Home> Entertainment
Advertisement
Prev
Next

કરણ જોહરના ઘરે થયેલી પાર્ટી મામલે NCBમા ફરિયાદ દાખલ, દીપિકા, મલાઇકા સહિત અનેક સ્ટાર હતા સામેલ

પત્ર સ્ક્રીનશોટથી ખ્યાલ આવે છે કે તેઓ ઈચ્છે છે, કલાકાર દીપિકા પાદુકોણ, વિક્કી કૌશલ, મલાઇકા અરોડા, વરૂણ ધવન, અર્જુન કપૂર અને શાહિદ કપૂરની પણ પૂછપરછ કરવામાં આવે.

 કરણ જોહરના ઘરે થયેલી પાર્ટી મામલે NCBમા ફરિયાદ દાખલ, દીપિકા, મલાઇકા સહિત અનેક સ્ટાર હતા સામેલ

નવી દિલ્હીઃ પૂર્વ ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ કરણ જોહરના ઘરે થયેલી પાર્ટીની એનસીબીમાં ડ્રગ્સ એંગલની તપાસ કરવા માટે નિવેદન કરતા ફરિયાદ દાખલ કરાવી છે. બોલીવુડના કલાકારોનો એક વીડિયો પાછલા વર્ષે વાયરલ થયો હતો. શિરોમણી અકાલી દળના પૂર્વ ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ બોલીવુડની કથિક નશીલી ડ્રગ્સ પાર્ટીઓની સમસ્યા વિશે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની પાસે એક ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં એજન્સીને તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે કે કરણ જોહરના ઘરે પાછલા વર્ષે ડ્રગ્સ પાર્ટી થઈ હતી. 

એનસીબી પ્રમુખ રાકેશ અસ્થાનાને આપેલા પોતાના પત્રને સોશિયલ મીડિયા પર શેર કરતા સિરસાએ કહ્યુ કે, તેઓ તેમને મળ્યા અને વીડિયોની તપાસ કરવા માટે કર્યું છે. સિરસાએ કહ્યુ, 'હું રાકેશ અસ્થાના @narcoticsbureauat BSF હેડ ક્વાર્ટર દિલ્હીમાં મળ્યો. મેં ફિલ્મ નિર્માતા કરણ જોહર વિરુદ્ધ તપાસ અને કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી અને મુંબઈમાં કરણ જોહરના ઘર પર થયેલી ડ્રગ્સ પાર્ટીના આયોજનના વીડિયોની તપાસ કરવા કહ્યું છે.'

પત્ર સ્ક્રીનશોટથી ખ્યાલ આવે છે કે તેઓ ઈચ્છે છે, કલાકાર દીપિકા પાદુકોણ, વિક્કી કૌશલ, મલાઇકા અરોડા, વરૂણ ધવન, અર્જુન કપૂર અને શાહિદ કપૂરની પણ પૂછપરછ કરવામાં આવે. સિરસાએ પોતાના પત્રમાં તે પણ કહ્યું કે, કલાકારો પાર્ટીમાં ડ્રગ્સનું સેવન કરતા જોવા મળ્યા. પરંતુ વીડિયોમાં કોઈપણ ડ્રગ્સનું સેવન કરતા જોવા મળી રહ્યાં નથી. 

કરણ જોહરે પહેલા સ્પષ્ટ કર્યુ હતુ કે તેના ઘરે કોઈપણ આ પાર્ટીમાં ડ્રગ્સ લઈ રહ્યું નહતું. તેણે કહ્યુ હતું, ઇન્ડસ્ટ્રીના આ સભ્યોને એક મુશ્કેલ સપ્તાહ બાદ એક સારો સમય પસાર કરતા જોવા સારૂ લાગી રહ્યું હતું અને મેં ઈમાનદારીની સાથે આ વીડિયો બનાવ્યો.. જો હું કંઈ કરી રહ્યો હોત તો આ વીડિયોને ડિલીટ કરી દેત... હું બેવકૂફ નથી. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More