Home> Entertainment
Advertisement
Prev
Next

તારક મહેતા...'માં શું દિશા વાકાણી પરત ફરશે? સામે આવ્યા આનંદના સમાચાર, નવા કલાકાર માટે કાસ્ટિંગ બંધ

તાજેતરમાં એવા અહેવાલ આવ્યા હતા કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં તારક મહેતાનો રોલ કરનાર એક્ટર શૈલેષ લોઢાએ પણ શો છોડી દીધો છે. ત્યાર બાદ મેકર્સે દયાબેન અને તારક મહેતાના પાત્રો માટે કાસ્ટિંગ શરૂ કરી દીધું હતું.

તારક મહેતા...'માં શું દિશા વાકાણી પરત ફરશે? સામે આવ્યા આનંદના સમાચાર, નવા કલાકાર માટે કાસ્ટિંગ બંધ

Taarak Mehta Ka Ooltah Chashmah Updates: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોના ચાહકો લાંબા સમયથી દયાબેનની વાપસીની રાહ જોઈ રહ્યા હતા. આ પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણીએ આ શો છોડ્યાને લગભગ 4 વર્ષ થઈ ગયા છે, પરંતુ ચાહકો હજી પણ તેના ગરબા અને અનોખા અવાજને ખૂબ જ મિસ કરે છે.

તાજેતરમાં એવા અહેવાલ આવ્યા હતા કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં તારક મહેતાનો રોલ કરનાર એક્ટર શૈલેષ લોઢાએ પણ શો છોડી દીધો છે. ત્યાર બાદ મેકર્સે દયાબેન અને તારક મહેતાના પાત્રો માટે કાસ્ટિંગ શરૂ કરી દીધું હતું. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે દયાબેનના પાત્ર માટેનું કાસ્ટિંગ અટકી ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે દયાબેનના પાત્ર માટે રાખી વિઝનને લેવામાં આવશે, પરંતુ અહેવાલ અનુસાર, દયાબેનના પાત્ર માટે કાસ્ટિંગ અટકી ગયું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના મેકર્સ એવું માની રહ્યા છે કે લોકો અત્યારે પણ દયાબેન અને તારક મહેતાની ભૂમિકા માટે દિશા વાકાણી અને શૈલેષ લોઢાને શો પર જોવા માંગે છે. એવામાં તેઓ એવી આશા લગાવીને બેઠા છે કે દિશા વાકાણી અને શૈલેષ લોઢા આ શોમાં પાછા ફરશે.

તેમણે જણાવ્યું હતું કે, દયા બેનનું પાત્ર પાછું ન આવવાનું અમારી પાસે કોઈ કારણ નથી. પરંતુ આપણે બધાએ તાજેતરના ભૂતકાળમાં મુશ્કેલ સમયનો સામનો કર્યો છે. 2020-21 આપણા બધા માટે ખૂબ જ મુશ્કેલ તબક્કો હતો. પરંતુ હવે જ્યારે વસ્તુઓ સારી થઈ ગઈ છે, 2022 માં કોઈ ભી. અચ્છે સમય પર અમે દયા બેનનું પાત્ર પાછું લાવવા જઈ રહ્યા છીએ અને દર્શકોને ફરી એકવાર જેઠાલાલ અને દયા ભાભીનું મનોરંજન જોવા મળશે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું દિશા વાકાણી ઉર્ફે દયા બેન શોમાં પરત ફરશે તો અસિત મોદીએ જણાવ્યું હતું કે, "મને હજુ સુધી ખબર નથી કે દિશા વાકાણી ઉર્ફે દયા બેન તરીકે પાછા આવશે કે કેમ. અમારો હજુ પણ દિશા જી સાથે ઘણો સારો સંબંધ છે, અમે એક પરિવાર જેવા છીએ. પરંતુ હવે તેઓ પરિણીત છે અને તેમણે એક બાળક છે અને દરેક પોતપોતાની જવાબદારીઓમાં વ્યસ્ત રહે છે. આપણી દરેકની અંગત જિંદગી છે, તેથી હું તેના પર કોઈ ટિપ્પણી કરી શકીશ નહીં. પરંતુ શોમાં દિશાબેને આપણને શોમાં ભરપૂર મનોરંજન આપ્યું છે. અમે એક ટીમ તરીકે અમે તમને પહેલા જે મનોરંજન આપ્યું છે તે જ મનોરંજન આપવાનો અમારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશું."

તેની સાથે લોકોના મનમાં એવો પણ સવાલ છે કે તારક મહેતાની ભૂમિકા માટે નવા અભિનેતાની પસંદગી કેમ ન કરવામાં આવી. એવામાં અહેવાલ મુજબ, નિર્માતાઓએ તારક મહેતાના પાત્ર માટે કાસ્ટિંગ પણ અટકાવી દીધું છે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ટીવી શોમાં કેટલાક કલાકારોનો ટ્રેક અધવચ્ચે જ બંધ કરી દેવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમનો ટ્રેક ફરી શરૂ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં કલાકારોને પણ ખબર નથી કે આવું કેમ થયું. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે આ ટીવી શોમાં ટપ્પુનો રોલ કરનાર એક્ટર રાજ અનડકટ પણ શો છોડી રહ્યો છે. હાલમાં આ અંગે નિર્માતાઓ તરફથી કોઈ અપડેટ પ્રાપ્ત થયું નથી.

દિશા વાકાણી 2017 માં મેટરનિટી બ્રેક પર ગઈ ત્યારથી દયાબેનનું પાત્ર શોમાંથી ગાયબ છે. તેમણે એક બાળકીને જન્મ આપ્યો અને તેની જવાબદારીઓમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ (દયાબેન) પાછી ફરી શક્યા નથી. દિશાએ ઓક્ટોબર 2019માં એક ખાસ ફોન સીન શૂટ કર્યો હતો. પરંતુ તે જોવાનું રસપ્રદ રહેશે કે શું દિશા વાકાણી ઉર્ફે દયા બેન તરીકે પરત ફરશે કે દર્શકોને નવો ચહેરો જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More