Home> Entertainment
Advertisement
Prev
Next

માથું, ગરદન, આંખ સહિત અનેક ભાગોમાં શબાનાને પહોંચી ઈજા, જાણો લેટેસ્ટ હેલ્થ અપડેટ

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં શનિવારે થયેલા એક રોડ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા બોલિવુડ એક્ટ્રેસ શબાના આઝમી (Shabana Azmi) ઘાયલ થયા હતા. શબાના આઝમીની કાર મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર ખાલાપુર પાસે દુર્ઘટનાગ્રસ્ત બની હતી. જેના બાદ તેઓને સારવાર માટે મુંબઈના કમોઠે સ્થિત મહાત્મા ગાંધી મિશન મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બાદમાં તેઓને મેડિકેર માટે અંધેરીની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં રિફર કરાયા હતા. તેઓના માથા, ગરદનની સર્વાઈકલ સ્પાઈન, ચહેરો તથા ડાબી આંખ પર ઈજા પહોંચી છે. પરંતુ મીડિયા રિપોર્ટસ અનુસાર, હવે તેમની તબિયત સ્થિર છે. તેમની હાલતમાં તેજીથી સુધાર આવી રહ્યો છે.

માથું, ગરદન, આંખ સહિત અનેક ભાગોમાં શબાનાને પહોંચી ઈજા, જાણો લેટેસ્ટ હેલ્થ અપડેટ

મુંબઈ :મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં શનિવારે થયેલા એક રોડ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા બોલિવુડ એક્ટ્રેસ શબાના આઝમી (Shabana Azmi) ઘાયલ થયા હતા. શબાના આઝમીની કાર મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર ખાલાપુર પાસે દુર્ઘટનાગ્રસ્ત બની હતી. જેના બાદ તેઓને સારવાર માટે મુંબઈના કમોઠે સ્થિત મહાત્મા ગાંધી મિશન મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બાદમાં તેઓને મેડિકેર માટે અંધેરીની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં રિફર કરાયા હતા. તેઓના માથા, ગરદનની સર્વાઈકલ સ્પાઈન, ચહેરો તથા ડાબી આંખ પર ઈજા પહોંચી છે. પરંતુ મીડિયા રિપોર્ટસ અનુસાર, હવે તેમની તબિયત સ્થિર છે. તેમની હાલતમાં તેજીથી સુધાર આવી રહ્યો છે.

હળાહળ કળીયુગ!! સગા ભાઈ-બહેન વચ્ચે પાંગરેલા અનૈતિક સંબંધોનું પરિણામ હતું સુરતમાં મળેલી બાળકી

હાઈવે પોલીસની ટીમના પોલીસ કર્મચારી બાબાસાહેબે ન્યૂઝ એજન્સી આઈએએનએસને જણાવ્યું કે, શરૂઆતની તપાસમાં માલૂમ પડ્યું કે, કારમાં અભિનેત્રીની સાથે તેમના પતિ અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કવિ-ગીતકાર જાવેદ અખ્તર પણ મુસાફરી કરી રહ્યા હતા. તેમની કાર ગઈકાલે સાંજે અંદાજે 4.15 કલાકે મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર ટ્રક સાથે ટકરાઈ હતી. ઘાયલ શબાના આઝમીને કારમાંથી બહાર કાઢીને રસ્તા પર બેસાડવામાં આવ્યા હતા અને તરત નવી મુંબઈની એમજીએમ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. 

શબાના આઝમીના અકસ્માત બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કર્યું, PM મોદીએ શબાના આઝમી ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના છે. તેમના આ સમાચારથી વ્યથિત છું. તેઓ જલ્દી જ સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. તો બીજી તરફ, અકસ્માતના સમાચાર બાદ બોલિવુડમાં પણ ચહલપહલ જોવા મળી. અનેક બોલિવુડ સ્ટાર્સ શબાનાને મળવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા.  

સવાર-સવારમાં લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માત, 5ના મોત અને 5 ઘાયલ

શબાના આઝમીના ડ્રાઇવર સામે ફરિયાદ દાખલ 
આ બનાવ બાદ શબાના આઝમીના ડ્રાઇવર સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એફઆઈઆર ટ્રક ડ્રાઇવરે દાખલ કરાવી છે, જેની સાથે કારનો અકસ્માત થયો હતો. અકસ્માત બાદ કારની સાથે સાથે ટ્રકના પાછળના ભાગને પણ નુકસાન થયું છે. પોતાની ફરિયાદમાં ટ્રક ડ્રાઇવરે શબાના આઝમીના ડ્રાઇવર અમલેશ કમાત પર ખૂબ ઝડપથી અને જોખમી રીતે કાર ચલાવવાનો આરોપ લગાવ્યો છે. સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કાર ચાલક એક વાહનને ઑવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, આ સમયે જ કાર ટ્રક સાથે અથડાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More