Home> Entertainment
Advertisement
Prev
Next

Sajid Khan પર વધુ એક મોડલનો આરોપ, કહ્યું તે 5 મિનિટ સુધી મારા પ્રાઈવેટ પાર્ટને...! એના પછી પણ....

એક પછી એક મોડલ અને અભિનેત્રીઓ સામે આવી રહી છે અને તેના વિરુદ્ધ નિવેદનો આપી રહી છે. શર્લિન ચોપરા, રાની ચેટર્જી, કનિષ્ક સોની બાદ હવે વધુ એક અભિનેત્રીએ તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે.

Sajid Khan પર વધુ એક મોડલનો આરોપ, કહ્યું તે 5 મિનિટ સુધી મારા પ્રાઈવેટ પાર્ટને...! એના પછી પણ....

મુંબઈઃ ડિરેક્ટર-પ્રોડ્યુસર સાજિદ ખાન પોતાની હરકતોને કારણે હંમેશાથી વિવાદોમાં રહ્યો છે. હંમેશા નવી નવી અભિનેત્રીઓ જ્યારે તેના ત્યાં ફિલ્મ માટે જતી ત્યારે તે વિચિત્ર વાતો કરીને તેની સામે ગંદી હરકતો અને ગંદી માંગણીઓ કરતો હોવાની વાતો અવાર નવાર સામે આવતી રહી છે. આ અંગે અનેક અભિનેત્રીઓ આ પહેલાં પણ કેમેરા સામે આવીને ઘણીવાર આ અંગે ખુલાસા કરતી રહી છે. ઉલ્લેખનીય છેકે, સાજિદ ખાન જાણીતી કોરિયોગ્રાફર ફરહાખાનનો સગ્ગો ભાઈ છે. એટલું જ નહીં તે સલમાન ખાન, અજય દેવગન, અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ જેવા જાણીતા સ્ટાર્સ સાથે ખુબ જ નજીકના સંબંધ ધરાવે છે.

ફિલ્મમેકર સાજિદ ખાન હંમેશાથી કોઈકને કોઈક વિવાદોમાં રહ્યો છે. ફરી એકવાર સાજિદના નામ સાથે નવો વિવાદ જોડાયો છે. આ વખતે પણ વધુ એક અભિનેત્રીએ સાજિદ ખાનની ગંદી હરકતોનો જાહેરમાં ભાંડો ફોડ્યો છે. એક તરફ સાજિદ ખાન હાલ બિગ બોસના ઘરમાં પોતાની ગેમ રમતા વાસ્તવિક દુનિયાથી દૂર છે. તો બીજી તરફ ઘરની બહાર એક પછી એક મોડલ અને અભિનેત્રીઓ સામે આવી રહી છે અને તેના વિરુદ્ધ નિવેદનો આપી રહી છે. શર્લિન ચોપરા, રાની ચેટર્જી, કનિષ્ક સોની બાદ હવે વધુ એક અભિનેત્રીએ તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે.

મોડલ અને એક્ટ્રેસ શીલા પ્રિયા સેઠે મીડિયા હાઉસ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, સાજિદ ખાને 14 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2008માં તેની સાથે ગેરવર્તન કર્યું હતું. તમિલ, કન્નડ, મલયાલમ અને અન્ય દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરી ચૂકેલી શીલાએ કહ્યું, “હું પહેલીવાર વર્ષ 2008માં નિર્દેશક સાજિદ ખાનને મળી હતી. જ્યારે મેં તેમને તેમના આગામી પ્રોજેક્ટમાં મને કાસ્ટ કરવા માટે વિનંતી કરી હતી. ત્યારે તેમણે જે વર્તન કર્યું અને જે હરકતો કહી હતી તેનાથી હું ચોંકી ગઈ હતી સ્તબ્ધ થઈ ગઈ હતી. એક પછી એક અભિનેત્રીઓ સામે આવી રહી છે અને સાજિદ ખાન ઉપર આરોપો લગાવી રહી છે. પરંતુ તેમ છતાં કેટલાક તેના ચાહકો આ અભિનેત્રીઓને ખોટી ગણાવી રહ્યા છે. હાલમાં સાજિદ ખાન બિગ બોસના ઘરમાં રમત રમી રહ્યો છે. જેમાં તેનું હિંસક અને ગેરવર્તન શોમાં જોવા મળ્યું હતું.

 

તેણે ગૌતમ વિજને અપશબ્દો કહ્યા હતા. સાજિદનું આ વર્તન તે તમામ ચાહકો માટે આઘાતજનક હતું. જે ચાહકો શર્લિન ચોપરા, રાની ચેટર્જી જેવી મોડલ-એક્ટ્રેસના આરોપોને ખોટા ગણાવ્યા હતા તે તમામ માટે એક આંચકો હતો. અભિનેત્રી શીલાએ આ મામલે વધુ વાત કરતા જણાવ્યું હતું કે, જ્યારે તે તેને પહેલી વખત મળી ત્યારે સાજિદ ખાન 5 મિનિટ સુધી મારા પ્રાઈવેટ પાર્ટને જોતો રહ્યો હતો. તેણે મને કહ્યું કે તારે સર્જરી કરાવવાની જરૂર છે. કારણ કે તારા સ્તન બોલિવુડ માટે પર્યાપ્ત નથી. એટલું જ નહીં તેણે મને કહ્યું કે, આ માટે મારે દરરોજ કુલ તેલથી માલિશ કરવી જોઈએ.

અભિનેત્રીની આ વાતથી સૌ કોઈ ચોંકી ગયા છે. અભિનેત્રીના આરોપથી બોલિવુડમાં પણ ખળભળાટ મચી ગયો છે. આ પહેલા શર્લિને આરોપ લગાવ્યો હતો કે, સાજિદે 2005માં તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. સાજિદ ખાને પોતાનો પ્રાઈવેટ પાર્ટ હીરોઈનને બતાવીને તેને સ્પર્શ કરવાનું કહયું હતું. આ સિવાય પણ અનેક અભિનેત્રીઓએ સાજિદ ખાન ઉપર અનેક આરોપો લગાવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More