Home> Entertainment
Advertisement
Prev
Next

ડ્રગ્સ કેસ: Deepika Padukoneની મેનેજરને આ 16 સવાલ પૂછશે NCB, થઇ શકે છે મહત્વના ખુલાસા

ડ્રગ્સ રેકેટ આ મામલે ZEE Newsના સૂત્રોના અહેવાલથી પ્રાપ્ત માહિતી અનુસાર અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની મેનેજર કરિશ્મા પ્રકાશ (Karishma Prakash)ની પૂછપરછને લઇને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ કેટલાક મહત્વના પ્રશ્નોની યાદી તૈયાર કરી છે

ડ્રગ્સ કેસ: Deepika Padukoneની મેનેજરને આ 16 સવાલ પૂછશે NCB, થઇ શકે છે મહત્વના ખુલાસા

નવી દિલ્હી: સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસ સાથે સંબંધિત ડ્રગ્સ રેકેટ (Drugs Case)ની તપાસમાં દરરોજ નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. આ મામલે ZEE Newsના સૂત્રોના અહેવાલથી પ્રાપ્ત માહિતી અનુસાર અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની મેનેજર કરિશ્મા પ્રકાશ (Karishma Prakash)ની પૂછપરછને લઇને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ કેટલાક મહત્વના પ્રશ્નોની યાદી તૈયાર કરી છે, ત્યારબાદ આ મામલે અનેક મહત્વના ખુલાસા થઇ શકે છે.

આ પણ વાંચો:- ડ્રગ્સ કેસ: Deepika Padukone માટે પતિ રણવીર સિંહે NCB પાસે કરી આ માગણી

ઉલ્લેખનીય છે કે, બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને તેની મેનેજર કરિશ્મા પ્રકાશ નું નામ ડ્રગ્સ કેસમાં સામે આવ્યું છે. એનસીબીએ હાલમાં જ કરિશ્મા પ્રકાશની પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું, પરતું તે NCB ઓફીસ પહોંચી નહીં.

દીપિકાએ લગાવ્યો હતો ચેટ લીક કરવાનો આરોપ
દીપિકા પાદુકોણે તેની પીઆર મેનેજર કરિશ્મા પ્રકાશ પર ડ્રગ ચેટ લીક કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે તેના પતિ રણવીરની સાથે વીડિયો કોલને લઇને લીગલ ટીમે વાત કરી હતી.

આ પણ વાંચો:- EXCLUSIVE: કરણ જોહરના Party Video ની તપાસમાં આવ્યા મોટા અપડેટ

સૂત્રોનું માનીએ તો NCBની ટીમ કરિશ્માથી આ 16 સવાલ પૂછી શકે છે.

1. તમારૂ આખુ નામ શું છે?

2. ક્વાન પહેલા તમે કઈ કંપનીમાં કામ કર્યું?

3. ક્વાનને તમે ક્યારે જોઇન કર્યું?

4. ક્વાનમાં કોણે તમને દીપિકા પાદુકોણનું PR જોવા કહ્યું?

5. દીપિકાને તમે પ્રથમ વખત ક્યારે મળ્યા?

આ પણ વાંચો:- ડ્રગ્સ કેસના કારણે બોલિવુડમાં જબરદસ્ત ઉથલપાથલ, સલમાને 'આ' મુદ્દે આપ્યું મોટું નિવેદન

6. શું દીપિકાએ તમારી પાસે ડ્રગ્સની ડિમાન્ડ કરી હતી? જો હો, તો કેટલી વખત અને કયા-કયા ડ્રગ્સની માંગ કરી હતી?

7. આ ડ્રગ્સ તમે કોના દ્વારા મંગાવતા હતા?

8. શું તમે અનુજ કેસવાનીને જાણો છો?

9. શું તમે જાણો છો કે અનુજ એક ડ્રગ્સ પેડલર છે?

10. અનુજે તેની પૂછપરછમાં તમારા નામનો ખુલાસો કર્યો છે?

11. તમારી અને અનુજની વાતચીતના પણ પુરાવા અમને મળ્યા છે?

12. શું ડ્રગ્સ મંગાવવા માટે તમે અનુજને કહેતા હતા?

આ પણ વાંચો:- રણવીર સિંહની સાથે ગોવાથી મુંબઈ પહોંચી દીપિકા પાદુકોણ, શનિવારે NCB કરશે પૂછપરછ

13. દીપિકા અને તમારી એક ચેટ સામે આવી છે, શું આ ચેટ તમારી છે?

14. દીપિકાએ ક્યારે ક્યારે તમારી પાસે ડ્રગ્સની માંગ કરી?

15. શું દીપિકા રેગ્યુલર ડ્રગ્સની ડિમાન્ડ કરતી હતી? 

16. ચેટમાં કોકો રેસ્ટોરેન્ટ વિશે લખ્યું છે, તે દિવસે શું થયું હતું? તે દિવસનો ઘટનાક્રમ જણાવો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More