Home> Entertainment
Advertisement
Prev
Next

સિરિયલથી શરૂ કર્યું હતું ઈરફાન ખાને પોતાની કરિયરની શરૂઆત

Irfan Khan: ઈરફાન ખાનનું પૂરું નામ સાહેબઝાદે ઈરફાન અલી ખાન છે. તેમનો જન્મ મુસ્લિમ પઠાણ પરિવારમાં થયો અને તેમના પિતા બિઝનેસમેન હતા. દેશની જાણીતી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, દિલ્હીમાંથી એક્ટિંગનો અભ્યાસ કર્યા બાદ ઈરફાન ખાન મુંબઈ આવ્યો અને ટીવી સિરિયલ્સમાં એક્ટિંગ કરવાનું શરૂ કર્યું.

સિરિયલથી શરૂ કર્યું હતું ઈરફાન ખાને પોતાની કરિયરની શરૂઆત

Bollywood Actor: આજે બોલિવૂડ એક્ટર ઈરફાન ખાનનો જન્મદિવસ છે. તારીખ 7 જાન્યુઆરી, 1966ના દિવસે રાજસ્થાનના જયપુરમાં જન્મેલા એક્ટર ઈરફાન ખાનને વર્ષ 2011માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ઈરફાન ખાનની જાણીતી બોલિવૂડ ફિલ્મો ‘પાનસિંઘ તોમર’, ‘પીકુ’, ‘ધ લંચબોક્સ’, ‘તલવાર’, ‘મકબૂલ’, ‘હિન્દી મીડિયમ’ અને ‘કરીબ કરીબ સિંગલ’ વગેરે છે.

ઈરફાન ખાન જે હોલિવૂડ ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂક્યો છે તે ‘ધ વૉરિયર’, ‘સ્લમડોગ મિલિયોનેર’, ‘ધ નેમસેક’, ‘ધ દાર્જિલિંગ લિમિટેડ’, ‘જુરાસિક વર્લ્ડ’, ‘ધ અમેઝિંગ સ્પાઈડર-મેન’, ‘ઈન્ફર્નો’, ‘ન્યૂયોર્ક, આઈ લવ યુ’ અને ‘લાઈફ ઓફ પાઈ’ વગેરે છે.

ઈરફાન ખાનનું પૂરું નામ સાહેબઝાદે ઈરફાન અલી ખાન છે. તેમનો જન્મ મુસ્લિમ પઠાણ પરિવારમાં થયો અને તેમના પિતા બિઝનેસમેન હતા. દેશની જાણીતી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, દિલ્હીમાંથી એક્ટિંગનો અભ્યાસ કર્યા બાદ ઈરફાન ખાન મુંબઈ આવ્યો અને ટીવી સિરિયલ્સમાં એક્ટિંગ કરવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો: ગુજરાતમાં આપના પગપેસારાને અટકાવવા ભાજપે પ્રાયરિટી પર કરવું પડશે આ કામ, સરકાર માટે ટફ
આ પણ વાંચો: 2024 માં દિલ્હીમાં ગાદી માટે ભાજપે બનાવ્યો આ પ્લાન, આ 160 સીટો મોદીને બનાવશે ફરી PM

આ પણ વાંચો: સીઆર પાટીલનો પ્લાન દિલ્હીમાં જશે ફેલ, ચૂંટણીના ચાણક્ય અમિત શાહે ઘડી નવી સ્ટ્રેટેજી

ઈરફાન ખાન જ્યારે નાનો હતો ત્યારે ક્રિકેટર બનવા માગતો હતો, તેણે જીવનમાં ક્યારેય પણ એક્ટર બનવાનું વિચાર્યું નહોતું. ઈરફાન ખાન ભારતનો કદાચ એકમાત્ર એક્ટર છે જેણે હોલિવૂડની મોટા એક્ટર-ડિરેક્ટરની સુપરહિટ ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. ઈરફાન ખાને તેના સ્પેલિંગમાં એક ‘r’નો ઉમેરો કર્યો છે અને હવે તેનું નામ Irrfan Khan છે.

ઈરફાન ખાને વર્ષ 1995માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, દિલ્હીમાં તેની સાથે અભ્યાસ કરતી સુતાપા સિકદર નામની યુવતી સાથે લગ્ન કર્યા અને તેમના બે બાળકો છે.

ઈરફાન ખાનનું 29 એપ્રિલ, 2020 ના રોજ મુંબઈની નાઈટીંગેલ બેન હોસ્પિટલમાં નિધન થયું હતું, જ્યાં તેમને કોલોન ઈન્ફેક્શનને કારણે દાખલ કરવામાં આવ્યા હતા. બરાબર ચાર દિવસ પહેલા જયપુરમાં તેમની માતાનું નિધન થયું હતું. 2018માં, તેમને ન્યુરોએન્ડોક્રાઇન ટ્યુમર હોવાનું નિદાન થયું હતું, ત્યારબાદ તે સારવાર માટે એક વર્ષ સુધી યુકેમાં રહ્યા હતા. એક વર્ષની રાહત પછી, તેમને કોલોન ચેપ સાથે ફરીથી મુંબઈમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તે તેમની ફિલ્મ અંગ્રેઝી મીડિયમનું શૂટિંગ કરી રહ્યા હતા જે તેમની છેલ્લી ફિલ્મ હતી.

આ પણ વાંચો: સસ્તામાં સોનું મળતું હોય તો 2 વાર ખરીદતાં વિચારજો, આ રીતે થાય છે નકલી સોનાનું વેચાણ
આ પણ વાંચો: આ લોકોએ ભૂલથી પણ સંતરા ન ખાવા, ફાયદાની જગ્યાએ કરાવશે મોટુ નુકસાન
આ પણ વાંચો: સાચવજો! દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી, નકલી હશે તો મૂકાઈ જશો મુશ્કેલી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More