Home> Entertainment
Advertisement
Prev
Next

Laila Majnu trailer: નવોદિતોની જબરદસ્ત એક્ટિંગ અને કાશ્મીરની સુંદરતાનો જાદૂ

ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલી અને એકતા કપૂરે જ્યારે ‘લૈલા મજનૂ’નું એલાન કર્યું હતું ત્યારે બધાના મનમાં શંકા હતી કે આ અત્યંત જુની અને ચવાઈ ગયેલી વાર્તાને તેઓ કઈ રીતે ન્યાય આપશે?

Laila Majnu trailer: નવોદિતોની જબરદસ્ત એક્ટિંગ અને કાશ્મીરની સુંદરતાનો જાદૂ

મુંબઈ : જ્યારે કોઈ ફિલ્મમેકર ટ્રેડિશનલ સ્ટોરી પરથી ફિલ્મ બનાવે છે ત્યારે તેની સામે મોટો પડકાર  હોય છે આજના પરિપ્રેક્ષ્યમાં વાર્તાને એવી રીતે રજૂ કરવી કે એની સ્ટાઇલ જળવાઈ રહે. ફિલ્મમેકર ઇમ્તિયાઝ અલી અને એકતા કપૂરે જ્યારે ‘લૈલા મજનૂ’નું એલાન કર્યું હતું ત્યારે બધાના મનમાં શંકા હતી કે આ અત્યંત જુની અને ચવાઈ ગયેલી વાર્તાને તેઓ કઈ રીતે ન્યાય આપશે?

આજે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે જે જોયા પછી લાગે છે કે ઇમ્તિયાઝ અલી અને એકતા કપૂરે ફિલ્મમાં કાશ્મીરની સુંદરતા અને ત્યાંના વાતાવરણનો રંગ ભરીને એને અલગ દેખાડવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મની વાર્તા યુવાન પ્રેમીઓની ચર્ચાથી શરૂ થાય છે અને પછી તેમનો સંઘર્ષ જોઈને દર્શકોની આંખ ભીની થઈ જશે. 

ફિલ્મ ‘લૈલા મજનૂ’માં અવિનાશ તિવારી અને ત્રિપતી ડિમરે મુખ્ય રોલ ભજવતા જોવા મળી રહ્યા છે. આ બંનેની પહેલી ફિલ્મ છે પણ તેમની એક્ટિંગમાં ગજબની તાજગી છે. બંને કલાકાર ટ્રેલરમાં સારા લાગે છે અને તેમની કેમિસ્ટ્રી ગજબની છે. ફિલ્મનું ડિરેક્શન સજ્જાદ અલીએ કર્યુ છે અને એને સપ્ટેમ્બરમાં રિલીઝ કરવામાં આવશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More