Home> Entertainment
Advertisement
Prev
Next

Watch Video: રિતેશ દેશમુખમાં આવી ગયો રોહિત શર્માનો આત્મા!, જોઈને નાચવા લાગ્યો આ અભિનેતા

Celebrity Cricket League: અભિનેતા રિતેશ દેશમુખને તમે અભિનય કરતો જોયો હશે. કોમેડી રોલથી તમને હસાવતો પણ જોયો હશે. પરંતુ તમે ક્યારે તેને ક્રિકેટમાં રોહિત શર્મા સ્ટાઈલમાં નહીં જોયો. રિતેશ દેશમુખ ક્રિકેટના મેદાનમાં ઉતર્યો અને રોહિત શર્માની જેમ તોફાની ઈનિંગ પણ રમ્યો.

Watch Video: રિતેશ દેશમુખમાં આવી ગયો રોહિત શર્માનો આત્મા!, જોઈને નાચવા લાગ્યો આ અભિનેતા

સેલિબ્રિટી ક્રિકેટ લીગ 2023 દરેક મેચ બાદ રોમાંચ પણ વધતો જઈ રહ્યો છે. દરેક મેચમાં આંતરરાષ્ટ્રીય મેચોની જેમ રસાકસી જોવા મળી રહી છે. જેમાં સુપર સ્ટાર ધૂમ મચાવી રહ્યા છે. જેમાં ખાસ કરીને અત્યાર સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર છે રિતેશ દેશમુખની તોફાની ઈનિંગ. રીતેશે એવો તે છગ્ગો લગાવ્યો કે બોલ મેદાનની બહાર જઈને પડ્યો.

રોહિત સ્ટાઈલમાં રિતેશની બેટિંગ
સેલિબ્રિટી ક્રિકેટ લીગ 2023માં દેશભરની મોટી હસ્તીઓ ભાગ લઈ રહી છે. ત્યારે અભિનેતા રિતેશ દેશમુખની બેટિંગ તો ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા છે. એક બાદ એક આકર્ષક સોટ્સ રમી રીતેશ દેશમુખ છવાઈ ગયા છે. જેમાં એક શોટ તો એવો માર્યો કે બોલ સિધો જ ગ્રાઉન્ડની બહાર જઈને પડ્યો.

રિતેશના સોટ્સ પર નાચ્યો સોહેલ ખાન
રિતેશ દેશમુખની તાબડતોડ બેટિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સ્પીન બોલર્સ બોલિંગ કરી રહ્યો હતો. ત્યારે રિતેશ દેશમુખે રોહિત સ્ટાઈલમાં છગ્ગો લગાવ્યો હતો. રિતેશનો આ સોટ્સ જોઈને સલમાન ખાનનો ભાઈ સોહેલ ખાન આશ્ચર્ય ચકિત થઈ ગયો હતો. અને છગ્ગો લાગ્યા બાદ સોહેલ ખાન ઉત્સાહભેર નાચવા લાગ્યો હતો. 

હવે વિદેશોમાં પણ વાગશે PM મોદીનો ડંકો, અનેક દેશોમાં શરૂ થવા જઈ રહી છે ભારતની આ સેવા

1 એપ્રિલથી NPSમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાશે, આ દસ્તાવેજો આપવા પડશે

આ શું? એક વ્યક્તિ માત્ર 2 ટામેટાં અને 3 બટાકાની ખરીદી શકશે, સરકારનો વિચિત્ર હુકમ

રિતેશ છવાયો પણ ટીમ હારી ગઈ
મુંબઈને સીસીએલ 2023ની સીઝનમાં પ્રથમ હાર ચેન્નઈ સામે મળી. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 10 ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર 150 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમે 10 ઓવરમાં 94 રન જ બનાવી શકી હતી. જેથી મુંબઈની ટીમે સીઝનની પ્રથમ હારનો સામનો કરવો પડ્યો. જો કે મેચમાં તોફાની 80 રનની ઈનિંગ રમનાર વિક્રાંતને પ્લેર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More