Home> Entertainment
Advertisement
Prev
Next

Har Ghar Tiranga: ફિલ્મ પર વિવાદ વચ્ચે તિરંગાની સાથે જોવા મળ્યા આમિર ખાન... લોકોએ કહ્યું કે....

Har Ghar Tiranga Campaign: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતાને આગ્રહ કર્યો હતો કે બધા લોકો પોતાના ઘરમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે. ત્યારબાદ ઘણા સેલેબ્સ હર ઘર તિરંગા અભિયાનના સમર્થનમાં આવી ગયા છે. 
 

Har Ghar Tiranga: ફિલ્મ પર વિવાદ વચ્ચે તિરંગાની સાથે જોવા મળ્યા આમિર ખાન... લોકોએ કહ્યું કે....

મુંબઈઃ Celebs Har Ghar Tiranga Campaign: બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા' (Laal Singh Chaddha) ને લઈને ખુબ ચર્ચામાં છે. 11 ઓગસ્ટે અભિનેતાની ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ વચ્ચે અભિનેતા અન્ય કારણને લીધે ચર્ચામાં આવી ગયા છે. આમિર ખાનને લહેવામાં આવી રહ્યું છે કે તે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'હર ઘર તિરંગા' અભિયાનનું સમર્થન કરી રહ્યાં છે. 

હકીકતમાં સોશિયલ મીડિયા પર આમિર ખાનની એક તસવીર સામે આવી છે, જેમાં આમિર પોતાની પુત્રી ઇરાન ખાનની સાથે પોતાની બાલકનીમાં ઉભેલો છે. કાસ વાત છે કે આ તસવીર તેની બાલકનીની રેલિંગની છે, જ્યાં ભારતીય તિરંગો બાંધેલો જોવા મળી રહ્યો છે. આ તસવીર વાયરલ થતાં કહેવામાં આવ્યું કે આમિર ખાન હર ઘર તિરંગા અભિયાનનું સમર્થન કરી રહ્યાં છે. સામે આવેલી તસવીરને લઈને લોકો આમિરની પ્રશંસા કરી રહ્યાં છે.  

fallbacks

આ અભિનેતાઓએ લીધો હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ
નોંધનીય છે કે આ પહેલા ઘણા બોલીવુડ સ્ટાર્સ હર ઘર તિરંગા અભિયાનને સપોર્ટ કરી ચુક્યા છે. અભિનેતા અક્ષય કુમારે પોતાની ટ્વિટર પ્રોફાઇલ પર તિરંગાની તસવીર લગાવતા લખ્યું હતું- આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ ઉજવવાનો સમય આવી ગયો છે. ગર્વથી શાનથી #HarGharTiranga ફરકાવવાનો સમય આવી ગયો છે. 

તેલુગૂ સુપરસ્ટાર મહેશ બાબૂએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યુ હતું, 'આપણો તિરંગો... આપણું ગર્વ. આવો સંકલ્પ કરીએ કે આપણે આપણા તિરંગાને હંમેશા ઉંચો રાખીશું, 13થી 15 ઓગસ્ટ હર ઘર તિરંગો.'

આ સિવાય આર માધવન અને સુષ્મિતા સેન જેવા સ્ટાર્સે પણ આઝાદીના 75 વર્ષનો અમૃત મહોત્સવ મનાવવા માટે હર ઘર તિરંગો ફરકાવવાનું સમર્થન કર્યું છે. 

હર ઘર તિરંગા અભિયાન આજથી શરૂ
નોંધનીય છે કે પાછલા દિવસોમાં પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી કે બધા લોકો પોતાના ઘરોમાં 13થી 15 ઓગસ્ટ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તિરંગાનો પ્રોફાઇલ ફોટો લગાવે. પીએમ મોદીના નિવેદન પ્રમાણે, આ અભિયાન આજે 13 ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More