Home> Entertainment
Advertisement
Prev
Next

Video : 'ફન્ને ખાં'નું પહેલું ગીત રિલીઝ, ઐશ્વર્યા જોવા મળી પહેલાં ક્યારેય ન દેખાઈ હોય એવા અંદાજમાં 

'ફન્ને ખાં'માં પિતા અને પુત્રીના સંબંધોની હૃદયસ્પર્શી વાત છે 

Video : 'ફન્ને ખાં'નું પહેલું ગીત રિલીઝ, ઐશ્વર્યા જોવા મળી પહેલાં ક્યારેય ન દેખાઈ હોય એવા અંદાજમાં 

મુંબઈ : ફિલ્મ 'ફન્ને ખાં'માં વર્ષો પછી અનિલ કપૂર અને ઐશ્વર્યા રાય એકસાથે દેખાવાના છે. આ ફિલ્મમાં ઐશ્વર્યાના લુકને બહુ પસંદ કરવામાં આવ્યો છે. હાલમાં આ ફિલ્મનું પહેલું ગીત 'મોહબ્બત' રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય પ્રસિદ્ધ સિંગર બેબી સિંહનો રોલ ભજવી રહી છે. બેબી એવી સુપરસ્ટાર છે જેનું દરેક ગીત સુપરહિટ સાબિત થાય છે. આ ગીતમાં ઐશ્વર્યા અલગ જ અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી છે. 

આ ગીતને સિંગર સુનીધિ ચૌહાણે  પોતાનો અવાજ આપ્યો છે. આ ગીતના શબ્દો લખ્યા છે લેખક ઇર્શાદ કામીલે અને સંગીત આપ્યું છે તનિષ્ક બાગચીએ. આ ફિલ્મમાં અનિલ કપૂર અને ઐશ્વર્યા રાય બચ્ચન્ સાથે રાજકુમાર રાવ પણ જોવા મળશે. 

'ફન્ને ખાં' એવા પિતાની વાર્તા છે જે સારુ ગાય છે પણ કંઈ ખાસ સિદ્ધિ નથી મેળવી શકતો અને પોતાની ગલીમાં જ ગીત ગાય છે. તે પોતાની દીકરીને જબરદસ્ત સિંગર બનાવવા માગતો હોય છે અને તેનું આલબમ રિલીઝ કરવા માગતો હોય છે. આ ફિલ્મમાં અનિલ કપૂર ઓટોચાલકના રોલમાં છે. આ ફિલ્મ 3 ઓગસ્ટના દિવસે રિલીઝ થવાની છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More