Home> Entertainment
Advertisement
Prev
Next

Dev Anand Birthday : લંચ બ્રેકમાં જ કરી લીધા હતા લગ્ન, જાણો અજાણી વાતો....

ભારતીય સિનેમાના સદાબહાર અભિનેતા દેવ આનંદનો આજે 97મો જન્મ દિવસ છે. દેવ આનંદનો જન્મ અવિભાજિત ભારતના પંજાબમાં 26 સપ્ટેમ્બર, 1923ના રોજ થયો હતો. 2011માં લંડન ખાતે હૃદયરોગના હુમલામાં 88 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. 
 

Dev Anand Birthday : લંચ બ્રેકમાં જ કરી લીધા હતા લગ્ન, જાણો અજાણી વાતો....

મુંબઈઃ ભારતીય સિનેમાના સદાબહાર અભિનેતા દેવ આનંદનો(Dev Anand) આજે 97મો જન્મ દિવસ છે. દેવ આનંદનો જન્મ અવિભાજિત ભારતના પંજાબમાં 26 સપ્ટેમ્બર, 1923ના રોજ થયો હતો. દેવ આનંદનું મુળ નામ ધર્મદેવ પિશોરિમલ આનંદ હતું. વર્ષ 2011માં દેવ આનંદનું 88 વર્ષની વયે હૃદયરોગના હુમલામાં લંડન ખાતે નિધન થયું હતું, પરંતુ આજે પણ દેવઆનંદ લોકોમાં એટલા જ લોકપ્રિય છે. 

દેવ આનંદે ખુદને આજીવન યુવાન જ ગણાવ્યા છે. તેઓ હંમેશાં યુવાન અંદાજમાં રહેતા હતા અને એક સ્ટાઈલ આઈકન પણ હતા.આજે તેમના જન્મ દિવસે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરે ટ્વીટ કરીને તેમને યાદ કર્યા છે અને તેમની કેટલીક અજાણી વાતો પણ શેર કરી છે. 

ઋષિ કપૂરે(Rishi Kapoor) ટ્વીટ કરીને લખ્યું છે કે, "સદાબહાર સ્ટાર દેવ આનંદ સાહબને તેમને 97મા જન્મ દિવસે સલામ. તેમના જેવો સ્ટાઈલ આઈકન અને યુવા દિલ ધરાવતો કોઈ નથી. બોલી રિલીઝ થયા બાદ તેમણે મને સ્ટારડસ્ટ મેગેઝિનની પાર્ટીમાં કહ્યું હતું, "આપણે યુવાનોએ એકસાથે ફિલ્મ બનાવવી જોઈએ." આવો તેમનો વિશ્વાસ હતો." આ સાથે જ ઋષિ કપૂરે દેવ આનંદના કેટલાક રેર ફોટો પણ ટ્વીટ કર્યા છે. 

સલમાનના પૂર્વ 'બોડીગાર્ડ'ની બબાલ, નશાનો ઓવરડોઝમાં રાહદારીઓ સાથે કરી મારપીટ

ઉલ્લેખનીય છે કે, ભારતીય સિનેમામાં 50-60ના દાયકામાં ત્રણ અભિનેતાઓ (દેવ-રાજ-દિલીપ)નો ડંકો વાગતો હતો, જેમાં રોમાન્સ અને સ્ટાઈલની બાબતે દેવ આનંદની એક આગવી ઓળખ હતી. પોતાની આત્મકથા 'રોમાન્સિંગ વિથ લાઈફ'માં તેમણે લખ્યું છે કે, તેઓ અભિનેત્રી સુરૈયાને ખુબ જ પ્રેમ કરતા હતા, પરંતુ ધર્મ અલગ હોવાના કારણે તેઓ તેમની સાથે લગ્ન કરી શક્યા ન હતા.

લંચ બ્રેકમાં કર્યા હતા લગ્ન
દેવ આનંદનો લગ્નનો કિસ્સો ખુબ જ પ્રખ્યાત છે. તેમણે વર્ષ 1954માં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન લંચ બ્રેકમાં જ પોતાની સાથી કલાકાર અભિનેત્રી કલ્પના કાર્તિક સાથે લગ્ન કરી લીધા હતા. જોકે બંનેનું આ લગ્નજીવન લાંબુ ચાલ્યું ન હતું. દેવ આનંદના બે બાળકો છે. સુનીલ આનંદ અને દેવિના આનંદ. દેવિના એ નામ હતું, જે તેમણે અને સુરૈયાએ પોતાની પુત્રી માટે વિચાર્યું હતું. 

જુઓ LIVE TV....

એન્ટરટેઈનમેન્ટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More