Home> Entertainment
Advertisement
Prev
Next

'છમ્મા છમ્મા' ગીત પર છોકરીએ લગાવ્યા જબરદસ્ત ઠુમકા, VIDEOએ મચાવી ધમાલ

બોલિવૂડમાં ફરી એકવાર રિમિક્સનો દોર શરૂ થઈ ગયો છે

'છમ્મા છમ્મા' ગીત પર છોકરીએ લગાવ્યા જબરદસ્ત ઠુમકા, VIDEOએ મચાવી ધમાલ

નવી દિલ્હી : બોલિવૂડ અભિનેત્રી એલી અવરામ તાજેતરના દિવસોમાં તેના નવા સોંગને લઈને ખુબ ચર્ચાનો વિષય બની છે. ઈન્ટરનેટ પર તાજેતરમાં રિલીઝ થયેલું સોંગ ‘છમ્મા છમ્મા’ ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. જો કે અભિનેત્રી ઉર્મિલા માતોન્ડકરનું આ સુપરહિટ સોંગ ‘છમ્મા છમ્મા’ને રીક્રિએટ કરવામાં આવ્યું છે. વર્ષ 1998માં આવેલી ફિલ્મ ‘ચાઈના ગેટ’નું આ સોંગ છે. આ ગીત એટલું લોકપ્રિય બન્યું છે કે યુવાનો એની પર ડાન્સ કરીને વીડિયો અપલોડ કરી રહ્યા છે. આવો જ એક વીડિયો વાઇરલ બન્યો છે. 

આ વાઇરલ વીડિયોમાં Srishti Shukla નામની યુ ટ્યૂબ ચેનલ પર એને 6 માર્ચે અપલોડ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધી એને 17,917 વાર જોવાઈ ગયો છે. લોકોને આ ડાન્સ બહુ પસંદ પડ્યો છે. 

હાલમાં સોશિયલ મીડિયા બહુ મોટું માધ્યમ બની ગયું છે. કોઈ પણ સારો વીડિયો ગણતરીના કલાકોમાં વાઇરલ બની જાય છે. આજે એના માધ્યમથી દેશના યુવાનો પોતાનું ટેલેન્ટ આખી દુનિયા સામે મુકી શકે છે. જે લોકોને કોઈ પ્લેટફોર્મ નથી મળતું તેમના માટે સોશિયલ મીડિયા એક મજબૂત પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે  કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More