Home> Entertainment
Advertisement
Prev
Next

દિલીપ કુમારના ફેફસાંમાં ભરાયું પાણી, ઓક્સિજન લેવલમાં પણ આવ્યો ઘટાડો

ડોક્ટર્સનું કહેવું છે કે દિલીપ કુમાર (Dilip Kumar) અત્યારે વેંટિલેટર પર નથી અને તેમને આઇસીયૂમાં પણ રાખવામાં આવ્યા નથી. અત્યારે તો સ્થિતિ ઠીક છે, પરંતુ ઉંમરને જોતાં વધુ કહી શકાય નહી. 

દિલીપ કુમારના ફેફસાંમાં ભરાયું પાણી, ઓક્સિજન લેવલમાં પણ આવ્યો ઘટાડો

નવી દિલ્હી: બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર (Dilip Kumar) ને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. આ જાણકારી તેમના ટ્વિટર એકાઉન્ટ પર આપવામાં આવી છે. તેમના ફેન્સ આ જાણીને થોડા પરેશાન થઇ ગયા છે. હવે તેમના સ્વાસ્થ્યને લઇને હેલ્થ અપડેટ આવ્યું છે. સમાચાર આવી રહ્યા છે કે તેમના ફેફસામાં પાણી ભરાઇ ગયું છે. 

બાઇલિટરલ પ્લ્યૂરલ ઇફ્યૂજન સાથે ઝઝૂમી રહ્યા છે દિલીપ
ઇટાઇમ્સના સમાચાર અનુસાર દિલીપ કુમાર (Dilip Kumar) બાઇલિટરલ પ્લ્યૂરલ ઇફ્યૂજન (bilateral pleural effusion) સામે ઝઝૂમી રહ્યા છે. જેનો અર્થ એ છે કે તેમના ફેફસાં પાણી ભરાઇ ગયું છે. ડોક્ટર્સનું કહેવું છે કે દિલીપ કુમાર (Dilip Kumar) અત્યારે વેંટિલેટર પર નથી અને તેમને આઇસીયૂમાં પણ રાખવામાં આવ્યા નથી. અત્યારે તો સ્થિતિ ઠીક છે, પરંતુ ઉંમરને જોતાં વધુ કહી શકાય નહી. 

શું 49 વર્ષની ઉંમરમાં Mandira Bedi બનવાની છે માં? શેર કરી બેબી બંપની તસવીર

ગત મહિને પણ થયા હતા એડમિટ
ડોક્ટરનું કહેવું છે કે દિલીપ કુમાર (Dilip Kumar) ને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે કારણ કે તેમનું ઓક્સિજન લેવલ ધટી રહ્યું હતું. પરંતુ તેમની સ્થિતિમાં સુધારો છે. ડોક્ટર્સનું માનવું છે કે જો તેમને આઇસીયૂમાં રાખવામાં નહી આવે તો તે બે થી ત્રણ દિવસમાં જ ડિસ્ચાર્જ થઇ જશે. તમને જણાવી દઇએ કે દિલીપ કુમાર  (Dilip Kumar) ગત મહિને પણ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને બે દિવસ બાદ તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. 

ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટ્વીટ
તે પહેલાં દિલીપ કુમાર (Dilip Kumar Twitter) ના ટ્વિટર પરથી સાયરા બાનોએ ટ્વીટ કરતાં લખ્યું કે દિલીપ સાહબને રૂટીન ચેકઅપ માટે નોન કોવિડ પીડી હિંદુજામાં દાખલ કરવામાં આવ્યા છે, તેમને ગત થોડા દિવસોથી શ્વાસ લેવામાં તકલીફ હતી. હિંદુજા હોસ્પિટલમાં ડો. નિતિન ગોખલેની ટીમ તેમની દેખભાળ કરે રહ્યા છે. આ સાથે જ સાયરા બાનોએ ફેન્સને અપીલ કરી હતી કે સાહેબ માટે પ્રાર્થના કરતાં રહીએ અને તમે પણ સુરક્ષિત રહો. 

હેલ્થ અપડેટ
દિલીપ કુમાર (Dilip Kumar Tweet) ના ટ્વિટર એકાઉન્ટ પરથી પણ તેમને હેલ્થ અપડેટ આપવામાં આવી છે. ટ્વીટમાં લખ્યું છે કે વોટ્સઅપના ફોરવર્ડેડ મેસેજ પર વિશ્વાસ ન કરો. દિલીપ સાહેબની હાલત સ્થિર છે. તમારી દુવાઓ અને પ્રાર્થનાઓ બદલ આભાર. ડોક્ટર્સના અનુસાર તે બે-ત્રણ દિવસમાં ઘરે આવી જશે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More