Home> Entertainment
Advertisement
Prev
Next

‘ધડક’ જોતા જ બોલિવૂડના ટોચના પ્રોડ્યુસરે જાન્હવીને સાઇન કરવાનો લીધો નિર્ણય, જાણો નામ

જાન્હવી કપૂરની પહેલી ફિલ્મ ‘ધડક’ને બોક્સઓફિસ પર સારી એવી સફળતા મળી છે

‘ધડક’ જોતા જ બોલિવૂડના ટોચના પ્રોડ્યુસરે જાન્હવીને સાઇન કરવાનો લીધો નિર્ણય, જાણો નામ

મુંબઈ : જાન્હવી કપૂરની પહેલી ફિલ્મ ‘ધડક’ને બોક્સઓફિસ પર સારી એવી સફળતા મળી છે. આ ફિલ્મમાં લોકોને જાન્હવીની એક્ટિંગ પસંદ પડી છે. ફિલ્મમાં જાન્હવી કપૂરે જબરદસ્ત પર્ફોમન્સ આ્પ્યું છે જેના ભરપુર વખાણ થઈ રહ્યા છે. હવે ખબર પડી છે કે બોની કપૂર દીકરી જાન્હવીની એક્ટિંગથી એટલા પ્રભાવિ થયા છે કે તેણે હવે પોતાની આગામી ફિલ્મમાં જાન્હવીને સાઇન કરવાનો નિર્ણય લીધો છે. 

બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂર તેમજ એક્ટર ઇશાન ખટ્ટરની ફિલ્મ 'ધડક' આ અઠવાડિયે થિયેટર્સમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે પહેલા દિવસે 8.71 કરોડ રૂ. તેમજ બીજા દિવસે11.04 કરોડ રૂ.ની કમાણી કરીને બધાને ચોંકાવી દીધા છે અને હવે પોતાના ત્રીજા દિવસની કમાણીથી 'ધડક' બોક્સઓફિસ પર છવાઈ ગઈ છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે આપેલી માહિતી પ્રમાણે આ ફિલ્મે ત્રીજા દિવસે 13.92 કરોડ રૂ.ની કમાણી કરી છે. આમ, 'ધડક'એ ત્રણ દિવસમાં કુલ 33.67 કરોડ રૂ.ની કમાણી કરી છે. દર્શકોનો પ્રતિભાવ જોઈને લાગે છે કે તેમને જાન્હવી અને ઇશાનની જોડી પસંદ પડી છે. 

આવતા મહિને બોલિવૂડમાં બીજી અનેક નવી ફિલ્મો રિલીઝ થવાની છે આવામાં 'ધડક'નું બોક્સઓફિસ કલેક્શન સ્ટાર્સના ધબકારા વધારી દેશે. 'ધડક' દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી જાન્હવીની પહેલી ફિલ્મ છે અને તે આ ફિલ્મ માટે બહુ ઉત્સાહિત છે. ઇશાનની પણ મેઇનસ્ટ્રીમ સિનેમામાં આ પહેલી ફિલ્મ છે. ફિલ્મ 'ધડક' મધુ (ઇશાન ખટ્ટર) તેમજ પાર્થવી (જાન્હવી કપૂર)ની લવસ્ટોરી છે. ફિલ્મમાં મધુ સામાન્ય પરિવારનો દીકરો છે જ્યારે પાર્થવી વગદાર રાજકારણીની દીકરી. તેમની વચ્ચેની લવસ્ટોરી તેમના જીવનમાં બહુ ઉહાપોહ મચાવીને વળાંક લાવી દે છે. આ ફિલ્મનો અંત ભારે ચોંકાવનારો છે. અંતમાં શું થાય છે એ જાણવા માટે થિયેટર્સ સુધી લાંબું થવું પડશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More