Home> Entertainment
Advertisement
Prev
Next

પરિણીતિની ફિલ્મ 'ધ ગર્લ ઓન ધ ટ્રેન'માં આ અભિનેત્રીની થઈ એન્ટ્રી, લંડનમાં શરૂ થશે શૂટિંગ

કીર્તિએ કહ્યું કે, રિભુ દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં કામ કરવો સારો અનુભવ છે અને વેસ સિરીઝ 'બોર્ડ ઓફ બ્લડ' બાદ હું તેમની સાથે બીજી ફિલ્મમાં કામ કરી રહી છે.
 

પરિણીતિની ફિલ્મ 'ધ ગર્લ ઓન ધ ટ્રેન'માં આ અભિનેત્રીની થઈ એન્ટ્રી, લંડનમાં શરૂ થશે શૂટિંગ

નવી દિલ્હીઃ બોલીવુડમાં રીમેક ફિલ્મનો સમય ચાલી રહ્યો છે. આ કડીમાં હોલીવુડ ફિલ્મ 'ધ ગર્લ ઓન ધ ટ્રેન'નું નામ પણ જોડાઇ ગયું છે, જેની હિન્દી રીમેક બનાવવામાં આવી રહી છે. ફિલ્મની સ્ટાર કાસ્ટમાં અભિનેત્રી કીર્તિ કુલ્હારીનું નામ પણ જોડાઇ ગયું છે. રિભુ દાસગુપ્તા દિગ્દર્શિત ફિલ્મમાં કીર્તિ બ્રિટિશ પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં લીડ રોલમાં અભિનેત્રી પરિણીતિ ચોપડાને કાસ્ટ કરવામાં આવી છે. 

કીર્તિએ કહ્યું કે, રિભુ દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં કામ કરવો સારો અનુભવ છે અને વેસ સિરીઝ 'બોર્ડ ઓફ બ્લડ' બાદ હું તેમની સાથે બીજી ફિલ્મમાં કામ કરી રહી છે. અમારી વચ્ચે સારા સંબંધ છે. આ ફિલ્મમાં હું તેમની સાથે કામ કરવા માટે ઉત્સુક છું. 

એક સૂત્ર પ્રમાણે, કીર્તિ 15 ઓગસ્ટે લંડન માટે રવાના થશે, જે દિવસે તેની ફિલ્મ 'મિશન મંગલ' રિલીઝ થઈ રહી છે. મહિના ભરના શૂટિંગ શેડ્યૂલ માટે તે 16 ઓગસ્ટે ફિલ્મના અન્ય કલાકારો સાથે જોડાઇ જશે. 'ધ ગર્લ ઓન ધ ટ્રેન'ની કહાની પાઉલા હોકિન્સ લેખિત આ નામના ઉપન્યાસની કહાની પર આધારિત છે. 

વાંચો બોલીવુડના અન્ય સમાચાર
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More