Home> Entertainment
Advertisement
Prev
Next

રણવીર સિંહને નામે રહ્યું વર્ષ 2018, ટોપ-4માં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યાં બોલીવુડના ખાન

રણવીર સિંહની ફિલ્મ સિંબા બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. સિંબા વર્ષ 2018ની ત્રીજી હાયર ગ્રોસર ફિલ્મ બની ગઈ છે. 
 

 રણવીર સિંહને નામે રહ્યું વર્ષ 2018, ટોપ-4માં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યાં બોલીવુડના ખાન

નવી દિલ્હીઃ વર્ષ 2019ની શરૂઆતથી જ અભિનેતા રણવીર સિંહ ચર્ચામાં છે. રણવીર સિંહની ફિલ્મ સિંબા બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે, સિંબા 2018ની ત્રીજી હાયર ગ્રોસર ફિલ્મ બની ગઈ છે. ફિલ્મએ બે સપ્તાહમાં 190 કરોડની કમાણી કરી લીધી છે. આ સાથે 2018ની ટોપ-4 ગ્રોસર ફિલ્મોની લિસ્ટમાં રણવીર સિંહની બે ફિલ્મો સામેલ થઈ છે. આ લિસ્ટમાં બોલીવુડના ત્રણ ખાન પોતાની જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યાં છે. 

ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ વર્ષ 2018ની ટોપ ગ્રોસર ફિલ્મોની યાદી પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી છે જેમાં રણવીર કપૂરની ફિલ્મ સંજૂ ટોપ પર, સંજય લિલા ભલસાણીના દિગ્દર્શન હેઠળ બનેલી પદ્માવત બીજા સ્થાને, રણવીર સિંહની સિંબા ત્રીજા સ્થાને અને રજનીકાંતની સુપરહિટ ફિલ્મ 2.0એ ચોથા સ્થાને કબજો કર્યો છે. 

આ પ્રકારનું લિસ્ટ વર્ષ 2006મા પણ જોવા મળ્યું હતું જ્યારે ઋૃતિક રોશનની ફિલ્મ ધૂમ 2 પહેલા, સંજય દત્ત અને અરશદ વારસીની ફિલ્મ લગે રહો મુન્ના ભાઈ અને ઋૃતિક રોશનની બીજી ફિલ્મ ક્રિષ ત્રીજા નંબર પર જગ્યા બનાવતા ટોપ-3 પોઝિશન પર કોઈ ખાન ન હતા. 

છેલ્લા પાંચ વર્ષથી રહ્યો ત્રણેય ખાનનો કબજો
વર્ષ 2017મા જ્યાં સલમાન ખાનનો કબજો રહ્યો તો વર્ષ 2016મા આમિર ખાનની દંગલે તેને બોક્સ ઓફિસનો સુલ્તાન બનાવ્યો હતો. વર્ષ 2015મા સલમાનની બજરંગી ભાઈજાને 302 કરોડની કમાણી કરીને બાજી મારી હતી. વર્ષ 2014મા બોલીવુડના ત્રણેય ખાને ટોપ ત્રણ લિસ્ટમાં કબજો કર્યો હતો. વર્ષ 2013મા આમિર ખાન અને શાહરૂખ ખાનના નામે રહ્યું, આમિરે ધૂમ 3 દ્વારા 284 કરોડની કમાણી કરી તો શાહરૂખ ખાને ચેન્નઈ એક્સપ્રેસ દ્વારા 227 કરોડની કમાણી કરી હતી. 

વાંચો બોલીવુડના અન્ય સમાચારો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More