Home> Entertainment
Advertisement
Prev
Next

Video: જાહન્વીએ પૂરી કરી ઇશાનની ઇચ્છા, 'ધડક'ના કો-સ્ટાર કરી 'KISS'

ટીવી શો, ઇવેંટ, સોશિયલ મીડિયા દરેક જગ્યાએ ફિલ્મના આ બે કલાકારો 'ધડક'નું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. આ ઉપરાંત બંને કલાકાર દેશના અલગ-અલગ શહેરોમાં જઇને ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે.

Video: જાહન્વીએ પૂરી કરી ઇશાનની ઇચ્છા, 'ધડક'ના કો-સ્ટાર કરી 'KISS'

નવી દિલ્હી: બોલીવુડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાહન્વી કપૂરની ડેબ્યૂ ફિલ્મ 'ધડક' બનીને તૈયાર થઇ ગઇ છે. ફિલ્મમાં જાહન્વીના અપોઝિટ ઇશાન ખટ્ટર છે. ટીવી શો, ઇવેંટ, સોશિયલ મીડિયા દરેક જગ્યાએ ફિલ્મના આ બે કલાકારો 'ધડક'નું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. આ ઉપરાંત બંને કલાકાર દેશના અલગ-અલગ શહેરોમાં જઇને ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે પ્રમોશન સાથે જોડાયેલો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 

આવો જ એક વીડિયો ફરીથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં જાહન્વી ઇશાનને 'પપ્પી' આપી રહી છે. તમને યાદ હશે કે 'ધડક'ના ટ્રેલરમાં એક સીન છે, જેમાં ઇશાન જાહન્વીને કહે છે કે 'મારે પપ્પી જોઇએ' જેના જવાબમાં જાહન્વી કહે છે કે 'પપ્પી એટલે કુતરાનું બચ્ચું'. હવે ઇશાનને ફિલ્મમાં કયું 'પપ્પી' મળે છે, એ તો ફિલ્મ રિલીજ થયા બાદ ખબર પડશે પરંતુ આ વીડિયોમાં ઇશાનની આ ઇચ્છા જાહન્વીએ પુરી કરી દીધી છે. 

 

Most people say, it’s rare that during promotions there’s a moment so real that it stays with you for life. We strongly disagree. Yesterday @janhvikapoor & @ishaan95 visited the set of India's Best Draamebaaz and were showered with love and surprised with a 'puppy'. A literal puppy! A moment for TV, became a moment in the lives of Madhukar and Parthavi. Ishaan & Janhvi fell in love with this little wonder and decided to take him home. The yet-to-be-named ‘Labrador’ is at his new home today with his older siblings - two feisty cats and we find that just paww-dorable!🐕 #Dhadak . . . . #janhvikapoor #ishaankhatter #ishaan #janhvi #film #promotion #puppy #doggo #bollywood #dogs #instacute #instalove

A post shared by Dharma Productions (@dharmamovies) on

વીડિયોમાં જાહન્વી ખુશી-ખુશી જણાવી રહી છે, 'મધુ (ઇશાન)ને પપ્પી મળી ગઇ છે.' પછી તે ઇશાનને પપ્પી આપે છે. ઇશાન આગળ જણાવે છે કે તેમને આ પપ્પી કેવી રીતે મળી? આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ લાઇક્સ અને શેર મળી રહી છે. તમને જણાવી દઇએ કે ફિલ્મ 20 જુલાઇના રોજ મોટા પડદા પર રિલીજ થશે. ફિલ્મના ડાયરેક્ટર શશાંક ખેતાન છે. ફિલ્મનું નિર્માણ ધર્મા પ્રોડક્શન અને જી સ્ટૂડિયો દ્વારા કરવામાં આવ્યું છે. 'ધડક' સુપરહિટ મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની રીમેક છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More