Home> Entertainment
Advertisement
Prev
Next

હે ભગવાન! અચાનક કઈ રીતે થઈ ગયું CID સીરીયલના આ દિગ્ગજ ઓફિસરનું નિધન?

CID ફેમ આ દિગગ્જ અભિનેતાના લાખો લોકો છે ફેન્સ, આ અભિનેતાના આમ અચાનક નિધનથી સંખ્યાબંધ ચાહકોને લાગ્યો છે મોટો ઝટકો. મલ્ટીપલ ઓર્ગેન ફેલ્યોર, 57 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા...

હે ભગવાન! અચાનક કઈ રીતે થઈ ગયું CID સીરીયલના આ દિગ્ગજ ઓફિસરનું નિધન?

Dinesh Phadnis Passed Away: જાણીતા ટીવી એક્ટર દિનેશ ફડણીસ વિશે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સોની ટીવીના લોકપ્રિય ક્રાઈમ શો 'CID'માં CID ઓફિસર ફ્રેડરિક્સનું પ્રખ્યાત પાત્ર ભજવનાર દિનેશ ફડણીસનું નિધન થયું છે. તેમણે કાંદિવલીની તુંગા હોસ્પિટલમાં સોમવાર અને મંગળવારની વચ્ચેની રાત્રે 12.08 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. 57 વર્ષના દિનેશ ફડણીસનું મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર થવાને કારણે અવસાન થયું છે. દિનેશે 57 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.

CIDમાં દયાનું પાત્ર ભજવનાર અને દિનેશ ફડણીસના ખૂબ જ નજીકના મિત્ર એવા દયાનંદ શેટ્ટીએ જણાવ્યું હતું કે દિનેશ લીવર, હૃદય અને કિડનીની સમસ્યાઓથી પીડાતો હતો અને તેની જટિલતાઓ દિવસેને દિવસે વધતી જતી હતી. દિનેશ ફડણીસ 30મી નવેમ્બરથી કાંદિવલીની તુંગા હોસ્પિટલમાં દાખલ હતા. તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને અભિનેતાને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

બોરીવલીમાં અંતિમ સંસ્કારઃ
તમને જણાવી દઈએ કે આજે દિનેશ ફડણીસના અંતિમ સંસ્કાર બોરીવલીના દૌલત નગર સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે. તે જાણીતું છે કે ટીવી શો સિવાય તેમણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. દિનેશ ફડણીસ 1998 માં તેમની શરૂઆતથી જ CID શો સાથે સંકળાયેલા હતા અને CIDની બે દાયકાની સફર દરમિયાન, તેઓ હંમેશા શોમાં દેખાયા હતા. તેમણે આ શોમાં 20 વર્ષ સુધી કામ કર્યું છે અને પોતાના પાત્રથી લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે.

દિનેશ ફડણીસ ટીવી સિવાય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે 'સરફરોશ'માં ઈન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી હતી. તેઓ 'સુપર 30' ફિલ્મમાં પણ જોવા મળ્યા હતા. 2000માં રિલીઝ થયેલી ફિલ્મ 'મેલા'માં પણ તેમનો કેમિયો જોવા મળ્યો હતો. 2001માં રિલીઝ થયેલી ઑફિસરમાં તે ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં પણ જોવા મળ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More