Home> Entertainment
Advertisement
Prev
Next

સલમાન ખાનની ફિલ્મ નોટબુકનું નવું પોસ્ટર રિલીઝ, આ તારીખે જોવા મળશે ટ્રેલર

સલમાન ખાનની ફિલ્મ્સ પ્રોડ્ક્શનના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ નોટબુકનું નવું પોસ્ટર રિલીઝ થયું છે. ફિલ્મના આ નવા પોસ્ટરમાં પ્રનૂતન બહલ અને ઝહીર ઇકબાલની રોમેન્ટિક કેમેસ્ટ્રી સ્પષ્ટ જોવા મળી રહી છે. આ ફિલ્મની કહાણી એકદમ અલગ છે જેમ કે સલમાન ખાને પહેલાં પોસ્ટરની સાથે ખુલાસો કર્યો હતો.

સલમાન ખાનની ફિલ્મ નોટબુકનું નવું પોસ્ટર રિલીઝ, આ તારીખે જોવા મળશે ટ્રેલર

મુંબઇ: સલમાન ખાનની ફિલ્મ્સ પ્રોડ્ક્શનના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ નોટબુકનું નવું પોસ્ટર રિલીઝ થયું છે. ફિલ્મના આ નવા પોસ્ટરમાં પ્રનૂતન બહલ અને ઝહીર ઇકબાલની રોમેન્ટિક કેમેસ્ટ્રી સ્પષ્ટ જોવા મળી રહી છે. આ ફિલ્મની કહાણી એકદમ અલગ છે જેમ કે સલમાન ખાને પહેલાં પોસ્ટરની સાથે ખુલાસો કર્યો હતો.

સાથે જ ફિલ્મના ટ્રેલરની નવી તારીખની પણ જાહેરાત થઇ ગઇ છે. નોટબુકના આ નવા પોસ્ટરને ફેંસ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસો પહેલાં રિલીઝ થયેલી પોસ્ટને લાઇક્સ મળી ગઇ છે. 17 ફેબ્રુઆરીના રોજ નોટબુકનું ટ્રેલર રિલીઝ થવાનું હતું પરંતુ હવે ઝહીર ઇકબાલે પોતાની પોસ્ટ સાથે જણાવ્યું છે કે નોટબુકનું પ્રથમ ટ્રેલર 22 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. 

તમને જણાવી દઇએ કે પ્રનૂતન બહલ મોહિનીશ બહલની નાની પુત્રી છે જેણે સલમાન ખાન બોલીવુડમાં લોન્ચ કરવા જઇ રહ્યો છે. તો બીજી તરફ ઇકબાલ સલમાન ખાનના મિત્રનો પુત્ર છે તે પણ ફિલ્મની સાથે બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે. તમને જણાવી દઇએ કે સલમાન ખાને ફિલ્મ 'નોટબુક'માંથી પાકિસ્તાની સિંગર આતિફ અસલમને કાઢી મુક્યો છે.

સમાચારો અનુસાર આ ફિલ્મમાં એક ગીત આતિફ અસલમનું હતું જેને હવે સલમાન ખાને હટાવવાની વાત કહી છે. તમને જણાવી દઇએ કે આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ પહેલાં ટી-સીરીઝે પણ આતિફ સહિત રાહત ફતેહ અલી ખાનના ગીતોને યૂટ્યૂબ પરથી અનલિસ્ટ કરી દીધા હતા. ઝહીર ઇકબાલની ફિલ્મને નિતિન કક્કડ ડાયરેક્ટ કરશે. 

નોટબુક 2019માં રિલીઝ થનાર બોલીવુડ રોમાંસ-ડ્રામા ફિલ્મ છે જેમાં ઝહીર ઇકબાલ અને પ્રનૂતન બહલ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિતિન કક્કડ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સલમાન ખાન, મુરાદ ખેતાની અને અશ્વિન વર્દે દ્વારા નિર્મિત છે. ફિલ્મ ''નોટબુક'' 29 માર્ચ 2019ના રોજ રિલિજ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More