Home> Entertainment
Advertisement
Prev
Next

કેવી છે રણવીર-આલિયાની બહુ ગાજેલી ‘ગલી બોય’? જાણી લો એક ક્લિક પર....

આજે આ ફિલ્મ રિલીઝ થઈ છે

કેવી છે રણવીર-આલિયાની બહુ ગાજેલી ‘ગલી બોય’? જાણી લો એક ક્લિક પર....

નવી દિલ્હી : ફિલ્મમેકર ઝોયા અખ્તરની 'ગલી બોય' આજે રિલીઝ થઈ છે. આ ફિલ્મના ગીત પહેલાંથી જ લોકપ્રિય બનેલા છે. બોલિવૂડ લાઇફના ચીફ ઇન એડિટર તુષાર જોશીએ કરેલી ટ્વીટ પ્રમાણે ગલી બોયનો પહેલો ભાગ બહુ ધમાકેદાર છે અને આ ફિલ્મ દર્શકોની અપેક્ષા પર પાર ઉતરી છે. રણવીર અને આલિયા બંનેએ સારું કામ કર્યું છે. તેમના વન લાઇનર્સ પર દર્શકો થિયેટરમાં સિટી મારીને તાળી વગાડી રહ્યા છે. 

તુષાર જોશીએ પોતની બીજી ટ્વીટમાં રણવીર સિંહની એક્ટિંગના પણ બહુ વખાણ કર્યા છે અને લખ્યું છે કે ગલી બોય ચોક્કસપણે દર્શકોને પસંદ પડશે. 

ડિરેક્ટર ઝોયા અખ્તરની ગલી બોય ઈન્ડિયાના રેપરોની દુનિયામાં ડોકિયુ કરાવે છે. આ ફિલ્મ એક સાધારણ યુવક મુરાદ (રણવીર સિંહ)ની આસપાસ આકાર લે છે. ધારાવીનો આ યુવક મોટા સપના જોય છે અને ગરીબીને તેના સપના આડે આવવા નથી દેતો. સ્લમ ડોગમાંથી તે પ્રખ્યાત રેપર કેવી રીતે બને છે તેની આસપાસ આ કથા આકાર લે છે. આ ફિલ્મની વાર્તા ધારાવીની ચાલથી શરુ થાય છે. અહીં મુરાદ સફીના (આલિયા ભટ્ટ)ને પ્રેમ કરે છે અને પોતાની બધી જ ભડાસ એક પેપર પર લખીને કાઢે છે. તેની લાઈફમાં મોટો વળાંક ત્યારે આવે છે જ્યારે તે રેપ મ્યુઝિકના કારણે ફેમસ બને છે. 

ફિલ્મમાં વિજય મૌર્યના સંવાદ, રીમા કાગતીની સ્ટોરી અને સ્ક્રીન પ્લે તથા ઝોયાનું ડિરેક્શન અલગ જ દુનિયામાં લઈ જાય છે. આ ફિલ્મનું સૌથી મજબૂત પાસુ છે રણવીર સિંહનું જબરદસ્ત પરફોર્મન્સ. એવુ લાગે છે કે તેનો જન્મ જ આ પાત્ર ભજવવા માટે થયો છે. રણવીર અને આલિયાની કેમિસ્ટ્રી ક્યુટ અને ગમી જાય તેવી છે. વિજય વર્મા, કલ્કી કોચલિન અને વિજય રાઝે પણ પોતપોતાના પાત્ર ખૂબ જ અસરકારક રીતે ભજવ્યા છે. ફિલ્મની ટ્રીટમેન્ટ અને વિઝ્યુઅલ્સ હોલિવુડ ફિલ્મને ટક્કર મારે તેવા છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More