Home> Entertainment
Advertisement
Prev
Next

Thai Massage: OTT પર જુઓ, મસાજ માટે આત્મારામ પહોંચ્યા થાઇલેન્ડ, તો બધા સમજ્યા કેરેક્ટર લેસ

Bollywood Comedy Film: થાઈલેન્ડ સે-ક્સ ટુરિઝમ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તમામ દેશોમાંથી કરોડો લોકો ત્યાં ફરવા માટે જાય છે. ગયા વર્ષે અહીંના પ્રવાસન પર એક ફિલ્મ આવી હતી થાઈ મસાજ. આ ફિલ્મ હવે OTT પર રિલીઝ માટે તૈયાર છે. 

Thai Massage: OTT પર જુઓ, મસાજ માટે આત્મારામ પહોંચ્યા થાઇલેન્ડ, તો બધા સમજ્યા કેરેક્ટર લેસ

Gajraj Rao Film: ગયા નવેમ્બરમાં સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ થાઈ મસાજ હવે OTT પર દેખાવા માટે તૈયાર છે. Netflix એ ફિલ્મના OTT સ્ટ્રીમિંગ રાઇટ્સ ખરીદ્યા છે. થાઈ મસાજ એ 70 વર્ષીય આત્મારામની વાર્તા છે, જે તેની પત્નીનું ઘણા સમય પહેલા અવસાન થયા પછી તેના જીવનમાં એકવાર માટે તેની સે-ક્સ લાઈફમાં સંતુષ્ટ રહેવા માંગે છે. જોકે તે ઈરેક્ટાઈલ ડિસફંક્શનનો શિકાર છે. આત્મારામ થાઈલેન્ડ જવાની વાત તેના પરિવારના સભ્યોથી છુપાવે છે અને વિસ્તારના છોકરાઓ તેને આમાં મદદ કરે છે. તે આત્મારામને થાઈલેન્ડ મોકલે છે અને આગળની વાર્તા તેના ત્યાં જવાનું, તેના પાછા ફરવાનું અને આ પ્રવાસમાં તેણે શીખેલા જીવન પાઠનું વર્ણન કરે છે. જો કે આ કોમેડી ફિલ્મ થિયેટરોમાં ચાલી શકી ન હતી, પરંતુ તેના ટ્રેલરે લોકોમાં રસ જગાવ્યો હતો. આ ફિલ્મ હવે 7 જાન્યુઆરીએ Netflix પર સ્ટ્રીમ થવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: સોફીને જોશો તો ઉર્ફીને ભૂલ જશો, આ કામથી કમાઇ છે દર કલાકે 50 હજાર રૂપિયા
આ પણ વાંચો: Taarak Mehta માંથી 14 વર્ષે કહ્યું અલવિદા,હીટ કરવામાં હતો મોટો હાથ

જીવનની રસપ્રદ સફર
થાઈ મસાજમાં બધાઈ હોના ગજરાજ રાવ લીડ રોલમાં છે. આ ફિલ્મમાં તે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં રહેતો એક એવો પારંપરિક વ્યક્તિ બન્યો છે, જે 70 વર્ષનો છે, પરંતુ તે પોતાના પરિવારના સભ્યો સાથે ખોટું બોલીને થાઈલેન્ડ જાય છે. થાઈલેન્ડ સમગ્ર વિશ્વમાં સે-ક્સ ટુરિઝમ માટે પ્રખ્યાત છે. જ્યારે આત્મારામ પાછા ફરે છે, ત્યારે પરિવારના સભ્યોને તેમના થાઈલેન્ડ જવા વિશેના સત્ય ખબર પડે છે અને હોબાળો થાય છે, પરંતુ આત્મારામ પછી બધાને સમજાવે છે કે બેંગકોકની સફર તેમના જીવનમાં એક 'તીર્થયાત્રા' જેવી હતી. તે થાઈલેન્ડમાં જીવનનો સૌથી મોટો પાઠ દરેક સાથે શેર કરે છે.

આ પણ વાંચો: Black Diamond: એક સફરજનની કિંમત 500 રૂપિયા! લાખો રૂપિયાની ખેડૂતને થાય છે આવક
આ પણ વાંચો: ચહેરા પર કરચલીઓ પડવા લાગી હોય તો આજે જ ખાવાનું શરૂ કરો આ વસ્તુ,ચાંદ જેવો ચમકશે ચહેરો
આ પણ વાંચો: રૂમ હીટર વાપરતા પહેલાં સાવધાન! અહીં 4નાં થઈ ગયાં મોત, ફાયદાની સાથે આ છે ગેરફાયદાઓ

બોરિંગ જિંદગીમાં રંગ ભરશે આ ફિલ્મ
આ ફિલ્મ મંગેશ હદાવલે દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે, જેઓ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા છે. ફિલ્મમાં ગજરાવની સાથે મિર્ઝાપુરના દિવ્યેન્દુ શર્મા, રાજપાલ યાદવ અને સની હિન્દુજા પણ મહત્વની ભૂમિકામાં છે. મંગેશે અગાઉ મરાઠીમાં ટીંગ્યા, દેખ ઈન્ડિયન સર્કસ અને બોલિવૂડની મલાલ સહિત અનેક ફિલ્મો બનાવી છે. જોકે ઘણા લોકોને આ ફિલ્મ 2014ની ધ શૌકીન્સ જેવી લાગી, જેમાં ત્રણ વૃદ્ધો તેમના કંટાળાજનક જીવનમાં રંગ ઉમેરવાના ઈરાદાથી થાઈલેન્ડ જાય છે. આ ભૂમિકા અનુપમ ખેર, અન્નુ કપૂર અને પીયૂષ મિશ્રાએ ભજવી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર સ્પેશિયલ અપિયરન્સમાં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: તમે પણ આ ભૂલો નથી કરતા ને! હેલ્મેટ પહેરવાની અને સુરક્ષિત રહેવાની આ છે સાચી રીત
આ પણ વાંચો: Viral: બાઇક પર આવો કપલ રોમાન્સ જોયો નહી હોય, ફિલ્મી સ્ટાઇલમાં બોયફ્રેન્ડને ભરી બાથ
આ પણ વાંચો: PHOTOS: બેવડી બની મિસ્ટ્રી બોયની સાથે ઝૂમી અજય દેવગણની લાડલી, અડધા રાત્રે અડધા કપડાં

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More