Home> Entertainment
Advertisement
Prev
Next

Grammy Awards 2024: શંકર મહાદેવન-ઝાકિર હુસૈને જીત્યો ગ્રેમી એવોર્ડ, PM મોદીનું ગીત પણ છવાઈ ગયું

Grammy Awards 2024: ભારતીય ગાયક શંકર મહાદેવન અને મશહૂર તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનને ગ્રેમી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમના બેન્ડ શક્તિના આલ્બમ ધિસ મોમેન્ટને બેસ્ટ ગ્લોબલ મ્યૂઝિક આલ્બમનો એવોર્ડ મળ્યો છે.

Grammy Awards 2024: શંકર મહાદેવન-ઝાકિર હુસૈને જીત્યો ગ્રેમી એવોર્ડ, PM મોદીનું ગીત પણ છવાઈ ગયું

ભારતીય ગાયક શંકર મહાદેવન અને મશહૂર તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનને ગ્રેમી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમના બેન્ડ શક્તિના આલ્બમ ધિસ મોમેન્ટને બેસ્ટ ગ્લોબલ મ્યૂઝિક આલ્બમનો એવોર્ડ મળ્યો છે. અત્રે જણાવવાનું કે આ આલ્બમમાં કુલ 8 ગીત છે. ગ્રેમી એવોર્ડ સંગીત માટે અપાતો દુનિયાનો સૌથી મોટો એવોર્ડ છે. તેનું આયોજન લોસ એન્જેલસમાં ક્રિપ્ટો.કોમ એરિનામાં થયું. આ બેન્ડ ઉપરાંત વાંસળીવાદક રાકેશ ચૌરસિયાએ પણ ગ્રેમી એવોર્ડ જીત્યો છે. 

શક્તિને મળ્યો એવોર્ડ
શક્તિને તેના લેટેસ્ટ મ્યૂઝિક આલ્બમ 'ધીસ મોમેન્ટ' માટે 66માં ગ્રેમી એવોર્ડ્સમાં 'બેસ્ટ ગ્લોબલ મ્યૂઝિક આલ્બમ' કેટેગરીમાં વિનર જાહેર કરાયું છે. બેન્ડે 45 વર્ષ બાદ પોતાનું પહેલું આલ્બમ રિલીઝ કર્યું હતું. જેને સીધો ગ્રેમી એવોર્ડ મળ્યો. ઈંગ્લિશ ગિટારિસ્ટ જ્હોન મેકલોલિને 1973માં ભારતીય વાયલિન પ્લેયર એલ. શંકર, તબલા વાદક ઝાકિર હુસૈન અને ટી એચ 'વિકકુ' વિનાયકરામ સાથે ફ્યૂઝન બેન્ડ 'શક્તિ'ની શરૂઆત કરી હતી. પરંતુ 1977 બાદ આ બેન્ડ બહુ એક્ટિવ રહ્યું નહીં. 

1997માં જ્હોન મેકલોલિને ફરીથી આ કોન્સેપ્ટ પર 'રિમેમ્બર શક્તિ' નામથી બેન્ડ બનાવ્યું. જેમાં વી સેલ્વાગણેશ (ટી એચ 'વિક્કુ' વિનાયકરામના પુત્ર), મન્ડલિન પ્લેયર યુ શ્રીનિવાસ અને શંકર મહાદેવનને સામેલ કર્યા. 2020માં આ બેન્ડ ફરીથી સાથે આવ્યું અને 'શક્તિ' તરીકે તેમણે 46 વર્ષ બાદ પોતાનું પહેલું આલ્બમ 'ધીસ મોમેન્ટ' રિલીઝ કર્યું. 
 

ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી કેઝે એક વીડિયો શેર કરીને બેન્ડને અભિનંદન પાઠવ્યા. કેઝે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી વીડિયો પોસ્ટ કરતા કહ્યું કે "શક્તિએ ગ્રેમી જીત્યો! આ આલ્બમના માધ્યમથી શાનદાર ભારતીય સંગીતકારોએ ગ્રેમી એવોર્ડ જીત્યો. બસ કમાલ. ભારત દરેક દિશામાં ચમકી રહ્યું છે. શંકર મહાદેવન, સેલ્વગણેશ વિનાયકરામ, ગણેશ રાજગોપાલન, ઉસ્તાદ ઝાકિર હુસૈન. ઉસ્તાદ ઝાકિર હુસૈને ઉત્કૃષ્ટ વાંસળી વાદક રાકેશ ચૌરસિયા સાથે બીજો ગ્રેમી જીત્યો. શાનદાર!!! #IndiaWinsGrammys."

