Home> Entertainment
Advertisement
Prev
Next

ઇશા અંબાણીની સગાઈમાં સેલિબ્રિટીઓની ગ્રાન્ડ મસ્તી ! Pics વાઇરલ

ઇટાલીમાં થયેલી સગાઇમાં અનેક સેલિબ્રિટીઓ જોવા મળ્યા હતા

ઇશા અંબાણીની સગાઈમાં સેલિબ્રિટીઓની ગ્રાન્ડ મસ્તી ! Pics વાઇરલ

નવી દિલ્હી : ગયા શુક્રવારે ઇટાલીના ટોચના ટુરિસ્ટ સ્પોટ લેક કોમો ખાતે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીની સગાઈ કરવામાં આવી હતી. આનંદ પીરામલ સાથે થયેલી આ સગાઇમાં બોલિવૂડના ટોચના કલાકારોએ હાજરી આપી હતી. આ તમામ સેલિબ્રિટીઓમાં બધાનું આકર્ષણનું કેન્દ્ર બની હતી પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની જોડી. પ્રિયંકા અને તેના ફિયાન્સે નિકે પોતાના બોલિવૂડના મિત્રોને ભરપુર સમય આપ્યો અને જાણો વર્ષો જૂની મિત્રતા હોય એમ તેમની સાથે મજા માણી. 

fallbacks

fallbacks

fallbacks

આ પાર્ટીમાં નિક એકદમ કુલ સ્ટાઇલમાં જોવા મળ્યો. અહીં નિક બિન્દાસ સ્ટાઇલમાં સિગાર સાથે પોઝ દેતો જોવા મળ્યો હતો. આ પાર્ટીમાં સોનમ અને તેના પતિ આનંદ આહુજાએ પણ હાજરી આપી હતી. આ સેલિબ્રેશનમાં આમિર ખાનની પત્ની કિરણ રાવ પણ પ્રિયંકા અને નિક સાથે પુલ પાર્ટીની મજા માણતી જોવા મળી.

પ્રિયંકાને ઇટાલીની આ ટ્રીપમાં તેના ભાઈ સિદ્ધાર્થ ચોપડાએ પણ કંપની આપી હતી. આમ, પ્રિયંકાએ ઇશાની સગાઈમાં ભરપુર ફેમિલી ટાઇમ એન્જોય કર્યો હતો. હાલમાં પ્રિયંકા શોનાલી બોસની ફિલ્મ 'ધ સ્કાઇ ઇઝ પિંક' માટે ભારત આવી છે. આ ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ કામ કરી રહ્યા છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More