Home> Entertainment
Advertisement
Prev
Next

પહેચાન કોન! જાણો 'ઈશ્ક વિશ્ક' ફેમ આ એક્ટ્રેસ કોણ છે? જુઓ Photos

જો તમે આ અભિનેત્રીને પહેલી નજરે જોશો તો કદાચ તમે તેને ઓળખી પણ નહીં શકો.. આ એ જ અભિનેત્રી છે જેણે અમૃતા રાવ અને શાહિદ કપૂર સાથે કરીયરની શરૂઆત કરી હતી..

પહેચાન કોન! જાણો 'ઈશ્ક વિશ્ક' ફેમ આ એક્ટ્રેસ કોણ છે? જુઓ Photos

જો તમે આ અભિનેત્રીને પહેલી નજરે જોશો તો કદાચ તમે તેને ઓળખી પણ નહીં શકો.. આ એ જ અભિનેત્રી છે જેણે અમૃતા રાવ અને શાહિદ કપૂર સાથે કરીયરની શરૂઆત કરી હતી અને આ ફિલ્મમાં તેના લુક સાથે મેઈન એક્ટ્રેસની જોરદાર કોમ્પીટીશન હતી. વર્ષો પછી 'ઈશ્ક વિશ્ક' ફેમ એક્ટ્રેસ શેનાઝ ટ્રેઝરી ફરી કેમેરામાં કેદ થઈ, અને લોકો તેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

fallbacks

શું તમને શાહિદ કપૂરની 2003માં આવેલી ફિલ્મ ઈશ્ક વિશ્કની અલીશા યાદ છે? જેની સામે અમૃતા રાવનું ગ્લેમર પણ ફિક્કું પડી ગયું હતું. 'ઈશ્ક વિશ્ક'થી ફિલ્મોમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી શેનાઝ ટ્રેઝરી હાલમાં બોલિવૂડથી દૂર છે. પરંતુ તેની પહેલી જ ફિલ્મથી તેના લુકને લઈને ચર્ચામાં આવેલી શેનાઝનો લુક હવે સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.

જો તમે આ અભિનેત્રીને પહેલી નજરે જોશો તો કદાચ તમે તેને ઓળખી પણ નહીં શકો. આ તે જ અભિનેત્રી છે જેણે અમૃતા રાવ અને શાહિદ કપૂર સાથે કરીયરની શરૂઆત કરી હતી. વર્ષો પછી 'ઈશ્ક વિશ્ક' ફેમ એક્ટ્રેસ શેનાઝ ટ્રેઝરી ફરી કેમેરામાં કેદ થઈ..

fallbacks

શેનાઝ ટ્રેઝરી તાજેતરમાં 'પ્યાર કા પંચનામા 2' ફેમ અભિનેત્રી સોનાલી સેહગલના લગ્ન પછી રિસેપ્શન પાર્ટીમાં જોવા મળી હતી. તેમને જોઈને ચાહકો સમજી શક્યા નહીં કે તેઓ કોણ છે. શેનાઝ ટ્રેઝરી અને સોનાલી ખૂબ સારા મિત્રો છે. 

fallbacks

અભિનેત્રીએ ગયા વર્ષે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેની એક બીમારીનો ખુલાસો કર્યો હતો. તેણીએ જણાવ્યું કે તે 'પ્રોસોપેગ્નોસિયા'થી પીડિત છે. આ બીમારીને કારણે તે કોઈનો ચહેરો ઓળખી શકતી નથી. તમને જણાવી દઈએ કે શેનાઝ ટ્રેઝરી ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી શેનાઝ આજકાલ ટ્રાવેલ આર્ટીકલ લખે છે. તે હવે ટ્રાવેલ વ્લોગર તરીકે પ્રખ્યાત છે. 

આ પણ વાંચો:
30000% ની તોફાની તેજી, 3 રૂપિયાના આ સ્ટોકે 1 લાખના બનાવ્યા 3 કરોડ રૂપિયા
આ એક ગુજરાતીના કારણે આ બે રાજ્યોમાં થાય છે બર્ડ સર્વે, ગાયક-વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીના

પનીર ખાતા પહેલા સાવધાન! શું તમે ખાતા નથીને નકલી પનીર? આ રીતે જાણો અસલી નકલીનો ભેદ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More