધિ એક નાટકકારના રૂપમાં વધુ છે. ગિરીશ કર્નાડ (Girish Karnad)એ વંશવૃક્ષ નામની કન્નડ ફિલ્મમાંથી નિર્દેશનની દુનિયામાં પગ મુક્યો છે. ત્યારબાદ તેમણે ઘણી કન્નડ તથા હિંદી ફિલ્મોનું નિર્દેશન તથા અભિનય પણ કર્યો. 

નોકરીમાં મન લાગ્યું તો ફિલ્મોમાં આવ્યા
ગિરીશ કર્નાડ (Girish Karnad)એ કર્ણાટક આર્ટ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. આગળનો અભ્યાસ ઇંગેલંડમાં પુરો કર્યો પછી ભારત પરત ફર્યા. તેમણે ચેન્નઇમાં ઓક્સફોર્ડ યૂનિવર્સિટી પ્રેસમાં સાત વર્ષ સુધી કામ કર્યું. પરંતુ થોડા સમય બાદ રાજીનામું આપી લીધું. ત્યારબાદ તે થિયેટર માટે કામ કરવા લાગ્યા. ગિરીશ કર્નાડ (Girish Karnad) યૂનિવર્સિટી ઓફ શિકાગોમાં પ્રોફેસર પણ રહ્યા, પરંતુ મન ન લાગ્યું તો ફરીથી ભારત ફર્યા. આ વખતે સંપૂર્ણપણે સાહિત્ય અને ફિલ્મો સાથે જોડાઇ ગયા. 

પહેલું નાટક કન્નડમાં લખ્યું
ગિરીશ કર્નાડ (Girish Karnad)ની કન્નડ અને અંગ્રેજી બંને ભાષાઓ પર એક જેવી પક્કડ હતી. તેમનું પ્રથમ નાટક કન્નડમાં હતું, જેને પછી અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યું. તેમના નાટકોમાં 'યયાતિ', 'તુગલક', 'હયવદન', 'અંજુ મલ્લિગે', 'અગ્નિમતુ માલે', 'નાગમંડલ' અને 'અગ્નિ અને બરખા' ખૂબ ચર્ચિત છે. 

આ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા
ગિરીશ કર્નાડ (Girish Karnad)ને 1992માં પદ્મ ભૂષણ, 1974માં પદ્મ શ્રી, 1972માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર, 1992માં કન્નડ સાહિત્ય અકાદમી પુરસ્કાર, 1994માં સાહિત્ય અકાદમી પુરસ્કાર અને 1998માં તેમને કાલિદાસ સન્માન પ્રાપ્ત થયુ હતું. 1978માં આવેલી ફિલ્મ ભૂમિકા માટે ગિરીશને નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેમને 1998માં સાહિત્યના પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ પુરસ્કારથી નવાજવામાં આવ્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More