Home> Entertainment
Advertisement
Prev
Next

Sushant Singh Rajput કેસ: હવે CBI આગળ શું કરશે? કઈ રીતે તપાસ કરશે તે જાણો 

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોતની સીબીઆઈ તપાસ (CBI Probe) શરૂ થઈ ગઈ છે. બિહાર સરકાર (Bihar Government) ની ભલામણ પર Department of Personnel and Trainingએ આ મામલે સીબીઆઈ તપાસ માટે નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. સીબીઆઈ હવે પોતાની પટણા, મુંબઈ કે દિલ્હી બ્રાન્ચમાંથી કોઈ એકમાં કેસ ટ્રાન્સફર કરીને કેસની તપાસ શરૂ કરાવી શકે છે. 

Sushant Singh Rajput કેસ: હવે CBI આગળ શું કરશે? કઈ રીતે તપાસ કરશે તે જાણો 

નવી દિલ્હી: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોતની સીબીઆઈ તપાસ (CBI Probe) શરૂ થઈ ગઈ છે. બિહાર સરકાર (Bihar Government) ની ભલામણ પર Department of Personnel and Trainingએ આ મામલે સીબીઆઈ તપાસ માટે નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. સીબીઆઈ હવે પોતાની પટણા, મુંબઈ કે દિલ્હી બ્રાન્ચમાંથી કોઈ એકમાં કેસ ટ્રાન્સફર કરીને કેસની તપાસ શરૂ કરાવી શકે છે. 

સુશાંત કેસ: ઓફિસરને ક્વોરન્ટાઈન કરવા મુદ્દે SCએ મુંબઈ પોલીસ-મહારાષ્ટ્ર સરકારને લગાવી ફટકાર 

સૂત્રોના જણાવ્યાં મુજબ ખુબપ જ હાઈ પ્રોફાઈલ કેસને જોતા CBI આ મામલે કોઈ બ્રાન્ચ હેઠળ એક સ્પેશિયલ ટીમ પણ બનાવી શકે છે. આ ટીમ આ મામલે ફરીથી એક એફઆઈઆર દાખલ કરી શકે છે. જેમાં આત્મહત્યા, અપરાધિક ષડયંત્ર, દગાબાજી, સહિત સુશાંતના પરિવાર દ્વારા લગાવાયેલા અન્ય આરોપ પણ સામેલ થઈ શકે છે. CBIની ટીમ પટણા અને મુંબઈમાં જઈને ત્યાં અત્યાર સુધી થયેલી તપાસ અને કેસ સંબંધિત દસ્તાવેજોને પોતાના કબ્જામાં લેશે. આ સાથે આ કેસ સાથે જોડાયેલા લોકોના નિવેદન લઈ શકે છે. નિવેદનો અને અન્ય પુરાવાને પણ તે પોતાની કસ્ટડીમાં લેશે. 

દિશાના મૃત્યુનું સુશાંતના મોત સાથે છે કનેક્શન!, કોકડું ઉકેલવા માટે SCમાં થઈ અરજી

આ બાજુ ઈડીએ આરોપી રિયા ચક્રવર્તીને તેમની સામે હાજર થવા માટે સમન પાઠવ્યું છે. રિયાને 7મી ઓગસ્ટના રોજ ઈડી સામે હાજર થવાનું કહેવાયું છે. સુશાંત સિંહના પિતા કે કે સિંહે રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક પર 15 કરોડના ગબનનો આરોપ લગાવ્યો છે. જેને જોતા ઈડીએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ પર્સનલ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)નો કેસ દાખલ કર્યો છે. 

બિહાર અને મુંબઈ પોલીસ આ કેસમાં આમને સામને છે. આરોપ પ્રત્યારોપ વચ્ચે બુધવારે ભાજપના સાંસદ અને મહારાષ્ટ્રના નેતા નારાયણ રાણેએ અત્યંત ચોંકાવનારા આરોપ લગાવ્યાં. નારાયણ રાણેએ કહ્યું કે સુશાંત રાજપૂતની હત્યા થઈ છે. રાણેએ કહ્યું કે સુશાંત અગાઉ તેની પૂર્વ મેનેજર દિશા સાલિયાનને પણ આમ જ મારવામાં આવી છે. રાણેએ દાવો કર્યો કે દિશા સાલિયાનના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના પ્રાઈવેટ પાર્ટ પર ઈજાની વાત લખી હતી. જ્યારે મુંબઈ પોલીસે તેને પણ આત્મહત્યા ગણાવીને કેસ બંધ કરી દીધો. 

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું- સુશાંત કેસ CBIને કરાયો ટ્રાન્સફર

આ મામલે અત્યાર સુધી ચૂપ બેઠેલા મહારાષ્ટ્રના મંત્રી અને સીએમ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ પણ પહેલીવાર નિવેદન આપ્યું. આદિત્ય ઠાકરેએ કહ્યું કે તેમને અને તેમના પરિવારને કોઈ પણ કારણ વગર નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે તેમને આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી. 

અત્રે જણાવવાનું કે બોલિવૂડના ઉભરતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14મી જૂનના રોજ તેમના બાન્દ્રા ખાતેના ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતાં. આ મામલે મુંબઈ પોલીસે એક્સીડેન્ટલ ડેથ રિપોર્ટ કર્યો હતો. અત્યાર સુધીમાં 56 લોકોના નિવેદનો લેવાયા છે. જેમાં બોલિવૂડ ડાઈરેક્ટર આદિત્ય ચોપરા, મહેશ ભટ્ટ, સંજય લીલા ભણસાલી, રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતની બહેનો સામેલ છે. 

સુશાંત કેસ: આદિત્ય ઠાકરેના નિવેદન પર ભડકી કંગના, કહ્યું- પહેલા તમારા પિતા પાસે આ 7 સવાલના જવાબ માંગો

આ બાજુ સુશાંતના પિતા કે કે સિંહે મુંબઈ પોલીસ પર આ કેસને દબાવવાનો આરોપ લગાવતા 25 જુલાઈના રાજ પટણાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં રિયા ચક્રવર્તી અને 6 અન્ય લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે તેમના જમાઈએ આ વર્ષે 25 ફેબ્રુઆરીના રોજ મુંબઈ પોલીસને મેસેજ કરીને સુશાંતને જીવનું જોખમ હોવાનું કહ્યું હતું. પરંતુ મુંબઈ પોલીસે કશું કર્યું નહીં.

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More