મુંબઈ : ડેક્કન ક્રોનિકલ્સે કપૂરપરિવારના એક નજીકના મિત્ર પાસેથી માહિતી મેળવીને સમાચાર આપ્યા છે કે જાન્હવી પછી ખુશી બહુ જલ્દી બોલિવૂડમાં એન્ટ્રી લેવાની છે. મળતી માહિતી પ્રમાણે ખુશી બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની પહેલી હિરોઇન બનીને બોલિવૂડમાં એન્ટ્રી લેશે.
શ્રીદેવી અને નિર્માતા બોની કપૂરની મોટી દીકરી જાન્હવીની પહેલી ફિલ્મ ‘ધડક’ હાલમાં જ રિલીઝ થઈ છે. ઇશાન ખટ્ટર અને જાન્હવીને સાથે ચમકાવતી આ ફિલ્મને સારી એવી સફળતા મળી છે. કપૂરપરિવારના નજીકના એક મિત્રએ માહિતી આપી છે કે ખુશીને થોડા દિવસ પછી બહુ જલ્દી લોન્ચ કરવામાં આવશે અને તેને પણ કરણ જોહર જ લોન્ચ કરશે. આ માટે સારી સ્ક્રિપ્ટની શોધ શરૂ કરી દેવામાં આવી છે.
ખુશીની મોટી બહેન જાન્હવીને પણ કરણ જોહરે લોન્ચ કરી હતી. આ સિવાય તે અનન્યા પાંડેને પોતાની આગામી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’થી લોન્ચ કરી રહી છે. હવે ખુશી અને આર્યનના ડેબ્યુના સમાચારમાં કેટલી હકીકત છે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે