Home> Entertainment
Advertisement
Prev
Next

DDLJ ના 25 વર્ષ : સૈફ અલી ખાને ના પાડતા શાહરૂખને રોલ મળ્યો હતો

ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે 20 ઓક્ટોબર, 1995ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મના હીરો શાહરૂખ ખાનને વધુ આશા ન હતી, ન તો પહેલીવાર નિર્દેશક બનેલા આદિત્ય ચોપડાને પણ તેની આશા ન હતી

DDLJ ના 25 વર્ષ : સૈફ અલી ખાને ના પાડતા શાહરૂખને રોલ મળ્યો હતો

ઝી મીડિયા/બ્યૂરો :ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે 20 ઓક્ટોબર, 1995ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મના હીરો શાહરૂખ ખાનને વધુ આશા ન હતી, ન તો પહેલીવાર નિર્દેશક બનેલા આદિત્ય ચોપડાને પણ તેની આશા ન હતી. આ ફિલ્મની સફળતાની કોઈને આશા હતી તો માત્ર કરણ જૌહર અને આદિત્યના ભાઈ ઉદય ચોપરાને. કરણે આ ફિલ્મમા શાહરૂખ ખાનના મિત્રનું પાત્ર ભજવ્યું હતું. અને આદિત્યએ ફિલ્મને આસિસ્ટ કરી હતી. યશ ચોપરા તો ઈચ્છતા હતા કે, ફિલ્મનો ખર્ચો નીકળી જાય બસ.

આ પણ વાંચો : પેટાચૂંટણીનું પિક્ચર થયું ક્લિયર, 8 બેઠકો માટે 81 ઉમેદવાર મેદાનમાં, સૌથી વધુ લિંબડીમાં 14 ઉમેદવાર

કેવી રીતે આવ્યો ડીડીએલજેનો આઈડિયા 
આદિત્ય ચોપડા (Aditya Chopra) લાંબા સમયથી ફિલ્મ બનાવવા માંગતા હતા. તેમના દિમાગમાં એક રફ આઈડિયા હતો. જેને તેઓએ મિત્ર કરણ જૌહરને સંભળાવ્યો હતો. કરણને સ્ટોરી સારી લાગી હતી. આદિત્યએ ચાર સપ્તાહમાં જ સ્ક્રીપ્ટ તૈયાર કરી લીધી હતી. તેના બાદ આદિત્યએ પિતા યશ ચોપરાને આ વાત કહી હતી. યશ ચોપરા આ ફિલ્મની સ્ટોરીથી બહુ ખુશ ન હતા. તેમને લાગ્યું કે, સ્ટોરીમાં બહુ ઉતાર-ચઢાવ નથી. પણ દીકરાની જીદ જોઈને તેઓએ હા પાડી હતી. 

આદિત્ય સૈફને રાજ બનાવવા માંગતા હતા
ડીડીએલજેમાં રાજનુ યાદગાર પાત્ર ભજવનાર શાહરૂખ ખાન આદિત્યની પહેલી પસંદ ન હતા. આદિત્યના દિમાગમાં સૈફ હતા, તેઓએ સૈફને મગજમાં રાખીને આ પાત્ર લખ્યું હતું. પરંતુ જ્યારે તેઓ સ્ટોરી લઈને સૈફ પાસે ગયા ત સૈફ અલી ખાને કામ કરવાની ના પાડી હતી. આ ફિલ્મની સ્ટોરી તેમને પસંદ ન આવી હતી. આદિત્યને આ જોઈને દુખ થયું હતું કે, સૈફે ન પાડી. તેથી ડરમાં કામ કરી ચૂકેલ શાહરૂખે એપ્રોચ કરવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો : પાવાગઢમા ખાનગી વાહનો પર પ્રતિબંધ, કયા રસ્તાઓ પર અમલ થશે તે ખાસ જાણી લો 

યશ ચોપરા જ્યારે શાહરૂખને મળ્યા, તો કિંગ ખાને કહ્યું કે, આ ફિલ્મમાં થોડું ઢિશૂમ ઢિશૂમ હોવું જોઈએ. માત્ર રોમેન્ટિક ફિલ્મ નહિ ચાલે. હીરો જ્યારે વિલનને મારશે નહિ, ત્યા સુધી દર્શકો પણ ખુશ નહિ થાય. આદિત્ય પોતાની ફિલ્મમાં કોઈ ચેન્જિસ કરવા માંગતા ન હતા. પરંતુ પિતા યશના કહેવાથી ફિલ્મના અંતમાં મેલો ડ્રામા નાંખવામાં આવ્યો હતો. 

શાહરૂખ ખાને આ ફિલ્મ યશ ચોપરાના કહેવા પર કામ કર્યું હતું. પરંતુ ફિલ્મ બનતા બનતા આદિત્યને લાગવા લાગ્યું કે, શાહરૂખ ખાનથી બીજુ કોઈ રાજનો રોલ સારી રીતે કરી જ શક્યો ન હોત. આ ફિલ્મમાં શાહરૂખના પિતા બનેલ અનુપમ ખેરનું પાત્ર એકદમ યશ ચોપરા જેવું છે. પોતાના માતાના કહેવા પર આદિત્યએ એવું કહ્યું હતું. તેમને લાગ્યું કે, આ રીતે તેઓ બધાને બતાવી શકશે કે તેમના પિતા સાથે તેમનો સંબંધ કેવો છે. 

આ ફિલ્મની મોટી સફળતા જોયા બાદ જ કરણ જૌહરને વિશ્વાસ થઈ ગયો કે, હવે તેઓ પણ ફિલ્મો બનાવી શકે છે. 

આ પણ વાંચો : નવરાત્રિમાં અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં કરાયો મોટો ફેરફાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More