Home> Entertainment
Advertisement
Prev
Next

આજથી 60 વર્ષ પહેલા લખાયું હતું; 'એ મેરે વતન કે લોગો', સિગારેટના પેકેટ પર લખી હતી લાઈનો, જાણો રસપ્રદ કહાની

Ae Mere Watan Ke logo Song: આ ગીત 1963માં લખાયું હતું. આ વર્ષે તેને 60 વર્ષ પૂર્ણ થયા છે. કવિ પ્રદીપ તેના સંગીતકાર હતા અને તે સ્વર કોકિલા લતા મંગેશકરે ગાયું હતું.

આજથી 60 વર્ષ પહેલા લખાયું હતું; 'એ મેરે વતન કે લોગો', સિગારેટના પેકેટ પર લખી હતી લાઈનો, જાણો રસપ્રદ કહાની

Independence Day Special:  દેશ આઝાદીની બીજી વર્ષગાંઠ ઉજવવા માટે તૈયાર છે. આજની પેઢીએ એ સ્વાતંત્ર્ય સંગ્રામ ભલે ન જોયો હોય, પરંતુ આપણે હિન્દી સિનેમાની દેશભક્તિની ફિલ્મોમાં ઘણી હદ સુધી તેનો અનુભવ કર્યો છે. સાથે જ દેશભક્તિની ભાવનાથી ભરેલા ગીતો આપણને આઝાદીનું મહત્વ પણ સારી રીતે સમજાવે છે. આવું જ એક ગીત છે 'એ મેરે વતન કે લોગો'. જેણે આજે પણ સાંભળીએ તો આંખો ભીની થઈ જાય, આઝાદીને સમર્પિત આ ગીત આઝાદીની લડાઈ અને આપણા શહીદોના બલિદાનને આજે પણ રૂવાટા ઉભા કરી દે છે. પરંતુ આ ગીતના નિર્માણ પાછળની વાર્તા પણ રસપ્રદ છે.

'પાકિસ્તાન તો શું, બધા દેશો ભેગા મળીને હુમલો કરે તો પણ..' ગાંધીનગરમાં શાહની ગર્જના!

કવિ પ્રદીપે લખ્યું, લતા મંગેશકરે ગાયું
આ ગીત 1963માં લખાયું હતું. તે અર્થમાં આ વર્ષે તેને 60 વર્ષ પૂર્ણ થયા છે. કવિ પ્રદીપ તેના લેખક હતા. 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું હતું. જેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ યુદ્ધ પછી પ્રજાસત્તાક દિને દિલ્હીમાં યોજાનારી ઉજવણી માટે કવિ પ્રદીપને ખાસ વિનંતી કરવામાં આવી હતી. જેણે તેમણે ખુબ લખ્યું અને સ્વર આપ્યો કોકિલ કંઠી લતા મંગેશકરે. જ્યારે તેમણે દિલ્હીના નેશનલ સ્ટેડિયમમાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સામે આ ગીત ગાયું ત્યારે આખું સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઊઠ્યું અને તેમની આંખોમાંથી આંસુ વહી ગયા. તે પહેલીવાર 26 જાન્યુઆરી 1963ના રોજ ગાયું હતું.

VIDEO: અમદાવાદમાં ટાયર કિલર બમ્પનો ફીયાસ્કો! માત્ર 10 દિવસમાં જ બમ્પની સ્પ્રિંગ તૂટી

સમુદ્ર કિનારે ફરતા ફરતા કવિ પ્રદીપે લખ્યું આ ગીત
કહેવાય છે કે જ્યારે કવિ પ્રદીપને દેશભક્તિથી ભરપૂર ગીત લખવાનું કામ સોંપવામાં આવ્યું ત્યારે તેઓ આ બાબતે ખૂબ જ ગંભીર હતા. એક દિવસ તે દરિયા કિનારે ફરતી વખતે મોજા જોઈ રહ્યા હતા, ત્યારે તેમના મગજમાં કેટલીક પંક્તિઓ આવી અને વિલંબ કર્યા વિના તેમણે તે પંક્તિઓ ત્યાં લખી નાખી. પરંતુ પેપર ત્યાં નહોતા. આથી તેમણે આ ગીતની શરૂઆતની પંક્તિઓ સિગારેટની પેટીની અંદર રહેલા કાગળ પર લખી હતી. બાકી ગીત બન્યા બાદ આ ગીતે શું ઈતિહાસ રચ્યો તે કહેવાની જરૂર નથી.

શું બાલ્કની કે છત પર ફરકાવી શકો તિરંગો, શું કહે છે કાયદો? 15 ઓગસ્ટ પહેલા જાણી લો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More