Home> Entertainment
Advertisement
Prev
Next

બંગાળની આ ધુરંધર અભિનેત્રીનું મૃત્યુ, બોલિવૂડ સાથે હતું ખાસ કનેક્શન

અવસાન પછી પશ્ચિમ બંગાળના ચીફ મિનિસ્ટર મમતા બેનરજીએ ટ્વિટર પર શોકસંદેશ શેયર કર્યો છે. 

બંગાળની આ ધુરંધર અભિનેત્રીનું મૃત્યુ, બોલિવૂડ સાથે હતું ખાસ કનેક્શન

મુંબઈ : બંગાળના જાણીતા સિંગર અને એક્ટર રૂમા ગુહા ઠાકુર્તાનું 84 વર્ષની વયે આજે સવારે તેમના કોલકાતા ખાતેના નિવાસસ્થાને અવસાન થયું છે. તેઓ વયને કારણે આવતી શારીરિક સમસ્યાઓથી પીડાતા હતા. તેઓ ગણશત્રુ (1989) અને અભિજાન (1962) જેવી સત્યજિત રાયની ફિલ્મોને કારણે લોકપ્રિય બન્યા હતા.  તેઓ સત્યજિત રાયના ભાણેજ પણ હતા.

fallbacksરૂમા ગુહા રિયલ લાઇફમાં લોકપ્રિય ગાયક કિશોર કુમારના પહેલા પત્ની હતા અને તેમણે આ લગ્નજીવનના અંત પછી બીજા લગ્ન કર્યા હતા. રૂમા ગુહા ઠાકુર્તા હાલમાં તેના દીકરા અમિત કુમાર સાથે ત્રણ મહિના રહીને કોલકાતા પરત આવ્યા હતા. રૂમા ગુહાના બીજા દિકરા અયાને તેમના મૃત્યુના સમાચારને સત્તાવાર રીતે જાહેર કર્યા છે. તેમણે કહ્યું છે કે તેમનું વહેલી સવારે 6 અને 6.15 વચ્ચે નિંદરમાં જ અવસાન થઈ ગયું છે. 

કિશોર કુમારે ચાર લગ્ન કર્યા હતાં. કિશોર કુમારે પોતાના પ્રથમ લગ્ન 21 વર્ષની વયે જ કરી લીધા હતાં. તેમની પ્રથમ પત્ની બન્યા બંગાળી ફિલ્મોના વિખ્યાત અભિનેત્રી અને ગાયિકા રૂમા ગુહા ઠાકુર્તા. તેમણે અમિત કુમારને જન્મ આપ્યો હતો પરંતુ લગ્નના આઠ વર્ષ બાદ બન્નેના છૂટાછેડા થઇ ગયા. 

રોમા ગુહા ઠાકુર્તાના અવસાન પછી પશ્ચિમ બંગાળના ચીફ મિનિસ્ટર મમતા બેનરજીએ ટ્વિટર પર શોકસંદેશ શેયર કર્યો છે. તેમણે પર્સનલ અસિસ્ટન્ટ, દાદર કીર્તિ, 36 ચોરંઘી લેન, અગુન, વ્હીલ ચેર, ઇન્દ્રજિત અને સંઘર્ષ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ મીરા નાયરની ધ નેમસેકમાં પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મ રૂમાનો છેલ્લો પ્રોજેક્ટ હતો. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More