શંકર મહાદેવને તેમના પત્નીને તેમના આ નિરંતર સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, શુભેચ્છા છોકરાઓ, ભગવાન, પરિવાર, મિત્રો અને ભારતનો આભાર. અમને તમારા પર ગર્વ છે ભારત. અંતિમ પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે હું આ પુરસ્કાર મારી પત્નીને સમર્પિત કરવા માંગુ છું. જેના માટે મારા સંગીતનો દરેક સ્વર સમર્પિત છે. 

અત્રે જણાવવાનું કે 66માં ગ્રેમી એવોર્ડ્સ રવિવારે (ભારતમાં સોમવાર) લોસ એન્જેલસમાં આયોજિત થયો. જેમાં સિંગર ટેલર સ્વિફ્ટ, ઓલિવિયા રોડ્રિગો, માઈલી સાઈરસ અને લાના ડેલ રે આ વર્ષે અનેક ગ્રેમી એવોર્ડ્સ પોતાના નામે કર્યા. 2024 ગ્રેમી એવોર્ડ્સમાં પણ જો કે ભારતનો દબદબો જોવા મળ્યો. જ્યારે સિંગર માઈલી સાઈરસે પોતાના કરિયરનો પહેલો ગ્રેમી એવોર્ડ જીત્યો. આ વર્ષના નોમિનેશનમાં એસજેડએનો દબદબો રહ્યો. તે 9 નોમિનેશન સાથે ટોપ પર રહી. 

મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં શાનદાર પરફોર્મન્સ માટે સંયુક્ત રાજ્ય અમેરિકાની રેકોર્ડિંગ એકેડેમી દ્વારા ગ્રેમી એવોર્ડથી કલાકારોને નવાજવામાં આવે છે. ફેમસ કોમેડી એક્ટર ટ્રેવર નોઆએ સતત ચોથીવાર ગ્રેમી એવોર્ડ હોસ્ટ કર્યો. 

રેપર કિલર માઈકની ધરપકડ?
આ દરમિયાન રેપર કિલર માઈકની ધરપકડના પણ સમાચાર સામે આવ્યા છે. તેણે આ વર્ષે 3 ગ્રેમી એવોર્ડ પોતાના નામે કર્યા. જો કે થોડીવાર બાદ ઈવેન્ટથી તેમની ધરપકડ કરવામાં આવી. સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં પોલીસ તેમને હાથમાં હથકડી પહેરાવીને એવોર્ડ સમારોહમાંથી બહાર લઈ જતી જોવા મળે છે. જો કે આ ધરપકડનું કારણ હજું સ્પષ્ટ થયું નથી. પરંતુ ધ હોલીવુડ રિપોર્ટરના જણાવ્યાં મુજબ કિલર માઈક પર ગંભીર આરોપ લાગ્યા છે. કિલર માઈકની ટીમનું કહેવું છે કે તેમનો જલદી  છૂટકારો થઈ શકે છે. 

ગ્રેમી એવોર્ડમાં પીએમ મોદીનું ગીત છવાયું
ભારતીયો માટે સૌથી ગર્વની પળ એ છે કે આ વર્ષે શંકર મહાદેવન અને ઝાકિર હુસૈન સહિત ચાર સંગીતકારોએ ગ્રેમી જીતીને દરેક ઈન્ડિયનને ગર્વ ફીલ કરાવ્યું છે. ગ્રેમી એવોર્ડ્સ 2024માં ગ્લોબલ સોંગની કેટેગરીમાં પીએમ મોદીએ લખેલા એબન્ડેન્સ ઈન મિલેટ્સને પણ નોમિનેશનમાં જગ્યા મળી હતી. પીએમ મોદીએ આ ગીત સિંગર ફાલ્ગુની શાહ અને ગૌરવ શાહ સાથે મળીને લખ્યું છે. ગીતમાં પીએમ મોદીના અનેક ભાષણના અંશ પણ સામેલ છે. ગીતને ભારત સરકારની  ભલામણ પર સંયુક્ત રાષ્ટ્ર તરફથી વર્ષ 2023ને ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ જાહેર કરવા માટે તૈયાર કરાયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More