Home> Entertainment
Advertisement
Prev
Next

Hotel માં કૂક હતા મિર્ઝાપુરના 'કાલિન ભૈયા', કેમ વર્ષોથી મનોજ વાજપેયીના બૂટ સાચવીને રાખે છે પંકજ ત્રિપાઠી?

HAPPY BIRTHDAY PANKAJ TRIPATHI: ક્યારેક રસોઈયા હતા મિર્ઝાપુરના કાલિન ભૈયા, આ ફિલ્મોથી કારકિર્દીમાં આવ્યો જબરદસ્ત વળાંક. પંકજ ત્રિપાઠી એક એવા ઉમદા અભિનેતા જે પોતાના અભિનય થકી ખુબ સરળ અને સહજતાથી દર્શકોને હસાવી પણ શકે અને રડાવી પણ શકે.

Hotel માં કૂક હતા મિર્ઝાપુરના 'કાલિન ભૈયા', કેમ વર્ષોથી મનોજ વાજપેયીના બૂટ સાચવીને રાખે છે પંકજ ત્રિપાઠી?

નવી દિલ્હી: પંકજ ત્રિપાઠી, આ નામને આજે ઓળખાણની જરૂર નથી, ન માત્ર ફિલ્મો પરંતુ વેબસિરીઝોમાં પણ પંકજ ત્રિપાઠીના અભિનયનો ડંકો વાગે છે. આજે મિર્ઝાપુરના 'કાલિન ભૈયા' એટલે પંકજ ત્રિપાઠીનો જન્મદિવસ છે. હાલના સમયના વન ઓફ ધ બેસ્ટ એકટર પંકજ ત્રિપાઠીએ કારકિર્દીની શરૂઆતમાં રસોઈયા તરીકે કામ કર્યુ હતું. પંકજ ત્રિપાઠીને આ સફળતા એટલી સરળતાથી નથી મળી, તેમાં અનેક વર્ષોનો સંઘર્ષ રહેલો છે.

બોલીવૂડ એક્ટર પંકજ ત્રિપાઠીનો આજે 45મો જન્મદિવસ છે. પંકજ ત્રિપાઠીનો જન્મ 5 સપ્ટેમ્બર, 1976ના દિવસે બિહારના ગોપાલગંજમાં થયો હતો. પંકજ ત્રિપાઠીએ વર્ષ 2004માં અભિષેક બચ્ચનની ફિલ્મ 'રન'થી બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. ફિલ્મમાં તેમનો રોલ કેટલીક સેકન્ડ માટે હતો. પંકજ ત્રિપાઠીએ આંઠ વર્ષ સુધી ઘણી ફિલ્મોમાં નાના-નાના મોટા પાત્ર ભજવ્યા હતા... વર્ષ 2012 પંકજ ત્રિપાઠીની કારકિર્દી માટે સાબિત થયું ટર્નિંગ પોઈન્ટ... આ વર્ષે  રિલીઝ થયેલી ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર' સુપરહિટ નીવડી અને પંકજ ત્રિપાઠીને આ ફિલ્મથી ખાસ ઓળખ મળી. ફિલ્મમાં તેને સુલ્તાનનું કિરદાર પાત્ર ભજવ્યું હતું.

'ફુકરે રિટર્ન્સ', 'લુક્કા છુપ્પી', 'બરેલી કી બરફી' અને 'સુપર 30' અને સ્ત્રી સહિતની ઘણી ફિલ્મોમાં પંકજ ત્રિપાઠીએ કોમેડી પાત્રોથી દર્શકોના દિલ જીત્યા. પંકજ ત્રિપાઠીએ અભિનયની શરૂઆત કરી તે પહેલા તેઓ રસોઈયા હતા. ફિલ્મોમાં આવતા પહેલા પંકજ ત્રિપાઠીને ઘણો સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો પંકજ ત્રિપાઠીએ બાળપણમાં અભ્યાસની સાથે ખેતીનું કામ પણ કર્યુ હતું.  પંકજ ત્રિપાઠીએ હોટલ મેનેજમેન્ટના અભ્યાસ બાદ હોટલમાં 'કુક' તરીકે પણ નોકરી કરી હતી. ઉચ્ચ અભ્યાસ માટે પંકજ ત્રિપાઠીને તેમના પિતાએ પટણા મોકલ્યા હતા, જ્યા તેઓએ અભ્યાસની સાથે નોકરી પણ કરી હતી. 

પંકજ ત્રિપાઠીએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે તેઓ રાત્રે હોટલમાં નોકરી કરતા, અને સવારે ડ્રામા કરતા હતા. તેઓએ બે વર્ષ સુધી આ રીતે કામ કર્યું. પંકજ ત્રિપાઠીને શરૂઆતમાં નેગેટિવ રોલ વધારે ઓફર થતા હતા. પંકજ ત્રિપાઠી એવું માનવા લાગ્યા કે તેમનો ચહેરો જ એવો છે એટલા માટે એવા રોલ અપાય છે. વર્ષ 2015માં આવેલી ફિલ્મ 'મસાન'માં માત્ર 3 મિનિટનો રોલ જોઈ લોકો પંકજ ત્રિપાઠીના અભિનયના ફેન બની ગયા અને વિચારવા લાગ્યા આ એજ ગેંગ્સ ઓફ વાસેપુરનો સુલ્તાન છે. ત્યારબાદ વર્ષ 2016માં અશ્વિની ઐય્યરની પહેલી ફિલ્મ 'નીલ બટ્ટા સન્નાટા' એ પંકજ ત્રિપાઠીના કરિયર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. આ બંને ફિલ્મો બાદ પંકજ ત્રિપાઠીને વિવિધ રોલ મળવા લાગ્યા.

પંકજ ત્રિપાઠી ફિલ્મોની સાથે વેબસિરીઝોમાં પણ પોતાના અભિનયનો ડંકો વગાડ્યો. મિર્ઝાપુર પાર્ટ -1 અને 2, સેક્રેડ ગેમ્સ-2, ક્રિમિનલ જસ્ટીસ તો લુડો અને ગુંજન સકસેના જેવી ફિલ્મોમાં પણ પંકજ ત્રિપાઠીના અભિનયના ભરપૂર વખાણ થયા. હાલમાં પંકજ ત્રિપાઠી ક્રિતિ સેનન સાથેની ફિલ્મ 'મીમી'માં જોવા મળ્યા.  

ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે, પંકજ ત્રિપાઠી બોલીવુડમાં આવ્યાં તે પહેલાં હોટેલમાં કૂક તરીકે કામ કરતા હતાં. અભિનેતા મનોજ વાજપેયી તેમના રોલ મોડેલ હતાં. એક દિવસ મનોજ વાજપેયી એ જ હોટલમાં રોકાયેલાં હતા જ્યાં પંકજ ત્રિપોઠી કામ કરતા હતાં. મનોજ વાજપેયી હોટેલમાંથી ચાલ્યાં ગયા, પણ તેમના બૂટ હોટેલના રૂમમાં જ ભૂલી ગયાં. આ વાતની જાણ થતાંની સાથે જ પંકજ ત્રિપાઠીએ હોટેલ સ્ટાફ પાસેથી મનોજ વાજપેયીના બૂટ માંગી લીધાં અને આજ સુધી પોતાની પાસે તેને સાચવીને રાખ્યાં છે. આ વાત એક ઈન્ટરવ્યૂમાં તેમણે પોતે મનોજ વાજપેયીને કહી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More