Home> Entertainment
Advertisement
Prev
Next

July 2024 OTT Releases: જુલાઈ મહિનામાં કઈ કઈ ફિલ્મો અને સીરીઝ જોઈ શકશો ઘર બેઠા જાણી લો ફટાફટ

July 2024 OTT Releases: જુલાઈ મહિનામાં નેટફ્લિક્સથી લઈને પ્રાઈમ વિડીયો સહિતના અલગ અલગ પ્લેટફોર્મ પર કોમેડી, હોરર અને એક્શન ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. તમે પણ જો નવી ફિલ્મો જોવાની રાહ જોઈ રહ્યા હતા તો જોઈ લો આ લિસ્ટ. 

July 2024 OTT Releases: જુલાઈ મહિનામાં કઈ કઈ ફિલ્મો અને સીરીઝ જોઈ શકશો ઘર બેઠા જાણી લો ફટાફટ
Updated: Jun 29, 2024, 08:35 AM IST

July 2024 OTT Releases: આજના સમયમાં લોકો પાસે મનોરંજનના ઘણા બધા સાધનો છે. ઓટીટી પ્લેટફોર્મના કારણે લોકો ઘરે બેસીને પરિવાર અને મિત્રો સાથે ફિલ્મોનો આનંદ માણી શકે છે. ઓટીટી પ્લેટફોર્મની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ફિલ્મો પણ થિયેટર રિલીઝના થોડા સમયમાં જ ઓટીટી પર રિલીઝ કરી દેવામાં આવે છે. દર મહિને ઓટીટી પ્લેટફોર્મ પર અલગ અલગ ફિલ્મો અને વેબ સીરીઝ રિલીઝ થતી હોય છે. આજે તમને જણાવીએ કે જુલાઈ મહિના પર ઓટીટી પર કઈ કઈ ફિલ્મો અને વેબસરીઝ રિલીઝ થવાની છે. 

જુલાઈ મહિનામાં નેટફ્લિક્સથી લઈને પ્રાઈમ વિડીયો સહિતના અલગ અલગ પ્લેટફોર્મ પર કોમેડી, હોરર અને એક્શન ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. તમે પણ જો નવી ફિલ્મો જોવાની રાહ જોઈ રહ્યા હતા તો જોઈ લો આ લિસ્ટ. 

આ પણ વાંચો: Hina Khan: જાણીતી અભિનેત્રી હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, ત્રીજા સ્ટેજમાં બીમારી

વાઈલ્ડ વાઈલ્ડ પંજાબ 

10 જુલાઈએ નેટફિક્સ પર કોમેડી ફિલ્મ વાઇલ્ડ વાઇલ્ડ પંજાબ રિલીઝ થઈ રહી છે. ફિલ્મી સ્ટોરી એક યુવકના બ્રેકઅપથી શરૂ થાય છે. બ્રેકઅપ પછી તેના ત્રણ મિત્રો તેને ખુશ કરવા માટે પંજાબની ટ્રીપ પ્લાન કરે છે. આ એક કોમેડી ફિલ્મ છે. 

કકુડા 

લગ્ન પછી સોનાક્ષી સિંહાની આ પહેલી ફિલ્મ હશે. આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા રિતેશ દેશમુખ સાથે જોવા મળશે. આ ફિલ્મ એક હોરર કોમેડી ફિલ્મ છે. સોનાક્ષી સિંહાની આ ફિલ્મ 12 જુલાઈએ ઝી5 ઉપર રિલીઝ થશે. 

આ પણ વાંચો: Breast Cancer: હિના ખાન જ નહીં બોલીવુડની આ અભિનેત્રીઓ પણ બની છે બ્રેસ્ટ કેન્સરનો ભોગ

આર્થર ધ કિંગ

જો તમને એડવેન્ચર અને એક્શન ડ્રામા જોવાનો શોખ હોય તો આ ફિલ્મ તમારા માટે છે. આ ફિલ્મ એડવેન્ચર રેસરની સ્ટોરી છે જે એક સ્ટ્રીટ ડોગ અને અડોપ્ટ કરે છે અને તે ઈચ્છે છે કે તેનો કૂતરો પણ તેની સાથે રેસમાં ભાગ લે. આ ફિલ્મ લાયન્સ ગેટ પ્લે પર પાંચ જુલાઈએ રિલીઝ થશે. 

થેન્ક્સ ગિવિંગ 

એકશન-થ્રીલર જોનરની આ ફિલ્મ 13 જુલાઈએ પર નેટફ્લિક્સ રિલીઝ થશે. આ ફિલ્મ એવા હત્યારાની સ્ટોરી છે જે લોકોને મારે છે જે તેનાથી બચવાનો પ્રયત્ન કરે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે