Home> Entertainment
Advertisement
Prev
Next

Kriti Sanon Dating: પ્રભાસનું આ એક્ટ્રેસ સાથે લફરું, જેનું પહેલા બે એક્ટર સાથે જોડાયુ હતું નામ, એક તો હયાત નથી

બોલિવુડ એક્ટ્રેસ ક્રિતિ સેનન સતત ચર્ચામાં રહેતી સ્ટાર છે. તેનું નામ કોઈને કોઈ એક્ટર સાથે જોડાતુ રહે છે. પરંતુ તે આખે કોને ડેટ કરે છે તે ક્યારેય જાહેર કરતી નથી. તેના અફેરના ખબર આવતા રહે છે. હવે ક્રિતિ સેનન પોતાની આગામી ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. પરંતુ તે વચ્ચે તે પોતાના અફેરને લઈને ચર્ચામાં છે. હકીકતમાં, ક્રિતિ સેનન અને સાઉથના સુપરસ્ટાર પ્રભાસ વચ્ચે અફેરના ખબર આવ્યા છે. 

Kriti Sanon Dating: પ્રભાસનું આ એક્ટ્રેસ સાથે લફરું, જેનું પહેલા બે એક્ટર સાથે જોડાયુ હતું નામ, એક તો હયાત નથી
Updated: Sep 18, 2022, 02:04 PM IST

Kriti Sanon Dating Rumour: બોલિવુડ એક્ટ્રેસ ક્રિતિ સેનન સતત ચર્ચામાં રહેતી સ્ટાર છે. તેનું નામ કોઈને કોઈ એક્ટર સાથે જોડાતુ રહે છે. પરંતુ તે આખે કોને ડેટ કરે છે તે ક્યારેય જાહેર કરતી નથી. તેના અફેરના ખબર આવતા રહે છે. હવે ક્રિતિ સેનન પોતાની આગામી ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. પરંતુ તે વચ્ચે તે પોતાના અફેરને લઈને ચર્ચામાં છે. હકીકતમાં, ક્રિતિ સેનન અને સાઉથના સુપરસ્ટાર પ્રભાસ વચ્ચે અફેરના ખબર આવ્યા છે. 

પ્રભાસ સાથે અફેરની ચર્ચા

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને ક્રિતિ સેનન એકબીજાને ડેટ કરતા હોવાની ચર્ચા તેજીથી ફેલાઈ રહી છે. જ્યારે ક્રિતિ સેનનને કોફી વિથ કરણ-7માં ભાગ લેવાનો મોકો મળ્યો અને એક ગેમ રાઉન્ડમાં તેને સૌથી પહેલા ફોન લગાવવાનું કહેવામા આવ્યું, તો તેણે ફિલ્મ આદિપુરુષના કો-સ્ટાર પ્રભાસને ફોન લગાવ્યો હતો. આ ફોન કોલ પર જે રીતે પ્રભાસે ક્રિતિ સેનનનું નામ લઈને રિએક્શ આપ્યું, અને જે રીતે બંનેએ વાત કરી, તેનાથી તેમના વચ્ચે અફેરની ચર્ચાએ જોર પકડ્યું. ત્યારે આ કપલ વચ્ચે જોડાયેલી કેમેસ્ટ્રી પણ સામે આવી છે.

fallbacks

સેટ પર શરૂ થઈ મિત્રતા
બોલિવુડ લાઈફના ખબર અનુસાર, ક્રિતિ સેનન અને પ્રભાસ બંને આદિપુરુષના સેટ પર એકબીજાના બહુ જ જલ્દી મિત્ર બની ગયા. સેટ પર લોકો વિચારમા મૂકાયા કે, શરમીલા પ્રભાસે કેવી રીતે આટલી જલ્દી ક્રિતિ સેનન સાથે મિત્રતા કરી અને તેની સાથે વાત કરવા લાગ્યો. બંને વચ્ચે ખાસ પ્રકારનું બોન્ડિંગ પણ જોવા મળ્યું. હવે લાગે છે કે, તેઓ લોકોની સામે ખુલીને આગળ વધી રહ્યાં છે. પ્રભાસ અને ક્રિતિ સેનનને એકબીજા સાથે સમય પસાર કરવો વધુ ગમે છે. તેઓ ક્રિએટિવલી પણ પોતાની પહેલી ફિલ્મ સાથે જોડાયેલા છે. તેઓ દરેક સીન પર એકબીજાનું એપ્રુવલ પણ લે છે. 

fallbacks
 
શુટિંગ થયા બાદ કલાકો વાતો કરે છે
સૂત્રોએ જણાવ્યું કે, જે આદિપુરુષનું શુટિંગ પૂરુ થાય છે, તો બંને વચ્ચે વાતો શરૂ થઈ જાય છે. બંને એકબીજાને ફોન અને મેસેજ દ્વારા કનેક્શનમાં રાખે છે. જેનાથી સાબિત થાય છે કે, બંને એકબીજાને મળે છે. જોકે, બંને રિલેશનમાં છે તેવુ કહેવુ થોડુ જલ્દી રહેશે. 

ક્રિતિ સેનનના પહેલાના અફેર
એવુ નથી કે પ્રભાસનું નામ ક્રિતિ સેનન સાથે સૌથી પહેલા જોડાયું છે. સૌથી પહેલા દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે ક્રિતિ સેનનનું નામ જોડાયુ હતું. બંનેએ રાબતા ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું. તેના બાદ બંને અલગ થયા હતા. તો બાદમાં ક્રિતિ સેનનનુ નામ કાર્તિક આર્યન સાથે જોડાયુ હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે