Home> Entertainment
Advertisement
Prev
Next

કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર બાદ હવે કિકુ શારદા અને ક્રિષ્ના અભિષેક વચ્ચે થઈ લાફાવાળી, થપ્પડ મારતો video વાયરલ

The Great Indian Kapil Show: કિકુ શારદાએ કૃષ્ણા અભિષેક સાથેનો પોતાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં કીકુ શારદા કૃષ્ણા પાસે એક પેન માંગે છે. કૃષ્ણા અભિષેક કીકુ શારદાને પેન આપતા પહેલા બે થપ્પડ મારી લે છે... કૃષ્ણા અભિષેકે કીકુને થપ્પડ શા માટે મારી તે જાણવા આ વીડિયો જોવો પડશે.

કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર બાદ હવે કિકુ શારદા અને ક્રિષ્ના અભિષેક વચ્ચે થઈ લાફાવાળી, થપ્પડ મારતો video વાયરલ

The Great Indian Kapil Show: તાજેતરમાં જ કપિલ શર્માએ પોતાની ટીમ સાથે નેટફ્લિક્સ પર કોમેડી શો ફરીથી શરૂ કર્યો છે. ઘણા વર્ષો પછી કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર આ વખતે સાથે જોવા મળી રહ્યા છે. કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે થયેલી અનબનના કારણે બંને વર્ષો સુધી અલગ અલગ રહ્યા. માથાકૂટના કારણે સુનિલ ગ્રોવરે કપિલ શર્માનો શો પણ છોડી દીધો. હવે આ વખતે સુનિલ ગ્રોવર સાથે કપિલ શર્માનું પેચ અપ થઈ ગયું છે તો આ કોમેડી શોના બે એક્ટ્રેસ વચ્ચે માથાકૂટ થઈ ગઈ છે... 

આ પણ વાંચો: "મારી એક જ દિશા..." ટાઈગર શ્રોફે રિલેશનશીપ અંગે કરી દીધો મોટો ખુલાસો, જાણો શું કહ્યુ

જે બે કલાકારોની વાત થઈ રહી છે તે છે કૃષ્ણા અભિષેક અને કીકુ શારદા. આ બંને કલાકારો વચ્ચે બધું જ બરાબર હતું પરંતુ તાજેતરમાં તેમનો એક એવો વિડિયો વાયરલ થયો છે જેના કારણે લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. 

કપિલ શર્માએ તેની ટીમ સાથે ઓટીટી પ્લેટફોર્મ પર શો શરૂ કર્યો છે. આ શોના બે એપિસોડ સ્ટ્રીમ થઈ ચૂક્યા છે. શોના પહેલા એપિસોડમાં રણવીર કપૂર પોતાની માતા અને બહેન સાથે પહોંચ્યો હતો. જ્યારે બીજા એપિસોડમાં રોહિત શર્મા અને શ્રેયસ ઐયર જોવા મળ્યા હતા. 

આ પણ વાંચો: ફ્લાવર નહીં ફાયર છે પુષ્પા 2 નું ટીઝર, અલ્લુ અર્જુનનું તાંડવ જોઈ રુંવાડા થઈ જાશે ઉભા

કપિલ શર્માના શોમાં આ વખતે સુનિલ ગ્રોવરની સાથે કીકુ શારદા અને કૃષ્ણા અભિષેક પણ છે. જોકે આ બંને કલાકારોનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં કૃષ્ણા અભિષેક કીકુ શારદાને જોરદાર થપ્પડ મારતો જોવા મળે છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kiku Sharda (@kikusharda)

મામલો એવો છે કે કિકુ શારદાએ કૃષ્ણા અભિષેક સાથેનો પોતાનો એક ફની વીડિયો શેર કર્યો છે. જેમાં ક્રિષ્ના અભિષેક દુકાનદાર છે અને કીકુ એક ગ્રાહક બનીને તેની પાસે પેન માંગે છે. કૃષ્ણા અભિષેક તેને બે થપ્પડ મારીને પેન આપે છે. તેણે થપ્પડ શા માટે મારી તે જાણવા તમારે આ વીડિયો જોવો પડશે. આ ફની વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More