Home> Entertainment
Advertisement
Prev
Next

Don @ 44 Year: અમિતાભ બચ્ચનની આ એક ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા હતા, થિયેટર બહાર લાગતી લાંબી લાઈનો

Amitabh Bachchan Don: અમિતાભ બચ્ચનની 1978 માં રિલીઝ થયેલી ડોન જબરદસ્ત હિટ રહી હતી. આ ફિલ્મને જોવા માટે લોકો વચ્ચે એટલી મારામારી હતી કે એડવાન્સ બુકિંગ માટે થિયેટર બહાર લાંબી લાઇન લાગી હતી.

Don @ 44 Year: અમિતાભ બચ્ચનની આ એક ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા હતા, થિયેટર બહાર લાગતી લાંબી લાઈનો

Don Movie Completes 44 Years: બાહુબલીથી ભુલ ભુલૈયા 2 સુધી રિલીઝ થયેલી તમામ ફિલ્મોને લઇને જે રિસ્પોન્સ મળ્યો છે તે તમે જાણો છો. થિયેટરમાં રિલીઝ થયેલી ભુલ ભુલૈયા 2 ને પણ લોકો ઘણી પસંદ કરી રહ્યા છે. કેટલીક ફિલ્મો રિલીઝ થવાની સાથે જ છવાઈ જાય છે. તો કેટલીક ફિલ્મો રિલીઝ થતા પહેલા જ ધૂમ મચાવવાની શરૂ કરી દે છે જેના કારણે તેનું એડવાન્સ બુકિંગ પણ હાઉસફૂલ થઈ જાય છે. આરઆરઆર અને કેજીએફને લઇને કંઈક આવો જ માહોલ જોવા મળ્યો હતો, પરંતુ શું તમને ખબર છે કે આવી જ એક ફિલ્મ છે જેણે 44 વર્ષ પહેલા આવી ધૂમ મચાવી હતી. આ ફિલ્મને જોવા માટે મુવીના એડવાન્સ ટિકીટ બુકિંગ માટે લાંબી લાઈનો લાગી હતી. આપણે વાત કરી રહ્યા છે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ ડોનની...

ડોન મુવીએ પૂર્ણ કર્યા 44 વર્ષ
વર્ષ 1978 આ એક એવું વર્ષ હતું જ્યારે હિન્દી સિનેમા જગતના પોપ્યુલર હીરો અમિતાભ બચ્ચન ખલનાયક બની પરદા પર ઉતર્યા હતા. એક ડોનના રોલમાં અમિતાભ બચ્નને જોવો એ ઓડિયન્સ માટે અશ્ચર્યજનક વાત હતી. ત્યારે નિર્માતા અને નિર્દેશક બંને માટે આ એક મોટો જુગાર હતો, પરંતુ તેમણે આ જુગાર રમવાનું નક્કી કર્યું અને તેઓ સફળ પણ થયા. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને લોકોએ એટલા પસંદ કર્યા કે ફિલ્મની ટિકિટનું એડવાન્સ બુકિંગ માટે એવી સ્થિતિ હતી જેની તસવીર તમે જોઇ શકો છો. લાંબી લાઈન માત્ર એક ટિકિટ લેવા માટે લાગી હતી. આ ફિલ્મ અમિતાભ બચ્ચનના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ અને તેઓ રાતો રાત સ્ટારથી સુપરસ્ટાર બની ગયા હતા.

fallbacks

એક પછી એક આપી 5 બ્લોકબસ્ટર ફિલ્મ
સૌથી મોટી વાત એ હતી કે, ડોન ઉપરાંત અમિતાભ બચ્ચને તે વર્ષે જ પાંચ બેક ટુ બેક સુપરહિટ ફિલ્મ આપી હતી. ડોન બાદ કસમે વાદે, ત્રિશુલ, મુકદ્દર કા સિકંદર, ગંગા કી સૌગંદ રિલીઝ થઈ હતી. આ તમામ ફિલ્મ અમિતાભ બચ્ચનના કરિયરની સફળ ફિલ્મ સાબિત થી હતી. આજે પણ અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મની વાત કરવામાં આવે તો તેમાં આ ફિલ્મોનું નામ જરૂરથી લેવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More