Home> Entertainment
Advertisement
Prev
Next

ખુશી કપૂર શાહરૂખ ખાનના પુત્ર આર્યન સાથે નહીં પણ આ 'હિરો' સાથે કરશે ડેબ્યૂ

ખુશી કપૂર બહેન જ્હાન્વી કપૂર બાદ બોલીવુડમાં ડેબ્યૂ કરવા માટે તલપાપડ છે. બોલીવુડ સ્ટાર કિડ્સ માટે ગોડ ફાધર કહેવાતા કરણ જોહર આ માટે તૈયાર પણ છે. પરંતુ ખુશી કપૂર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે નહીં પરંતુ સ્ટાર કિડ અહાન પાંડે સાથે ડેબ્યૂ કરવાની ઇચ્છા કરી રહી છે

ખુશી કપૂર શાહરૂખ ખાનના પુત્ર આર્યન સાથે નહીં પણ આ 'હિરો' સાથે કરશે ડેબ્યૂ

નવી દિલ્હી : બોલીવુડમાં આ દિવસોમાં સ્ટાર કિડ્સના ડેબ્યૂનો સિલસિલો ચાલી રહ્યો છે. ગત વર્ષના પ્રારંભે શ્રીદેવી પુત્રી જ્હાન્વી કપૂરે ડેબ્યૂ કર્યું તો વર્ષના અંતમાં સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાને બોલીવુડમાં જોરદાર એન્ટ્રી કરી પરંતુ હવે ડેબ્યૂ પહેલા સોશિયલ મીડિયામાં છવાઇ ગયેલી સ્ટાર કિડ્સ ખુશી કપૂરે એક મોટો ખુલાસો કરી સૌને ચોંકાવી દીધા છે.

fallbacks 

(ફોટો સાભાર : ઇન્સ્ટાગ્રામ, ખુશી કપૂર)
ખુશી કપૂરના ડેબ્યૂને લઇને અત્યાર સુધીમાં એ ચર્ચા હતી કે તેણી બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે બોલીવુડમાં એન્ટ્રી કરશે. જે મામલે સ્ટાર કિડ્સના ગોડ ફાધર ગણાતા કરણ જોહરે મહોર પણ લગાવી હતી. જેને લઇને એવી અટકળો તેજ બની હતી કે ખુશી કપૂર અને શાહરૂખ ખાનના પુત્ર આર્યન એક સાથે બોલીવુડમાં ડેબ્યૂ કરશે. પરંતુ ખુશી હાલમાં બહેન જ્હાન્વી સાથે એક શો પર ગઇ હતી અને તેણીએ જે ખુલાસો કર્યો એ ચોંકાવનારો છે. 

fallbacks

(ફોટો સાભાર : ઇન્સ્ટાગ્રામ, અહાન પાંડે )
નેહાએ ખુશીને ડેબ્યૂ અંગે સવાલ કર્યો તો તેણીએ જે જવાબ આપ્યો તેનાથી સૌ કોઇ ચોંકી ગયા. નેહાએ ખુશી સામે શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન, ચંકી પાંડેના ભત્રીજા અહાન પાંડે, જાવેદ જાફરીના પુત્ર મજાન જાફરીના ત્રણ નામ મુક્યા હતા. ખુશીએ આ સવાલ પર જવાબ આપતાં તેણીએ ચંકી પાંડેના ભત્રીજા અહાન પાંડે સાથે ડેબ્યૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. સાથોસાથ ખુશીએ એ પણ કહ્યું કે, તેણીના પહેલા કો સ્ટાર પસંદગી માટે પહેલી સહમતી પાપા બોની કપૂરે આપવાની રહેશે. પરંતુ જો પાપાને આ પસંદ નહીં આવે તો પણ તેણી આ માટે તેમને મનાવી લેશે. ખુશીનું માનવું છે કે, તે પોતાના પાપાની માનીતી છે અને એટલા માટે તેણી એમને મનાવી શકશે.

બોલીવુડ ન્યૂઝ જાણો, એક ક્લિક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More