Home> Entertainment
Advertisement
Prev
Next

500 રૂપિયા કમાનાર કપિલ શર્મા આજે છે 300 કરોડના માલિક, જાણો PCO બૂથથી માંડીને સુપરસ્ટાર બનવા સુધીની સફર

Kapil Sharma Birthday: એક નાનકડા લાફ્ટર શોથી પોતાના શો સુધીની સફર પાર પાડનાર ઇંડસ્ટ્રીના જાણિતા કોમેડિયન કપિલ શર્મા આજે પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ચાલો જણાવીએ પંજાબના અમૃતસરમાં જન્મેલા કપિલ શર્માએ કેવી રીતે પાર પાડી અહીં સુધીની સફર અને બની ગયા સુપરસ્ટાર. 

500 રૂપિયા કમાનાર કપિલ શર્મા આજે છે 300 કરોડના માલિક, જાણો PCO બૂથથી માંડીને સુપરસ્ટાર બનવા સુધીની સફર

Kapil Sharma Birthday Special: આજે ઇંડસ્ટ્રીના જાણિતા કોમેડિયન અને એક્ટર તરીકે પોતાની જોરદાર ઓળખ બનાવનાર કપિલ શર્મા આજે પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. કપિલ શર્માએ ઇંડસ્ટ્રીમાં પોતાની શરૂઆત એક નાનકડા લાફ્ટર શોથી કરી હતી, ત્યારબાદ આજના સમયમાં તે પોતાનો એક મોટો શો 'ધ ગ્રેટ ઇન્ડીયન કપિલ શો' ચલાવી રહ્યા છે, જે તાજેતરમાં જ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થયો છે. આ પહેલાં પણ તે 'ધ કપિલ શર્મા શો'ની ઘણી સિઝન લાવી ચૂક્યા છે. 

Ajay Devgn Birthday: અજય દેવગણને પહેલી મુલાકાતમાં કાજોલ લાગી હતી 'ધમંડી', બંનેએ સાથે ફિલ્મ કરી અને...
લગ્ન પહેલાં જીવનસાથી સાથે આ 3 ટોપિક પર જરૂર ખુલીને કરો વાત, જીવન રહેશે સુખમય

તેમના શોને ખૂબ પસંદ કરવામાં આવે છે. આ ઉપરાંત કપિલ શર્મા ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે. કપિલે છેલ્લે કરીના કપૂર, તબ્બૂ અને કૃતિ સેનન સાથે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ક્રૂ' માં જોવા મળ્યા હતા. ફિલ્મને દર્શકોને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. પરંતુ કપિલ શર્માને અહીં સુધી પહોંચવા માટે કેટલા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે તેના વિશે ખૂબ ઓછા ફેન્સને ખબર છે. ચાલો જાણીએ કે પંજાબના અમૃતસરમાં જન્મેલા કપિલ શર્માના આ સફર વિશે... 

SIP ની આ ટ્રિક બનાવી દેશે કરોડપતિ, જેટલું જલદી રોકાણ શરૂ કરશો એટલો થશે ફાયદો
પરસેવાની ગંધથી પરેશાન છો? પરસેવાની દુર્ગંધને રોકવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય

કપિલ શર્માનો જન્મ
કપિલ શર્માનો જન્મ 2 એપ્રિલ 1981ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. તેમના પિતા જીતેન્દ્ર કુમાર હેડ કોન્સ્ટેબલ હતા અને માતા જાનકી રાની ગૃહિણી હતી. કપિલના એક મોટા ભાઈ અને બહેન પણ છે. કહેવાય છે કે તે બાળપણથી જ ખૂબ જ તોફાની હતો અને તેને ટીવી જોતી વખતે એક્ટર્સની નકલ કરવી ગમતી હતી અને તેના મિત્રો પણ તેને આવું કરવાનું પસંદ કરતા હતા. તે હંમેશા તેની વિચિત્ર હરકતોથી તેના મિત્રો અને અન્ય લોકોને ખૂબ હસાવતો હતો.

