Home> Entertainment
Advertisement
Prev
Next

Famous Actor Cheated Wife: ફેમસ એક્ટરે લગ્નના બે જ મહિનામાં પત્ની સાથે કર્યો દગો, વેનમાં અન્ય અભિનેત્રી સાથે નગ્ન હાલતમાં પત્નીના હાથે જ પકડાયો

Actor Caught In Vanity Van with Actress:પોડકાસ્ટમાં વિશાલ પંજાબી એ કહ્યું હતું કે તેણે એક વખત બોલીવુડના ટોચના અભિનેતાના લગ્નનું શૂટિંગ કર્યું હતું. લગ્નને બે મહિના થયા અને તે અભિનેતા તેની પત્નીના હાથે જ ચીટીંગ કરતો પકડાયો હતો. હજી તો તેમના લગ્નની ફિલ્મ પણ બનાવીને તેમને આપી ન હતી ત્યાં જ અભિનેતાએ પત્ની સાથે દગો કર્યો.

Famous Actor Cheated Wife: ફેમસ એક્ટરે લગ્નના બે જ મહિનામાં પત્ની સાથે કર્યો દગો, વેનમાં અન્ય અભિનેત્રી સાથે નગ્ન હાલતમાં પત્નીના હાથે જ પકડાયો

Actor Caught In Vanity Van with Actress: પ્રખ્યાત વેડિંગ વિડિયોગ્રાફર વિશાલ પંજાબીએ તાજેતરમાં એક પોડકાસ્ટમાં ખળભળાટ મચાવે તેવો ખુલાસો કર્યો છે. તેણે બોલીવુડના એક ફેમસ અભિનેતા વિશે વાત કરી હતી. વિશાલ પંજાબી દેશના પ્રખ્યાત વેડિંગ વિડીયોગ્રાફર છે. તેમણે દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી, અનુષ્કા શર્મા-વિરાટ કોહલી સહિતના ઘણા સેલિબ્રિટીના લગ્ન રેકોર્ડ કર્યા છે. તાજેતરમાં જ એક પોડકાસ્ટમાં તેણે એક સેલિબ્રિટીના લગ્નને લઈને વાત કરી હતી જેમાં એક મોટા રહસ્યનો ખુલાસો કર્યો હતો. 

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા પહેલા અલી ગોનીને ડેટ કરી ચુકી છે નતાશા, આ કારણે કર્યું બ્રેકઅપ

પોડકાસ્ટમાં વિશાલ પંજાબી એ કહ્યું હતું કે તેણે એક વખત બોલીવુડના ટોચના અભિનેતાના લગ્નનું શૂટિંગ કર્યું હતું. લગ્નને બે મહિના થયા અને તે અભિનેતા તેની પત્નીના હાથે જ ચીટીંગ કરતો પકડાયો હતો. હજી તો તેમના લગ્નની ફિલ્મ પણ બનાવીને તેમને આપી ન હતી ત્યાં જ અભિનેતાએ પત્ની સાથે દગો કર્યો.

આ એક્ટરને તેની જ પત્નીએ વેનીટી વેનમાં એક અભિનેત્રી સાથે નગ્ન અવસ્થામાં રંગે હાથ પકડી લીધો હતો. લગ્નના બે જ મહિનામાં આ બધું થઈ ગયું જેના કારણે તેઓએ લગ્નના ફોટા કે વિડિયો પણ જોયા નથી. 

આ પણ વાંચો: મગજને કસરત કરાવી દેશે આ 5 મર્ડર મિસ્ટ્રી વેબ સીરીઝ, એન્ડ સુધી ખબર પડે નહીં ખૂની કોણ?

વિશાલ પંજાબીએ આગળ જણાવ્યું કે, લગ્નના બે જ મહિનામાં બોલીવુડ એક્ટર પોતાની પત્ની સાથે ચીટીંગ કરવા લાગ્યો. તે પોતાની મેકઅપ વેનમાં બોલીવુડની એક અભિનેત્રી સાથે રંગે હાથ પકડાઈ ગયો હતો. મેકઅપ વેનમાં તેની પત્ની અચાનક પહોંચી ગઈ અને તે ન્યુડ અવસ્થામાં પકડાઈ ગયા. ત્યાર પછી તેની પત્નીએ વિશાલ પંજાબીને ફોન કરીને કહી દીધું કે તેને લગ્નની ફિલ્મ નથી જોતી. 

આ પણ વાંચો: બચ્ચન પરિવારમાં અનબનની ચર્ચા તેજ, અનંત-રાધિકાના લગ્નમાં ઐશ્વર્યા પરિવારથી રહી દુર

વિશાલ પંજાબી આગળ ઉમેર્યું કે આ ઘટના પછી તે પણ ચિંતામાં મુકાઈ ગયો હતો કે આ ફૂટેજનું કરવું શું? કારણ કે બોલીવુડ એક્ટર પણ કોઈ જવાબ આપી રહ્યો ન હતો અને તેની પત્નીએ પણ વેડિંગ ફિલ્મ લેવાની ના કરી દીધી. તે સમયે તે વેડિંગ વિડીયોગ્રાફી માટે અડધી ફી જ એડવાન્સ લેતો. પરંતુ આ ઘટના પછી તેણે પૂરું પેમેન્ટ એડવાન્સમાં લેવાનો નિર્ણય કરી લીધો. 

આ પણ વાંચો: Web Series: સસ્પેન્સથી ભરપુર સીરીઝ જોવાનો શોખ હોય તેણે જોવી જ જોઈએ આ 6 વેબ સીરીઝ

વિશાલ પંજાબી એ જણાવ્યું કે તે લગ્નના ફૂટેજ આજે પણ તેની પાસે છે. લગ્નના બે જ મહિનામાં જે અન્ય અભિનેત્રી સાથે પકડાયો તે એક્ટર લગ્નના વીડિયોમાં પોતાની દુલ્હન પ્રત્યે પ્રેમનો ઈઝહાર કરતો જોવા મળે છે. તેણે જણાવ્યું હતું કે તે એક્ટરનું નામ લઈ શકે તેમ નથી પરંતુ આ ફૂટેજની કિંમત આજે પણ લાખો રૂપિયા છે. પરંતુ હવે આ એક કોમેડી ફિલ્મ બની ગઈ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More