Home> Entertainment
Advertisement
Prev
Next

રિયલ લોકોની રિયલ લવ સ્ટોરી... વેલેન્ટાઈન ડેને ખાસ બનાવશે કરણ જોહરની Love Storiyaan, જુઓ ટ્રેલર

Love Storiyaan: આ વર્ષે વેલેન્ટાઇન્સ ડે પર ફિક્શનલ લવ સ્ટોરી નહીં પરંતુ રિયલ લોકોની રીયલ લવ સ્ટોરી સ્ક્રીન પર જોવા મળશે. આ લવ સ્ટોરી એવી હશે જે તમને પણ પ્રેમ પર વિશ્વાસ કરવા માટે મજબૂર કરી દેશે.

રિયલ લોકોની રિયલ લવ સ્ટોરી... વેલેન્ટાઈન ડેને ખાસ બનાવશે કરણ જોહરની Love Storiyaan, જુઓ ટ્રેલર

Love Storiyaan: વેલેન્ટાઇન્સ ડે પર કરણ જોહર લવ સ્ટોરી જોવાનું પસંદ કરતાં દર્શકોને ખાસ ગિફ્ટ આપવા જઈ રહ્યો છે. આ વર્ષે વેલેન્ટાઇન્સ ડે પર ફિક્શનલ લવ સ્ટોરી નહીં પરંતુ રિયલ લોકોની રીયલ લવ સ્ટોરી સ્ક્રીન પર જોવા મળશે. આ લવ સ્ટોરી એવી હશે જે તમને પણ પ્રેમ પર વિશ્વાસ કરવા માટે મજબૂર કરી દેશે. કરન જોહરના ધર્માટીક પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી વેબ સીરીઝ લવ સ્ટોરીયાં વેલેન્ટાઇન્સ ડે પર ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. 

આ પણ વાંચો: પ્રેગ્નન્ટ છે અભિનેત્રી યામી ગૌતમ, 4 મહિના પછી આદિત્ય ધરના ઘરે ગુંજશે કિલકારી

કરણ જોહરની વેબસીરીઝ લવ સ્ટોરીયામાં રીયલ લોકોની રીયલ લવ સ્ટોરી દેખાડવામાં આવશે. આ વેબ સિરીઝની પહેલી ઝલક એટલે કે સિરીઝનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. લવ સ્ટોરીયાના ટ્રેલરની શરૂઆતમાં કરન જોહર જોવા મળે છે. તે પ્રેમ વિશે વાત કરે છે અને પછી ટ્રેલરમાં એક પછી એક કપલની રીયલ લવ સ્ટોરીની એક એક ઝલક દેખાડવામાં આવે છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

આ વેબ સિરીઝમાં ઇન્ટરકાસ્ટ, સેમ જેન્ડર, અમીર ગરીબ, મીડ એજ સેકન્ડ મેરેજ અને સરહદ પારના પ્રેમની ઝલક જોવા મળશે. આ સીરીઝમાં છ રીયલ લવ સ્ટોરી દેખાડવામાં આવશે.

આ પણ વાંચો: 35 વર્ષ જુનું છે સોનમ કપૂરે પહેરેલું આ સુંદર ઘરચોળુ, ઘરચોળા પર કરેલું છે ખાસ વર્ક

કરણ જોહરની અપ કમિંગ વેબ સીરીઝ લવ સ્ટોરીયાં ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન્સ ડેના દિવસે રિલીઝ થશે. લવ સ્ટોરીયા વેબ સિરીઝનું પ્રોડક્શન ધર્માટીક પ્રોડક્શન હાઉસ એ કર્યું છે. આ વેબ સિરીઝમાં કુલ છ એપિસોડ છે. જેમાં છ અલગ અલગ લવ સ્ટોરી દેખાડવામાં આવી છે અને તેનું ડાયરેક્શન અક્ષય ઈંદીકર, અર્ચના ફડકે, કોલિન ડીચુન્હા, હાર્દિક મેહતા, શાજિયા ઈકબાલ અને વિવેક સોનીએ કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More