Home> Entertainment
Advertisement
Prev
Next

Saba Azad Video: ઋતિક રોશનની ગર્લફ્રેન્ડનો રેડ કાર્પેટ પર Oops Moment નો Video વાયરલ

બોલીવુડ અભિનેતા ઋતિક રોશન હાલ તેની ફિલ્મો કરતા પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. અભિનેતા સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. સબા આઝાદ પણ અભિનયની દુનિયામાં સક્રિય છે અને અનેક ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. હવે સબા આઝાદનો એક ગ્લેમરસ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ઉપ્સ મૂમેન્ટનો ભોગ બનતી જોવા મળી રહી છે. 

Saba Azad Video: ઋતિક રોશનની ગર્લફ્રેન્ડનો રેડ કાર્પેટ પર Oops Moment નો Video વાયરલ

Hrithik Roshan Girlfriend Video: બોલીવુડ અભિનેતા ઋતિક રોશન હાલ તેની ફિલ્મો કરતા પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. અભિનેતા સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. સબા આઝાદ પણ અભિનયની દુનિયામાં સક્રિય છે અને અનેક ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. હવે સબા આઝાદનો એક ગ્લેમરસ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ઉપ્સ મૂમેન્ટનો ભોગ બનતી જોવા મળી રહી છે. 

સબા આઝાદની ઉપ્સ મૂમેન્ટ
વાત જાણે એમ છે કે સબા આઝાદ રિયલ લાઈફમાં પણ ફેશન ફ્રીક છે. સબા આઝાદના લૂક્સ અને બોલ્ડ વીડિયો સોશિયલ મીડિયામાં છાશવારે વાયરલથતા રહે છે. આ જ કડીમાં હવે એકવાર ફરીથી સબાનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સબા તેના બોલ્ડ કટવાળા ડ્રેસના કારણે ઉપ્સ મૂમેન્ટનો ભોગ બનેલી જોવા મળે છે. 

સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સબા પોતાનો ડ્રેસ સંભાળી શકતી નથી. જો કે સબાએ આ પરિસ્થિતિને ખુબ જ સારી રીતે હેન્ડલ કરી અને ફેન્સને પણ તેનો આ અંદાજ ખુબ ગમ્યો હોય તેવું લાગે છે. વીડિયોના કમેન્ટ સેક્શનમાં ફેન્સ તેને બિરદાવી રહ્યા છે. 

કોણ છે સબા આઝાદ
સબાએ થિયેટર આર્ટિસ્ટ તરીકે પોતાની જર્ની શરૂ કરી હતી. ત્યારબાદ સબાએ વર્ષ 2008માં દિલ કબડ્ડી ફિલ્મથી પોતાની ફિલ્મી સફર શરૂ કરી. ત્યારબાદ વર્ષ 2011માં મુજસે ફ્રેન્ડશીપ કરોગે ફિલ્મમાં સબા આઝાદને સારી એવી ઓળખ મળી. ફિલ્મોની સાથે સાથે સબાએ અનેક શોર્ટ ફિલ્મ્સ પણ કરી છે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

મલ્ટી ટેલેન્ટેડ છે આ હસીના
ગત વર્ષ 2021માં સબાએ ફિલ્સ લાઈક ઈશ્કમાં કામ કર્યું હતું. અભિનયની સાથે સબા આઝાદ સિંગર પણ છે અને અનેક ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. છેલ્લા કેટલાક મહિનાથી સબા પોતાની રિલેશનશીપને લઈને ચર્ચામાં છે. અનેકવાર સબા ઋતિક રોશન સાથે જોવા મળી ચૂકી છે. સબા અને ઋતિક પબ્લિક પ્લેસમાં પણ હાથ પકડીને સાથે જોવા મળ્યા છે. ત્યારબાદથી બંને રિલેશનમાં હોવાની અટકળો વહેતી થઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More