Home> Entertainment
Advertisement
Prev
Next

દંગલની છોટી બબીતા સુહાની ભટનાગરનું નિધન : દવાઓના રિએક્શનને કારણે 19 વર્ષે મળ્યું મોત

Suhani Bhatnagar Passes Away: દંગલ ફિલ્મમાં આમીર ખાનની નાનકડી દીકરી બબીતા ફોગટનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ સુહાની ભટનાગરનુ નિધન થયું છે. 19 વર્ષીય સુહાની લાંબા સમયથી બીમાર હતી 
 

દંગલની છોટી બબીતા સુહાની ભટનાગરનું નિધન : દવાઓના રિએક્શનને કારણે 19 વર્ષે મળ્યું મોત
Updated: Feb 17, 2024, 03:12 PM IST

Suhani Bhatnagar Passes Away: બોલિવુડમાં આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. આમીર ખાનની સુપરહીટ ફિલ્મ દંગલમાં નાનકડી બબીતા ફોગટનું પાત્ર ભજવનાર બાળ કલાકાર સુહાની ભટનાગરનું નિધન થયું છે. સુહાની માત્ર 19 વર્ષની હતી. જુનિયર બબીતા ફોગટ બનનારી બાળ કલાકાર સુહાની ભટનાગર હતી. જે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતી. તેની એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ તમામ પ્રયાસો છતાં તેનો જીવ બચાવી શકાયો ન હતો. આજે 17 ફેબ્રુઆરીએ તેનું નિધન થયું. 

સુહાનીના નિધનથી તેના પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે. એક્ટ્રેસના માતાપિતા હાલ ઊંડા શોકમાં ગરકાવ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુહાની તેના પરિવાર સાથે ફરીદાબાદમાં રહેતી હતી. શનિવારે સવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. રિપોર્ટ અનુસાર, તેના અંતિમ સંસ્કાર અજરોંદા સ્વર્ગ આશ્રમમાં કરવામાં આવશે.

ચારણોની લડાઈ પોલીસ સ્ટેશન પહોંચી : ગીગા ભમ્મર વિરુદ્ધ ગુજરાતમાં બે ફરિયાદ નોંધાઈ

 

 

સુહાની ભટનાગરનું કરિયર
સુહાની ભટનાગરે વર્ષ 2016 માં આમીર ખાનની દંગલ ફિલ્મથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. તેને સિંગિંગ અને ડાન્સિંગનો શોખ હતો. તેણે ડેબ્યુ પહેલા અનેક એડવર્ટાઈઝમેન્ટમાં કામ કર્યું હતું. દંગલમાં પણ તેના અભિનયને વખાણવામાં આવ્યું હતું. હવે નાનકડી ઉંમરમાં સુહાનીએ દુનિયાને અલવિદા કહેતા આ સમાચાર લોકોને ચોંકાવી ગયા છે. 

ચારણ અને આહીરને મામા ભાણેજનો સબંધ કેમ ગણાય છે? સદીઓની પરંપરા પાછળ છે રસપ્રદ ઈતિહાસ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે