Home> Entertainment
Advertisement
Prev
Next

અનંત અને આકાશથી લઈને ધોનીના વાળ કાપનાર આ વ્યક્તિ BMW થી ફરે છે, ફિલ્મ સ્ટાર્સ છે દીવાના

આલિમ હકીમ ભારતના સૌથી પોપુલર હેર સ્ટાઈલિસ્ટમાંથી એક છે, જેણે તાજેતરમાં જામનગરમાં અંબાણી પરિવારના કાર્યક્રમમાં પહોંચેલા ગેસ્ટના વાળ કાપ્યા હતા અને તેમાં અનંત અંબાણી, આકાશ અંબાણી, સલમાન ખાન, વિક્કી કૌશલ, અર્જુન કપૂર, આનંદ પિરામલ, રણવીર સિંહ સહિત દુનિયાભરના ગણમાન્ય સામેલ છે. 

અનંત અને આકાશથી લઈને ધોનીના વાળ કાપનાર આ વ્યક્તિ BMW થી ફરે છે, ફિલ્મ સ્ટાર્સ છે દીવાના

નવી દિલ્હીઃ આલિમ હકીમ.. ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનું એક એવું નામ, જે સેલેબ્સના વાળને શાનદાર લુક આપવાની સાથે પોતાના વૈભવી જીવન અને મોંઘી કારો માટે જાણીતું છે. લુઈ વિંતોની બેગ્સ, બીએમડબ્લ્યુ ઝેડ4 કાર અને ઈન્સ્ટાગ્રામ પર દિગ્ગજ સેલિબ્રિટી અને સ્પોર્ટ્સ પર્સનની સાથે તસવીરો શેર કરનાર આલિમ હકીમ આ દિવસોમાં ખુબ ચર્ચામાં છે. તાજેતરમાં અનંત અંબાણી-રાધિકા મર્ચેંટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં  હાજરી આપવા જામનગર પહોંચેલી દેશ-દુનિયાની મુખ્ય હસ્તિઓના હેર સ્ટાલિસ્ટ બનેલ આલિમ હકી ખુબ લાઇમલાઇટમાં રહ્યો. આવો આજે તમને તેની લક્ઝરી કારો વિશે જણાવીએ. 

BMW ઝેડ4 છે ફેવરેટ સવારી
આમ તો આલિમ હકીમ મુંબઈ સ્થિત પોતાના સલૂન જવા માટે ઘણીવાર બેટરીથી ચાલનાર સેગવેનો ઉપયોગ કરે છે, પરંતુ ઈન્સ્ટાગ્રામ પર તે હંમેશા પોતાની ઓપન રૂફવાળી BMW ઝેડ4 કારની તસવીરો પણ અપલોડ કરતો રહે છે. એટલું જ નહીં વરૂણ ધવન સહિત ઘણા ફિલ્મ સ્ટાર તેની સાથે BMW ઝેડ4 કારની સાથે જોવા મળ્યા છે. આલિમ હકીમની પાસે BMW ઝેડ4 સિવાય મર્સિડીઝ અને ઓડી કંપનીઓની લક્ઝરી કારો પણ છે. તેણે પોતાના પુત્ર માટે મર્સિડીઝની મિની કાર ખરીદી હતી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aalim Hakim (@aalimhakim)

ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં રહી ચૂક્યો છે હેર સ્ટાઇલિસ્ટ
મુંબઈમાં 3 સલૂન ખોલી ચૂકેલા આલિમ હકીમની હેર કટિંગ સ્ટાઇલિંગ એકેડમી પણ છે, જ્યાં તે એક લાખથી વધુ બાર્બરને ટ્રેન્ડ કરી ચૂક્યો છે. હેર સ્ટાઇલિસ્ટના રૂપમાં આલિમે ભારતીય ફિલ્મ સ્ટાર્સ વચ્ચે એવી ઓળખ બનાવી લીધી છે કે લોકો તેના પ્રશંસક બની ગયા છે. પછી ફિલ્મ સંજુમાં રણબીર કપૂરનો લુક હોય, એનિમલ ફિલ્મમાં રણબીર કપૂર અને બોબી દેઓલનો લુક હોય, કેજીએફ ફિલ્મમાં યશનો લુક હોય, રોબોટમાં રજનીકાંત અને બાબુબલીમાં પ્રભાસનો લુક હોય, આ બધા ફિલ્મ સ્ટાર્સને મોટા પદડા પર જબરદસ્ત દેખાડવાની પાછળ આલિમ હકીમની ભૂમિકા રહી છે. ત્યાં સુધી કે એમએસ ધોની, રોહિત શર્મા, વિરાટ કોહલી અને યુવરાજ સિંહ સહિત અન્ય ક્રિકેટરના હેર સ્ટાઇલિસ્ટના રૂપમાં આલિમ દુનિયાભરમાં જાણીતો છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aalim Hakim (@aalimhakim)

આલિમ હકીમના નામચીન ક્લાઇન્ટ્સ
આલિમ હકીમના જાણીતા ક્લાઇન્ટ્સમાં શાહિદ કપૂર, સંજય દત્ત, સુનીલ શેટ્ટી, રજનીકાંત, સલમાન ખાન, વરુણ ધવન, રણવીર સિંહ, હૃતિક રોશન, અભિષેક બચ્ચન, અર્જુન કપૂર, અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા, કેટરિના કૈફ, વિકી કૌશલ, સિદ્ધાર્થ રોય કપૂર, અર્જુન ડેલ, બોબી ડે. , જુનિયર એનટીઆર, મહેશ બાબુ, યશ, રામ ચરણ, વિક્રમ, રાણા દગ્ગુબાતી, વિજય દેવેરાકોંડા, તમન્ના ભાટિયા, વિરાટ કોહલી, સચિન તેંડુલકર, કેએલ રાહુલ, રિંકુ સિંહ, અજિંક્ય રહાણે, એમએસ ધોની, સૂર્ય કુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શ્રેયસ અય્યર સહિત અન્ય હસ્તિઓ પણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More