Home> Entertainment
Advertisement
Prev
Next

Lata Mangeshkar Passes: શોકમાં ડૂબ્યો દેશ, લતાજી એ ગાયા છે ગુજરાતી ભાષામાં અનેક સુપરહીટ ગીતો અને ગરબા

પોતાના સુરીલા અવાજથી દાયકાઓ સુધી દેશ અને દુનિયા પર રાજ કરનાર સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન થયું છે. 'ભારત રત્ન'થી સન્માનિત પીઢ ગાયિકાએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેણી 92 વર્ષની હતી. વિશ્વભરમાં 'ભારતની કોકિલ કંઠી' તરીકે ઓળખાતા લતા મંગેશકરે લગભગ પાંચ દાયકા સુધી હિન્દી સિનેમામાં મહિલા પ્લેબેક સિંગિંગ પર રાજ કર્યું. 

Lata Mangeshkar Passes: શોકમાં ડૂબ્યો દેશ, લતાજી એ ગાયા છે ગુજરાતી ભાષામાં અનેક સુપરહીટ ગીતો અને ગરબા

નવી દિલ્હી: ભારત રત્ન લતા મંગેશકરના નિધન પર બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યોછે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે શિવાજી પાર્કમાં રાખવામાં આવશે. ભારતે તેનો સૌથી અમૂલ્ય રત્ન ગુમાવ્યો છે. હવે તેમના ગાયેલા ગીતો વાત કરીએ તો 36 ભાષામાં 50,000થી વધુ ગીત ગાયાં છે. લગભગ કોઈ એવી ભાષા નહીં હોય જેમાં લતા મંગેશકરે ગીત ગાયું નહીં હોય. લતા મંગેશકરે ગુજરાતી ભાષામાં પણ ઘણા ગીતો ગયા છે. લતાજીએ 13 વર્ષની નાની ઉંમરથી હિંદી ફિલ્મોમાં ગાયકીથી એમની કારકિર્દીનો આરંભ કર્યો હતો. 1942થી 2015 સુધીમાં એમણે 20 જેટલી ભારતીય ભાષાઓમાં 30,000 જેટલાં સોલો તેમજ યુગલગીતો ગાયાં છે. લતા મંગેશકરને સંગીતનું પ્રાથમિક શિક્ષણ એમનાં સંગીતકાર પિતા સ્વ. દિનાનાથ મંગેશકર પાસેથી મળ્યું છે.

પોતાના સુરીલા અવાજથી દાયકાઓ સુધી દેશ અને દુનિયા પર રાજ કરનાર સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન થયું છે. 'ભારત રત્ન'થી સન્માનિત પીઢ ગાયિકાએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેણી 92 વર્ષની હતી. વિશ્વભરમાં 'ભારતની કોકિલ કંઠી' તરીકે ઓળખાતા લતા મંગેશકરે લગભગ પાંચ દાયકા સુધી હિન્દી સિનેમામાં મહિલા પ્લેબેક સિંગિંગ પર રાજ કર્યું. 

Lata Mangeshkar ના 20 સદાબહાર ગીતો; જેણે દીદીને અમર કર્યા, સાંભળીને તમે સંગીતને અલગ જ સ્થાને જોશો

ભારતીય સિનેમાની શ્રેષ્ઠ ગાયિકાઓમાંની એક લતા મંગેશકરે 1942માં માત્ર 13 વર્ષની વયે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે અત્યાર સુધીમાં ઘણી ભારતીય ભાષાઓમાં 30 હજારથી વધુ ગીતો ગાયા છે. લતા ભારતની 'સુર સામ્રાજ્ઞી' તરીકે ઓળખાય છે. તેમને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા છે. આ સિવાય તેમને પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ અને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

લતા મંગેશકરે ગુજરાતી ભાષામાં ઘણા સુપરહીટ ગીતો ગાયા છે. જેમાં તેમના અવાજમાં સૌથી દીકરી તો પારકી થાપણ કહેવાય… વૈષ્ણવજન તો તેને રે કહીએ… અને માને તો મનાવી લેજો રે…. એ ખૂબ લોકચાહના મેળવેલા તેમના ગીત છે. કોઈ તો કહોને કઈ દિશા…સત્યવાન-સાવિત્રી ફિલ્મના આ ગીતને લતા મંગેશકરે અવાજ આપ્યો હતો.

