Home> Entertainment
Advertisement
Prev
Next

રિલિઝ થયું‘જબરિયા જોડી’નું ટ્રેલર, VIDEO જોઇને હસી-હસીને થઇ જશો લોથપોથ

આ જોરદાર, જોશપૂર્ણ અને દર્શકોને જોડીને રાખનારી ફિલ્મ છે. અને આ સાથે જ દહેજ અને વરરાજાના અપહરણ સાથે સંબંધિત મુદ્દાઓ પર પણ વાત કરવામાં આવી છે, જે બિહારને અનુરૂપ છે. 
 

રિલિઝ થયું‘જબરિયા જોડી’નું ટ્રેલર, VIDEO જોઇને હસી-હસીને થઇ જશો લોથપોથ

નવી દિલ્હી: બોલીવુડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાણીતી એક્ટ્રસ પરિણીતિ ચોપડાની આગામી ફિલ્મ ‘જબરિયા જોડી’નું ટ્રેલર રિલિઝ થતાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયું છે. ફિલ્મનું ટ્રેલર જોતાની સાથે જ એ કહી શકાય કે, આ એક મજેદાર, જોશપૂર્ણ અને દર્શકોને મૂવી સાથે જોડી રાખનારી ફિલ્મ છે. અને આ સાથે જ દહેજ અને વરરાજાના અપહરણ જેવા મુદ્દાઓ પર પણ વાત કરવામાં આવી છે. જે બિહારને અનુરૂપ છે, આ ફિલ્મનું ટ્રેલર જોઇને લાગી રહ્યું છે, કે આ ફિલ્મ લોકોને હસાવામાં સફળતા મેળવશે. 

વરરાજાનું થશે અપહરણ 
ફિલ્મના નિર્દેશક પ્રશાંત સિંહે કહ્યું કે, ‘ આ વાત સાચી છે કે બિહારમાં વર્ષોથી ચાલી આવતી વસ્તુઓમાં વરરાજાનું અપહરણ પણ એક મુદ્દો છે. લોકો આ વિશે જાણે પણ છે. પરંતુ એ કોઇ નથી જાણતા કે તેમનું અપહરણ ક્યાં કારણે કરવામાં આવે છે. મને લાગે છે, કે લોકોને એ જાણવામાં વધારે રુચી થશે, કે આવપં કેમ થાય છે. તેમણે વધુમાં કહ્યું કે, સામાન્ય રીતે વરરાજા જો વધારે દહેજની માંગણી કરે તો તેનું અપહરણ કરી લેવામાં આવે છે. આ દહેજ વિરોધી છે અને અમે આ ફિલ્મને એક દમ હાસ્યસ્પ્રદ અંદાજમાં રજૂ કરી છે.

‘કબીર સિંહ’ની હીરોઇનને ડેટ કરી રહ્યો છે સિદ્ધાર્થ? કહ્યું- આ વાતની મજાક ઉડાવે છે કિયારા

ફિલ્મના ટ્રેલર લોન્ચીંગ સમયે તમામ સ્ટાર કાસ્ટ અને ક્રુ પણ હાજર રહ્યા હતા. જેમાં પરિણીતિ ચોપડા, જાવેદ જાફરી અને ચંદન રોય પણ સામેલ થયા હતા. આ ફિલ્મ 2 ઓગસ્ટે રીલિઝ થશે. મહત્વનું છે, કે સિદ્ધાર્થની છેલ્લી ફિલ્મ ‘અય્યારી’ બોક્સ ઓફિસ પર વધારે કમાણી કરવામાં નિષ્ફળ રહી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More