1 April 2024: દૂધ-ખાંડ, સોના-ચાંદી, ટામેટા-બટાકા.. જાણો 1 વર્ષમાં કેટલા વધ્યા ભાવ
Automatic SUVs: 10 લાખથી સસ્તી 5 બેસ્ટ ઓટોમેટિક એસયૂવી, Tata અને Hyundai જેવા ઓપ્શન

ગુમાવી પિતાની છત્રછાયા
કપિલ શર્માએ એકદમ નાની ઉંમરમાં પોતાના પિતાને ગુમાવી દીધા હતા. કહેવામાં આવે છે કે તેમના પિતા જિતેન્દ્રને કેન્સર હતું, જેના લીધે તેમનું નિધન થઇ ગયું હતું અને તે સમયે કપિલ ફક્ત 22 વર્ષના હત. પિતાના નિધન બાદ કપિલના પરિવારને આર્થિક સમસ્યાનો સામનો પણ કરવો પડ્યો હતો. જોકે પિતાના મોત બાદ કપિલને પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરીની ઓફર મળી હતી. પરંતુ તેમણે ના પાડી દીધી હતી, કારણ કે તે બાળપણથી જ એક સિંગર બનવા માંગતા હતા, કપિલ પછી થિયેટર્સ સાથે જોડાયા અને ઘણા પ્લેમાં પણ ભાગ લીધો. 

ખેડૂતે એક જ ઝાડ પર ઉગાડી 5 પ્રકારની શાકભાજી, ટ્રેનિંગ લઇને આવકમાં કર્યો ધરખમ વધારો
IPL માં સ્ટાર બન્યા આ 5 બોલર, મયંકે પણ 155.8 KMPH ની ઝડપે બોલ ફેંકી મચાવ્યો આતંક

નાની ઉંમરથી જ શરૂ કર્યું કામ 
કપિલ શર્માએ ખૂબ જ નાની ઉંમરમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેના સંઘર્ષના શરૂઆતના તબક્કામાં તે પીસીઓ બૂથમાં કામ કરતા હતા, જ્યાં તેમને 500 રૂપિયાનો પગાર મળતો હતો. ત્યારબાદ કપિલે દસમું ધોરણ પાસ કર્યું અને એક ટેક્સટાઈલ મિલમાં કામ કરવાનું શરૂ કર્યું, જ્યાં તેને દર મહિને 900 રૂપિયા મળતા હતા. તે પોતાની કમાણી મ્યુઝિક સિસ્ટમમાં રોકતા હતા. ગ્રેજ્યુએશનના અભ્યાસ દરમિયાન કપિલ રજાઓમાં કામની શોધમાં મુંબઈ ગયા હતા, પરંતુ તેમને અમૃતસર પરત ફરવું પડ્યું હતું.

કેટલા દિવસમાં બદલવું જોઇએ RO નું Filter, જો હજુ સુધી કરી રહ્યા છો ભૂલ થઇ જાવ સાવધાન
કરોડપતિ બનવું હોય તો અપનાવો 15x15x15 ની ફોર્મ્યૂલા, રોજ કરો માત્ર 500 રૂ.નું રોકાણ

કપિલ શર્માની નેટવર્થ
તો બીજી તરફ આજના સમયમાં કપિલ શર્માની નેટવર્થની વાત કરીએ તો 500 રૂપિયાથી પોતાની કમાણીની શરૂઆત કરનાર કપિલ શર્મા આજના સમયમાં 300 કરોડની પ્રોપર્ટીના માલિક છે. આજના સમયમાં તેમની પાસે એક આલિશાન ઘર, ગાડીઓ અને કરોડોની ઇનકમવાળો શો છે. તમને જણાવી દઇએ કે The Great Indian Laughter Challenge થી કોમેડીની દુનિયામાં પોતાની શરૂઆત કરનાર અને 'ધ કપિલ શર્મા શો' ની ઘણી સીઝન હોસ્ટ કર્યા બાદ હાલમાં કપિલ શર્મા પોતાના નવા શો કપિલની જીંદગીમાં ટર્નિંગ પોઇન્ટ ત્યારે આવ્યો જ્યારે તેમણે ટીવીના શો 'ધ ગ્રેટ ઇન્ડીયન કપિલ શો' ને હોસ્ટ કરી રહ્યા હતા.  

Sun Transit: 13 એપ્રિલ બાદ બદલાઇ જશે આ 5 રાશિઓનું ભાગ્ય, સૂર્યદેવ કરાવશે બંપર લાભ
ભૂખ્યા પેટે ભીંડાનું પાણી પીશો તો મળશે ગજબના ફાયદા, મોટાપો-ડાયાબિટીસ થઇ જશે ગાયબ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More