લતા મંગેશકરના નિધન પર PM મોદીએ કરી ટ્વીટ- આ ખાલીપણાને ભરી શકાશે નહીં

લતા મંગેશકરનું યમુનાષ્ટક યમુનાજીના ભક્તોને આજે પણ એટલું જ પસંદ આવે છે. ઓધાજી મારા વાલાને…મારા મનડાના મીતનું આ ગીત આજે પણ લોકોના હોઠે રમે છે..આ જ લતાજીના કંઠનો કમાલ છે. કોઈ ગોતી દ્યો મારો રામચુંદડી ચોખા ફિલ્મનું આ ગીત પણ લતાજીએ ગાયું છે. જે ખૂબ જ લોકપ્રિય હતું. દાદાને આંગણે…રાણો કુંવર ફિલ્મનું આ ગીત ખૂબ જ સરસ અને એમાં પણ લતાના સ્વરે ચારચાંદ લગાવ્યા હતા.

મેરી આવાજ હી પહચાન હૈ...'ભારત રત્ન' લતા મંગેશકરનું નિધન, અનેક દિગ્ગજ હસ્તીઓએ આપી શ્રદ્ધાંજલિ

પાંદડું લીલું ને રંગ રાતો…આ ગીત 1960માં આવેલી ફિલ્મ મહેંદી રંગ લાગ્યોનું છે. જેમાં રાજેન્દ્ર કુમાર અને ઉષા કિરણે કામ કર્યું હતું. નારી તું નારાયણી ફિલ્મનું વહેલી પરોઢનો વાયરો ગીતમાં પણ લતા મંગેશકરના સ્વરે ગાવામાં આવ્યું છે. અખંડ સૌભાગ્યવતી ફિલ્મનું મારા તે ચિત નો ચોર ગીત પણ લતા મંગેશકર દ્વારા ગાયું છે. જે એ સમયે ખૂબ જ હિટ સાબિત થયું હતું. લતા મંગેશકરના અવાજમાં લાગમાં આવેલું મહેંદી તે વાવી માળવે…મહેંદી રંગ લાગ્યો ફિલ્મનું આ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે.

છાનુ છપનુમાં તેમણે એક રજકણ સૂરજ…ગાઈને દિલ જીતી લીધા હતા તો પારકી થાપણમાં બેના રે….ગીત ખુબ પોપ્યુલર થયુ હતુ. લાલવાડી ફુલવાડીમાં ધરી કંકુ કંકણ…અને જનમ જનમના સાથીમાં જોય જોય થાકી…સુપર ડુપર હીટ ગીત છે. જયશ્રી યમુના મંથનમાં..યમુનાષ્ટક ગાઈને લતાજીએ ગુજરાતી ગીત સંગીતને એક નવો આયામ આપી દીધો છે.

તો એટલા માટે લગ્ન ના કરી શક્યા લતાજી? આ ક્રિકેટરને કર્યો હતો પ્રેમ પરંતુ રહી ગયો અધૂરો..

આ સિવાય લતા મંગેશકરે માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજોર …, દીકરી તો પારકી થાપણ કહેવાય …,વૈષ્ણવ જનતો …, હે કાનુડા તોરી ગોવાલણ…,હંસલા હાલો ને હવે મોતીડા નહિ રે જડે… જેવા લોકપ્રીય ગીતો, ભજનો, પ્રભાતિયાનો સમાવેશ થાય છે. ગુજરાતી ભાષા સિવાય પણ લત્તા મંગેશકરે મલયાલમ, તેલુગુ, તમિલ, કન્નડા, ઓડિયા, આસમીસ, પંજાબી, બંગાળી, ભોજપુરી, નેપાળી, ઉર્દુ, અંગ્રેજી, કોંકણી, તુલુ, મરાઠી અને મણીપુરી ભાષામાં પણ ગીતો ગાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More