Home> Entertainment
Advertisement
Prev
Next

First Look : હોરર ફિલ્મોના શોખીનો માટે આવી રહી છે ધમાકેદાર ફિલ્મ 

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ અભિનીત ‘સ્ત્રી’નો ફર્સ્ટ લૂક જાહેર થઈ ગયો છે

First Look : હોરર ફિલ્મોના શોખીનો માટે આવી રહી છે ધમાકેદાર ફિલ્મ 

નવી દિલ્હી : શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર ‘સ્ત્રી’નો ફર્સ્ટ લૂક સામે આવી ગયો છે. આ ફિલ્મના ફર્સ્ટ લૂકમાં શ્રદ્ધા કપૂર નનના ડ્રેસમાં જોવા મળી રહી છે. આ લુક સાથે જ સવાલ ઉભો થયો છે કે આ ફિલ્મમાં શ્રદ્ધાનું પાત્ર હોલિવૂડની હોરર ફિલ્મ ‘કંજ્યુરિંગ’થી પ્રેરિત તો નથી ને. ‘કંજ્યુરિંગ’ સિરિઝની આગામી ફિલ્મ ‘ધ નન’ પણ રિલીઝ થવાની છે જેમાં એક્ટ્રેસ નનના ડ્રેસમાં દેખાય છે. 

શ્રદ્ધા અને રાજકુમાર રાવની આ ફિલ્મ હકીકતમાં હોરર ફિલ્મ છે. જોકે આ ફિલ્મ હાર્ડકોર હોરર ફિલ્મ નથી પણ હોરર-કોમેડી ડ્રામા છે. આ ફિલ્મનું ટીઝર પહેલાં જ રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ટીઝરમાં હોરર સીન દેખાડવામાં આવ્યા છે અને સાથે લખવામાં આવ્યું છે કે, ‘मर्द को दर्द होगा, स्त्री आ रही है.’ 

આ ફિલ્મના ડિરેક્ટર અમર કૌશિક છે અને એ 31 ઓગસ્ટના દિવસે રિલીઝ થવાની છે. ‘સ્ત્રી’ને મેડોક ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે અને એના ડિરેક્ટર દિનેશ વીજન, રાજ અને ડીકે છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More