Home> Entertainment
Advertisement
Prev
Next

Oscars 2023 Winners: ઓસ્કરમાં ભારતનો દબદબો, મળ્યા બે એવોર્ડ, જાણો કોની ઝોળીમાં આવ્યો કયો એવોર્ડ

Oscars 2023 Winners: અમેરિકાના લોસ એન્જલસમાં ડોલ્બી થિયેટરમાં હોલીવુડના સૌથી મોટા પુરસ્કાર ગણાતા ઓસ્કર એવોર્ડ 2023ના વિનર્સની જાહેરાત થઈ રહી છે. 95માં એકેડેમી એવોર્ડમાં અત્યાર સુધી કોને કયો એવોર્ડ મળ્યો તે ખાસ જાણો. 

Oscars 2023 Winners: ઓસ્કરમાં ભારતનો દબદબો, મળ્યા બે એવોર્ડ, જાણો કોની ઝોળીમાં આવ્યો કયો એવોર્ડ

અમેરિકાના લોસ એન્જલસમાં ડોલ્બી થિયેટરમાં હોલીવુડના સૌથી મોટા પુરસ્કાર ગણાતા ઓસ્કર એવોર્ડ 2023ના વિનર્સની જાહેરાત થઈ રહી છે. 95માં એકેડેમી એવોર્ડમાં અત્યાર સુધી કોને કયો એવોર્ડ મળ્યો તે ખાસ જાણો. ભારતની શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મે ઈતિહાસ રચીને ઓસ્કર એવોર્ડ મેળવવામાં સફળતા મેળવી છે. ધ એલિફન્ટ વ્હિસ્પરર્સે એવોર્ડ જીતીને ઈતિહાસ રચી નાખ્યો છે. કોને કયો એવોર્ડ મળ્યો તેની યાદી પર ફેરવો નજર....

- બેસ્ટ ફિલ્મ- Everything Everywhere All at Once

- બેસ્ટ એક્ટર- Brendan Fraser (The Whale)

- બેસ્ટ એક્ટ્રેસ- Michelle Yeoh in Everything Everywhere All at Once

- બેસ્ટ ડાઈરેક્ટર- Daniel Kwan and Daniel Scheinert (Everything Everywhere All at Once)

- બેસ્ટ ફિલ્મ એડિટિંગ- Everything Everywhere All at Once (Paul Rogers)

- બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મ- All Quiet on the Western Front (જર્મની)

- બેસ્ટ મ્યુઝિક (ઓરિજિનલ સોંગ)- નાટુ નાટુ (RRR) 

- બેસ્ટ સાઉન્ડ- Top Gun: Maverick

- બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ-  Avatar: The Way of Water

- બેસ્ટ રાઈટિંગ (Adapted Screenplay)- Women Talking (Screenplay by Sarah Polley) 

- બેસ્ટ રાઈટિંગ (ઓરિજિનલ સ્ક્રિન પ્લે)- Everything Everywhere All at Once (Written by Daniel Kwan & Daniel Scheinert) 

- પહેલો એવોર્ડ જીતનારી ફિલ્મ - બેસ્ટ એનીમેટેડ ફીચર ફિલ્મનો એવોર્ડ ડાયરેક્ટર Guillermo del Toro ની ફિલ્મ Pinocchio એ જીત્યો. 

- બેસ્ટ સપોર્ટિંગ એક્ટર- Ke Hyu Kuan એ પોતાનો પહેલો એવોર્ડ ઓસ્કર એવોર્ડ મેળવ્યો. 

- બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ- જેમી લી કર્ટિસને ફિલ્મ એવ્રીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ માટે મળ્યો એવોર્ડ

- બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ-  Navalny ફિલ્મને આ એવોર્ડ મળ્યો. આ કેટેગરીમાં ભારતની ફિલ્મ ઓલ ધેટ બ્રીધ્સ પણ નોમિનેટેડ હતી. 

- બેસ્ટ લાઈવ એક્શન ફિલ્મ- 'એન આઈરિશ ગુડબાય' ફિલ્મને આ એવોર્ડ મળ્યો. 

- બેસ્ટ સિનેમાટોગ્રાફી- ફિલ્મ ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટને બેસ્ટ સિનેમાટોગ્રાફી માટે એવોર્ડ મળ્યો. આ ફિલ્મને આ વખતે સૌથી વધુ કેટેગરીમાં નોમિનેશન મળેલું છે. 

- બેસ્ટ મેકઅપ એન્ડ હેરસ્ટાઈલ- હોલીવુડ એક્ટર બ્રેન્ડન ફ્રેઝરની ફિલ્મ 'ધ વ્હેલને' બેસ્ટ મેકઅપ એન્ડ હેરસ્ટાઈલિંગ માટે એવોર્ડ મળ્યો. 

- બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન- માર્વલ ફિલ્મ બ્લેક પેન્થર-વકાંડા ફોરેવરને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનનો એવોર્ડ મળ્યો. 

-  બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ- ફિલ્મ ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટને બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો. 

- બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ- પ્રોડ્યુસર ગુનીત મોંગાની શોર્ટ ફિલ્મ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સે બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. 

- બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ- ફિલ્મ ધ બોય, ધ મોલ, ધ ફોક્સ એન્ડ ધ હોર્સે બેસ્ટ એનિમેટેડ ફિલ્મનો એવોર્ડ જીત્યો. આ મનને સ્પર્શનારી ફિલ્મને દર્શકોએ ખુબ પસંદ કરી છે. 

- બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન- ફિલ્મ ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટને બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનનો એવોર્ડ મળ્યો છે. અત્યાર સુધીમાં આ ફિલ્મને સૌથી વધુ એવોર્ડ મળ્યા છે. 

- બેસ્ટ ઓરિજિનલ સ્કોર
બેસ્ટ ઓરિજિનલ સ્કોરનો એવોર્ડ પણ ફિલ્મ ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટને મળ્યો છે. 

- બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ- અભિનેત્રી અને ડાયરેક્ટર એલિઝાબેથ બેન્ક્સે બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટનો એવોર્ડ મજાકીયા અંદાજમાં આપ્યો. આ એવોર્ડ અવતાર: ધ વે ઓફ વોટરે જીત્યો. એવોર્ડ લેવા આવેલી આ ફિલ્મની ટીમને પોતાની સ્પીચ પૂરી કરવા દેવાઈ નથી જેથી બધા ખુબ નિરાશ પણ જોવા મળ્યા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More