Home> Entertainment
Advertisement
Prev
Next

OSCARS 2019 : પહેલીવાર ઓસ્કાર મળતા જ રોઈ પડી લેડી ગાગા

Oscars 2019: લેડી ગાગાએ આ અવોર્ડને સહલેખક માર્ક રોનસન, એન્ડ્ર્યુ વ્હાઇટ અને એન્થની રોસોમાંડો સાથે શેયર કર્યો છે

OSCARS 2019 : પહેલીવાર ઓસ્કાર મળતા જ રોઈ પડી લેડી ગાગા

નવી દિલ્હી : પોપ સુપરસ્ટાર લેડી ગાગાને ‘અ સ્ટાર ઇઝ બોર્ન’ના ‘શૈલો’ ગીતે માટે બેસ્ટ ઓરિજિનલ સોંગના ઓસ્કાર અવોર્ડથી નવાજવામાં આવી છે. ગાગાનો આ પહેલો ઓસ્કાર અવોર્ડ છે. ગાગાએ આ અવોર્ડને સહલેખક માર્ક રોનસન, એન્ડ્ર્યુ વ્હાઇટ અને એન્થની રોસોમાંડો સાથે શેયર કર્યો છે.

fallbacks

આ પુરસ્કારને સ્વીકારતી વખતે લેડી ગાગા બહુ ભાવુક થઈ ગઈ હતી અને તેની આંખમાંથી આંસું વહેવા લાગ્યા હતા. તેણે એકેડમીની સાથેસાથે પોતાના સહલેખકો અને પરિવારનો આભાર માન્યો હતો. ગાગાએ પોતાના સહ અભિનેતા અને ડિરેક્ટર બ્રેડલી કુપરનો તેના પર વિશ્વાસ મુકવા બદલ આભાર માન્યો છે. 

‘કોશ્ચ્યુમ ડિઝાઇન’ની શ્રેણીમાં OSCAR AWARD જીતનારી પહેલી અશ્વેત મહિલા બની રૂથ કાર્ટર

લેડી ગાગાએ કહ્યું હતું જો તમે મને અત્યારે જોઈ રહ્યા છો તો મારે એ જ કહેવું છે કે આ મારા લાંબા સમયથી કરવામાં આવેલી મહેનતનું પરિણામ છે. આ માત્ર જીતવા વિશે નથી પણ એ વિશે છે જેણે પોતાના સપનાનો સાથ નથી છોડ્યો. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More