Home> Entertainment
Advertisement
Prev
Next

'દબંગ 3'નો નવો પ્રોમો રિલીઝ, સલમાન ખાને જણાવ્યું કેમ નહીં કરે પ્રમોશન!

ફિલ્મની સિરીઝ થયા સુધી સલમાન હવે હંમેશા ચુલબુલ પાંડેના અવતારમાં જોવા મળશે. તેની શરૂઆત તેણે પોતાના ટ્વીટર પ્રોફાઇલથી કરી છે, જેમાં તેણે પોતાનું નામ બદલીને ચુલબુલ પાંડે રાખી લીધું છે. 
 

'દબંગ 3'નો નવો પ્રોમો રિલીઝ, સલમાન ખાને જણાવ્યું કેમ નહીં કરે પ્રમોશન!

નવી દિલ્હીઃ સલમાન ખાનની મચ અવેટેડ ફિલ્મ 'દબંગ 3'નો નવો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. તેને અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે, જે ખુબ રસપ્રદ છે. 

આ પ્રોમોમાં સલમાનનો વોઇસઓવર છે, જેમાં તે કહે છે, 'જ્યારે ચુલબુલ પાંડે સાથે જોડાયેલા છે પૂરા ભારતના ઇમોશન તો સલમાન ખાન કેમ કરશે દબંગનું પ્રમોશન?'

તેનો અર્થ છે કે ફિલ્મની સિરીઝ થયા સુધી સલમાન હવે હંમેશા ચુલબુલ પાંડેના અવતારમાં જોવા મળશે. તેની શરૂઆત તેણે પોતાના ટ્વીટર પ્રોફાઇલથી કરી છે, જેમાં તેણે પોતાનું નામ બદલીને ચુલબુલ પાંડે રાખી લીધું છે. 

મહત્વનું છે કે, 'દબંગ 3'નું ડાયરેક્શન પ્રભુદેવા કરી રહ્યાં છે અને આ ફિલ્મમાં સલમાન સિવાય સોનાક્ષી સિન્હા અને અરબાઝ ખાન પણ મહત્વની ભૂમિકા નિભાવશે. 

આ ફિલ્મથી અભિનેતા મહેસ માંજરેકરની પુત્રી સઈ પણ બોલીવુડમાં પર્દાપણ કરવા જઈ રહી છે. રિપોર્ટ્સ પ્રમાણે, તે ફિલ્મમાં સલમાન ખાનના પાત્ર ચુલબુલ પાંડેની પ્રેમિકાની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 20 ડિસેમ્બર 2019ના સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

વાંચો બોલીવુડના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More